ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સની નવી પહેલ:"ઇ-ગ્રામ કેન્દ્રો મારફત મહેસૂલ અને સામાજિક સેવાઓ સુલભ!" - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

1.29.2025

ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સની નવી પહેલ:"ઇ-ગ્રામ કેન્દ્રો મારફત મહેસૂલ અને સામાજિક સેવાઓ સુલભ!"

 "ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સની નવી પહેલ:"ઇ-ગ્રામ કેન્દ્રો મારફત મહેસૂલ અને સામાજિક સેવાઓ સુલભ!"



ગુજરાત સરકાર દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રો મારફત નાગરિક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગર, ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ – ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે નાગરિકોને વધુ સરળ અને ઝડપી સેવાઓ આપવા ઈ-ગ્રામ કેન્દ્રો મારફત વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે.

આ નવી વ્યવસ્થાથી મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગની અનેક નાગરિકલક્ષી સેવાઓ ઈ-ગ્રામ વિલેજ વિઝન સોસાયટી દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે.

મહેસૂલ વિભાગની મુખ્ય સેવાઓ

1. વારસાઈ પ્રમાણપત્ર

2. સોલ્વન્સી પ્રમાણપત્ર (દારપણ દાખલો)

3. અધિનિવાસ પ્રમાણપત્ર

4. દૂકાનના વેચાણ માટે હંગામી પરવાનો

5. ચાર્જશીટ પ્રમાણપત્ર

6. લેન્ડ રેવન્યુ કોડ કલમ-73 હેઠળ મંજૂરી

7. સરકારી જમીન માટેની માંગણી

8. દૂકાન વેચાણ માટેનો પરવાનો

9. ટેમ્પરેરી વેંડર લાયસન્સ

10. લેન્ડ રેવન્યુ કોડ કલમ-65 હેઠળ મંજૂરી (અજ્ઞાત ખેડૂત)

11. રાહત દરે ફાળવેલ પ્લોટ માટે લોન માટે ના-વાંધા પ્રમાણપત્ર

12. ખેતી માટે જમીન એકીકૃત કરવા માટેની મંજૂરી

13. માલિકી હસ્તાંતરણ માટે પરવાનો

14. પેટ્રોલિયમ પેદાશોના પરવાના

15. સહકારી મંડળીની જમીન માટેની માંગણી

સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગની સેવાઓ

1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર

2. નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર

3. આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર

4. નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે સહાય

5. ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના

6. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

ફી અને પ્રોસેસ:

આ તમામ સેવાઓ માટે દર અરજી માટે રૂ. ૨૦/- વસૂલવામાં આવશે. જેમાંથી ગ્રામ કમ્પ્યુટર સાહસક (VCE) માટે રૂ. ૧૬/- અને સંબંધિત ગ્રામ પંચાયતને રૂ. ૪/- મળશે.

સરકારની જાહેરાત:

ગુજરાત સરકારનું માનવું છે કે આ નવી સિસ્ટમથી નાગરિકો સરળતાથી પોતાને જરૂરી પ્રમાણપત્રો અને પરવાણા મેળવી શકશે. આ પગલાં ડિજિટલ ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સ તરફ રાજ્યના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

આ ઠરાવ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો હવે ઈ-ગ્રામ કેન્દ્રો

 મારફત આ સેવાઓ માટે અરજી કરી શકશે અને પારદર્શી પ્રક્રિયા દ્વારા તે મેળવી શકશે.

For notification clik here 


No comments:

Post a Comment

Featured post

જૂજ સભ્યો રિડેવેલોપમેન્ટ અટકાવી શકે નહીં : બોમ્બે હાઇકોર્ટ

જૂજ સભ્યો રિડેવેલોપમેન્ટ અટકાવી શકે નહીં : બોમ્બે હાઇકોર્ટ. અંધેરીમાં 84માંથી 7 સભ્યો દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. 2 સપ્તાહમાં ફ્લેટ ...