દસ્તાવેજ સમયસર રજૂ ન થાય તો શું થાય? રાજસ્થાન હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
તાજેતરમાં રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે આ રીતે જણાવે છે:
જો કોઈ વ્યક્તિ કોઈ દાવો (કેસ) દાખલ કરે છે અને તે દાવા સંબંધિત દસ્તાવેજો તેના જ જાણમાં હોય છતાં તે તેને સમયસર રજૂ ન કરે, તો પછી લાંબા સમય પછી એવું દસ્તાવેજ લાવવાની અરજી ન્યાયાલય ફગાવી શકે છે.
મામલાનું પૃષ્ઠભૂમિ:
વર્ષ 2011માં એક દાવો દાખલ થયો હતો જેમાં વિવાદિત જમીન જાહેર ઉપયોગ માટે હોવા છતાં વેચાઈ ગઈ હોવાનો આરોપ હતો.
દાવા સાથે દસ્તાવેજની ફોટોકોપી તો આપવામાં આવી હતી, પણ પ્રમાણિત નકલ 13 વર્ષ પછી એટલે કે 2024માં રજૂ કરવાની અરજી કરવામાં આવી.
ટ્રાયલ કોર્ટે આ અરજી ફગાવી દીધી.
વાદીએ હાઈકોર્ટમાં અરજી કરી, પણ હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો માન્યો.
કોર્ટનું સ્પષ્ટ અવલોકન:
1. દસ્તાવેજ પહેલા થી જ વાદીની જાણમાં હતો.
2. 13 વર્ષ સુધી કોઈ પ્રયાસ ન કરવો એ ગંભીર બાબત છે.
3. વિલંબ માટે યોગ્ય કારણ રજૂ થયું નહીં.
4. માત્ર એટલાથી કે “હવે પુરાવાના તબ્બકે છે,” એટલું પૂરતું કારણ ન બને.
કોઈપણ દસ્તાવેજ જે દાવા માટે જરૂરી હોય, તેને સમયસર અને યોગ્ય રીતે રજૂ કરવો ખૂબ જ જરૂરી છે.
લાપરવાહી અથવા વિલંબથી દસ્તાવેજો રજૂ કરવા જતા ન્યાયપાલિકાથી રાહત મળવી મુશ્કેલ બની શકે છે.
ન્યાય માટે માત્ર દાવો પૂરતો નથી, પુરાવા સમયસર અને યોગ્ય રીતે રજૂ કરવા પણ તત્પરતા હોવી જોઈએ.
ઑર્ડર વાંચવા/ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment