હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”
સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મૂકવાની ભલામણ : માહિતી આયોગનો મહત્વપૂર્ણ નિર્ણય
જામનગરના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામના હીરાભાઈ કમાભાઈ રાઠોડે 60 વર્ષ જૂના જમીનના રેકોર્ડ માટે માહિતીના અધિકાર હેઠળ અરજી કરી હતી. તેમણે વર્ષ 1966માં સાંથણી હેઠળ ફાળવાયેલી ખેતીની જમીનના ચાર દસ્તાવેજો — સનદનો નમૂનો, કબજા પાવતીનું રોજકામ, મંજૂર થયેલ જમીનનો ચતુર્દિશાનો નકશો અને ફાળવણીનો હુકમ — માંગ્યા હતા.
માહિતી લાંબા સમય સુધી ન મળતાં તેમણે બીજી અપીલ માહિતી આયોગ સમક્ષ દાખલ કરી હતી.
ત્રણ દસ્તાવેજ મળ્યા, એક બાકી
રાજ્ય માહિતી આયોગે ત્રણ વખત સુનાવણી કર્યા બાદ જણાયું કે હીરાભાઈને ત્રણ દસ્તાવેજ — સનદની નકલ, કબજા પાવતીનો રોજકામ અને ફાળવણીનો હુકમ — પૂરા પાડવામાં આવ્યા છે, પરંતુ ચતુર્દિશાનો નકશો હજુ મળ્યો નથી.
આયોગે મહેસૂલ વિભાગને 10 દિવસમાં શોધી પૂરો પાડવાનો હુકમ કર્યો છે.
આયોગની રાજ્યવ્યાપી ભલામણ
આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે જણાવ્યું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં “સાંથણી, હરાજી, કબજા હકથી, ઉધડ કિંમતથી, વિનામૂલ્યે કે રાહતદરે” ફાળવાયેલી સરકારી જમીનના રેકોર્ડ ઉપલબ્ધ નથી, જેના કારણે નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડે છે.
આથી આયોગે રાજ્યના મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગને ભલામણ કરી છે કે –
> જેમ https://anyror.gujarat.gov.in પોર્ટલ પર ખાનગી જમીનના રેકોર્ડ જોવા મળે છે,
તેમ જ રીતે સરકાર દ્વારા ફાળવેલ જમીનોના રેકોર્ડ (ફાળવણી હુકમ, સનદ, કબજા પાવતી, ચતુર્દિશા નકશા, રોજકામ વગેરે)
ઓનલાઇન જાહેર કરવામાં આવે જેથી લોકો સરળતાથી માહિતી મેળવી શકે.
સાંથણીની જમીન શું છે?
સાંથણીની જમીન એટલે સરકાર દ્વારા ગરીબ ખેડૂત, દલિત, આદિવાસી અથવા જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવતી ખેતીલાયક જમીન. આ જમીન અનેક વખત બે કે તેથી વધુ લોકોની સંયુક્ત માલિકીની હોય છે.
આયોગની ટીપ્પણી
આયોગે નોંધ્યું કે ફાળવેલી જમીનના રેકોર્ડ ઘણા કિસ્સાઓમાં નાશ પામ્યા છે અથવા અલગ કચેરીઓમાં વિખેરાઈ ગયા છે.
તના કારણે વારસદારો વચ્ચે ઝઘડા, માલિકીની વિવાદો અને કાયદેસરતાના પ્રશ્નો ઊભા થાય છે.
જો રેકોર્ડ ઑનલાઇન ઉપલબ્ધ થશે તો આવા વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કેસ વિગતો
કેસ નં.: અ-4898-2024
અરજદાર: હીરાભાઈ કમાભાઈ રાઠોડ.
આદેશ તારીખ: 14 ઓક્ટોબર 2025
અધિકારી: નિખિલ ભટ્ટ, રાજ્ય માહિતી કમિશનર
ઑર્ડર વાંચવા/ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
 
 
 
 
 
No comments:
Post a Comment