કુલમુખત્યારનામા વિવાદ: વેચાણને રદ્દ કરવા માટે કઈ કાયદાકીય પ્રક્રિયા અપનાવવી?
મિલ્કત ની ખરીદ કરતી વખતે ખૂબ કાળજી અને ચોક્સાઈ માંગે છે. આ અગત્યનો નિર્ણય લેતા ખરીદ કરવી એ કાળજી અને સમયે થોડી ગફલત કે ભૂલ ખૂબ જ મોટી મુશ્કેલી સર્જે છે. વ્યક્તિની ઘણીમોટી રકમ ખોટી રીતે ફસાઈ જાય છે. અને જીવનનો કિંમતી સમય વેડફાય જાય છે. વ્યક્તિ કોર્ટ તથા કાનૂની કાર્યવાહીના બિનજરૂરી
શા માટે કુલમુખત્યારનામાને પડકારવું જરૂરી છે?
જો વેચાણ કુલમુખત્યારનામા (પાવર ઓફ એટર્ની) ના આધારે થયું હોય અને વાંધાજનક હોય, તો કાયદાકીય રીતે વેચાણ રદ્દ કરાવવા માટે, પહેલા તે કુલમુખત્યારનામાને અમાન્ય (Invalida) સાબિત કરવું પડશે.
કોઈ પણ દસ્તાવેજની માન્યતા વિવાદગ્રસ્ત હોય, તો તે દસ્તાવેજની મૂળભૂત આધારશીલા (Power of Attorney)ને અયોગ્ય સાબિત કરવું જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટના પટેલ ડાહ્યાભાઈ નરસિંહભાઈના વારસો વિ. ઈશ્વરભાઈ નરસિંહભાઈ પટેલ (સિવિલ એપ્લિકેશન નં. 1/2016, તા. 03-10-2018) કેસમાં આ જ સિદ્ધાંત પ્રસ્થાપિત થયો છે.
ચક્કરમાં પડી જાય છે.જયારે પણ મિલકતના ખરીદ-વેચાણ કે અન્ય પ્રકારે વ્યવહાર કરવામાં આવે ત્યારે તેના માલિકી હક્ક તથા અન્ય કાયદાકીય પ્રતિબંધતા કે રુકાવટને ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. જો મિલકત ખરીદ-વેચાણ સમયે ટેફનિકલ કારણોસર મુશ્કેલી ઊભી થાય ત્યારે પક્ષકારોની ઘણી મોટી મૂડી જોખમમાં મુકાઈ જાય છે. આથી મિલકતનાં વેચાણ વ્યવહાર બાબત ખરીદનાર અને વેચનારને વેચાણ દસ્તાવેજ અંગેની કાયદાકીય જોગવાઈઓ પરત્વે જાણકારી, માહિતી હોવી આજના સમયમાં ખૂબ જ જરૂરી થઈ પડેલ છે. મિલકતની તબદીલી વખતે તેમજ મિલકતના વેચાણ દસ્તાવેજ કરતા પહેલા પક્ષકારોએ તે વિશેના કાયદાઓ વિશે પણ જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.
ઘણાં કિસ્સાઓમાં પક્ષકારો પોતાની માલિકીની જમીન/ મિલકતો વેચાણ /તબદીલ કરવા સબ-રજિસ્ટ્રાર કચેરી સમક્ષ જાતે પોતે હાજર રહી શકે તેમ ન હોય, ત્યારે તેવા સંજોગોમાં મિલકતના માલિક દ્વારા પોતાના વતી તેવી મિલકત તબદીલ કરવા અંગેની કાર્યવાહી માટે પોતાના કુલમુખત્યારની નિમણૂક કરી તેવી કાર્યવાહી પૂર્ણ કરવા માટે કુલમુખત્યારનામાના લેખ યાને પાવર ઓફ એટર્નીનો લેખ બનાવતા હોય છે. અને પાવર ઓફ એટર્ની આધારે મિલકતોના રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહી પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા પૂર્ણ થતી હોય છે. પરંતુ આજના સમયમાં આ રીતે પાવર ઓફ એટર્ની આધારે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓમાં તકરારો ઉપસ્થિત થવાના કિસ્સાઓ વધવા માંડયા છે.
પરંતુ વિવાદના અને દાવાદુવીઓના કિસ્સામાં જ્યારે કોઈ પક્ષકાર દ્વારા કુલમુખત્યારનામા આધારે થયેલ વેચાણ દસ્તાવેજને પડકારવામાં આવે ત્યારે તેવા દાવાના કામે વાદીએ કુલમુખત્યારનામાને આધારે થયેલ વેચાણને પડકારવા માટે કુલમુખત્યારનામાને પણ પડકારવું પડે. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પટેલ ડાહ્યાભાઈ નરસિંહભાઈના વારસો વિરુદ્ધ ઈશ્વરભાઈ નરસિંહભાઈ પટેલ, અપીલ ફ્રોમ ઓર્ડર નં. : ૩૩૫/૨૦૧૬; સિવિલ એપ્લિકેશન નં.: ૧/૨૦૧૬ ના કામે તા.૦૩-૧૦-૨૦૧૮ ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
આ કેસમાં કુલમુખત્યારનામું પ્રતિવાદી નં.૧૦ ને દાવાવાળી જમીન ઉપરથી આરક્ષણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવાના મર્યાદિત હેતુથી આપવામાં આવ્યું હતું. જો કે, વાદીઓ દ્વારા આપવામાં આવેલ કુલમુખત્યારનામું વેચાણ, તબદીલી અને એવા તમામ કાર્યો કરવા માટે આપવામાં આવ્યું હતું, કે જે દાવાવાળી જમીન માટે તે દિશામાં હાથ ધરવા જરૂરી હોય.
વેચાણ દસ્તાવેજ પ્રતિવાદી નં. ૬ થી ૯ ની તરફેણમાં વર્ષ ૨૦૦૮માં કરવામાં આવ્યો હતો અને દાવો વર્ષ ૨૦૧૩માં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, વાદીઓનો દાવો એ હતો કે, તેઓને વેચાણ દસ્તાવેજ અંગેની જાણ ત્યારે થઈ હતી. કે જયારે તેઓને વેચા આધારે મહેસૂલી નોંધ પાડવા માટે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૧૩૫ડી હેઠળ નોટિસ બજવવામાં આવી હતી, તેમ છતાં એ બાબતને અવગણી શકાઈ ન હોત કે, વેચાણ દસ્તાવેજ કરાયા બાદ અને દાવો દાખલ થતાં પહેલાં ૫ વર્ષો વીતી ચૂક્યા હતાં અને તે દરમિયાનના સમયગાળામાં પતિવાદી નં. ૬ થી ૯ નાંએ દાવાવાળી જમીનના વિકાસ તરફ પગલાં લીધા છે. વાદીઓ દાવાવાળી જમીનમાં અડધા હિસ્સાની માગણી કરે છે. પરંતુ, પ્રતિવાદી નં. ૧ થી ૫, કે જેઓ દાવાવાળી જમીનના સહમાલિકો હોવાનું કહેવાય છે, તેઓને વેચાણ દસ્તાવેજ વિરુદ્ધ કોઈ નારાજગી નથી. કુલમુખત્યારનામું વાદીઓના પિતા અને માતા, વાદીઓ તેમજ સાથે સાથે પ્રતિવાદી નં. ૧ થી ૫ દ્વારા સંયુક્ત રીતે કરી આપવામાં આવ્યું હતું. જો કે, પ્રતિવાદી નં. ૧ થી ૫ નાંએ ન તો કુલમુખત્યારનામાની વિરુદ્ધ, કે ન તો વેચાણ દસ્તાવેજની વિરુદ્ધ કોઈ નારાજગી વ્યક્ત કરી છે. વાદીઓએ પ્રતિવાદી નં. ૧ થી ૫ અને પ્રતિવાદી નં. ૬ થી ૯ ની વચ્ચે મેળાપીપણાંનો આક્ષેપ કર્યો [છે. પરંતુ તે બાબતની આ તબક્કે દાવો પડતર રાખીને સમન્યાયરૂપી દાદની મંજૂરીને સંબંધિત પ્રશ્નનો નિર્ણય કરતી વખતે વિચારણા થઈ શકી ન હોત.
ઉપરોક્ત કેસ ઉપરથી ફલિત થાય છે કે, પાવર ઓફ એટર્ની આધારે મિલકતોના રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહી પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા પૂર્ણ થતી હોય છે. પરંતુ આજના સમયમાં આ રીતે પાવર ઓફ એટર્ની આધારે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓમાં તકરારો ઉપસ્થિત થવાના કિસ્સાઓ વધવા માંડયા છે. આવા વિવાદના અને દાવાદુવીઓના કિસ્સામાં જયારે કોઈ પક્ષકાર દ્વારા કુલમુખત્યારનામા આધારે થયેલ વેચાણ દસ્તાવેજને પડકારવામાં આવે ત્યારે તેવા દાવાના કામે વાદીએ કુલમુખત્યારનામાને આધારે થયેલ વેચાણને પડકારવા માટે કુલમુખત્યારનામાને પણ પડકારવું પડે.કુલમુખત્યારનામા આધારે થયેલ વેચાણને પડકારવા માટે, કુલમુખત્યારનામાને પણ કોર્ટમાં પડકારવું અનિવાર્ય છે. આ કાયદાકીય સિદ્ધાંત ગુજરાત હાઈકોર્ટના નિર્ણયો દ્વારા પણ સાબિત થયો છે. જો કોઈ વ્યક્તિ પોતાની મિલકત ગુમાવવાના ભયમાં હોય અથવા વેચાણની કાયદેસરતા પર શંકા હોય, તો તરત જ કાયદાકીય સલાહ લેવી અને યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
No comments:
Post a Comment