અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો: ખાનગી પ્રેક્ટિસ કરતા વકીલોને સર્વિસ ટેક્સ અને GST થી છૂટ – ઓરિસ્સા હાઈકોર્ટ.
કટક, ૭ એપ્રિલ, ૨૦૨૫ – ઓરિસ્સા હાઈકોર્ટએ વકીલોના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કટકમાં બેઠેલી બેંચે સ્પષ્ટ કર્યું છે કે ખાનગી રીતે પ્રેક્ટિસ કરતા વકીલોએ તેમના વ્યાવસાયિક આવક પર ન તો સર્વિસ ટેક્સ આપવો પડે અને ન જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST).
આ ચુકાદો શ્રી શિવાનંદ રે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવ્યો છે, જેમને વર્ષ ૨૦૧૫-૧૬ માટે ₹૨,૧૪,૬૦૦ જેટલો સર્વિસ ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવી હતી. વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા છતાં તેમને ન માત્ર સર્વિસ ટેક્સની માંગ કરવામાં આવી હતી, પણ તાજેતરમાં જન્યુઆરી ૨૦૨૫માં રિકવરી નોટિસ દ્વારા દંડ અને વ્યાજ સાથે કુલ ₹૪,૪૯,૨૦૦ વસૂલવા પગલાં લીધાં ગયા હતા.
અરજદારના વકીલ શ્રી એમ.એમ. પટનાયકએ દલીલ કરી હતી કે ભારત સરકારના સ્પષ્ટ નિયમો મુજબ વકીલો દ્વારા આપવામાં આવતી કાયદાકીય સેવાઓ પર ટેક્સ લાગતો નથી.
હાઈકોર્ટએ અગાઉના ચુકાદાનું ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, “પ્રેક્ટિસ કરતા વકીલોએ ટેક્સ ન ભરીયે તે સ્પષ્ટ છે, તેમ છતાં વિભાગ તરફથી તેમને નોટિસ મોકલવી તે હેરાનગતીરૂપ છે.”
અદાલતએ જણાવ્યું કે જો વકીલ દ્વારા આપવામાં આવતી સેવાઓ બિઝનેસ એન્ટિટી સિવાયના વ્યક્તિને કે રૂ. ૧૦ લાખથી ઓછા વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસ એન્ટિટી માટે હોય તો તે સેવાઓ ટેક્સમુક્ત છે.
આ કારણે અદાલતએ આપેલ સર્વિસ ટેક્સ અને રિકવરી નોટિસ રદ કરી હતી અને વિભાગને ભવિષ્યમાં આવા કેસોમાં ગેરકાયદેસર નોટિસ ન આપવાની સુચના આપી છે.
અદાલતએ આ સાથે એવું પણ સ્પષ્ટ કર્યું કે જો વકીલ પાસે ઘરમકાન ભાડેથી આવક હોય અને તે પર ટેક્સ લાગુ પડે તો એ માટે સંબંધિત વિભાગ પગલાં લઈ શકે છે.
ઑર્ડર વાંચવા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment