વ્યક્તિગત લાભનો પુરાવો નહિ હોવાથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટ્રારને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્તિ આપી. - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

1.28.2025

વ્યક્તિગત લાભનો પુરાવો નહિ હોવાથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટ્રારને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્તિ આપી.

 વ્યક્તિગત લાભનો પુરાવો નહિ હોવાથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટ્રારને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્તિ આપી.



મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.સેશસાયે દ્વારા તા. 18 ડિસેમ્બર, 2024ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદામાં, એક જિલ્લા રાજિસ્ટ્રાર વિરુદ્ધ થયેલા કેસને રદ કરી દીધો. આ કેસ 2017માં શુરૂ થયો હતો, જેમાં અરજદાર ઉપર જમિનાના નોંધણી સંબંધિત કાવતરાની આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.

આ કેસ 2005માં ઉલ્લગારમ ગામની જમીનની નોંધણી સાથે જોડાયેલો હતો. અરજદાર એ સમયે અલેન્ડુરના જિલ્લા રાજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા અને અન્ય સહઆરોપી સાથે મળીને ગેરકાયદેસર રીતે ગ્રામનાથમ તરીકે દર્શાવેલી જમીનની નોંધણી કરાવવા કાવતરું રચ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિજિલન્સ વિભાગે 2017માં આ કેસ દાખલ કર્યો હતો.

ન્યાયાધીશના અવલોકન

ન્યાયમૂર્તિ એન.સેશસાયેે નોંધ્યું કે તપાસકર્તાઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં તેવું કશું સ્પષ્ટ થતું નથી કે અરજદારે કોઇ નાણાકીય લાભ મેળવ્યો હતો કે આરોપસર કાવતરું રચ્યું હતું. વિજિલન્સ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અપૂરતા પુરાવાઓ ઉપર આધાર રાખે છે. ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું કે નોંધણી અધિકારીનો મુખ્ય દાયિત્વ માત્ર દસ્તાવેજોની નોંધણી માટે મર્યાદિત છે અને તે નાગરિક કોર્ટ તરીકે કામ કરવા માટે જવાબદાર નથી.

અંતિમ ચુકાદો

ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, કેસના મુદાઓ ગંભીર નથી અને અરજદારને ટ્રાયલમાં સામેલ કરવું માનવાધિકારનો ભંગ સમાન છે. ટ્રાયલ કોર્ટે પર્યાપ્ત ચકાસણી વગર જ અરજદારને કેસમાં સામેલ કરવાનું કહ્યુ હતું.

હાઇકોર્ટ દ્વારા અરજદાર વિરુદ્ધના કેસને રદ કરી દેવામાં આવ્યો છે અને તેનાથી સંબંધિત તમામ અરજીઓ બંધ કરવામાં આવી છે.

આ નિર્ણય રાજ્યના પ્રશાસન અને નોંધણી વિભાગના અધિકારીઓ માટે મહત્વપૂર્ણ સંદેશ છે કે ગુનો પુરાવા વિના દાખલ ન કરવો જોઈએ.

ચુકાદાની નકલ માટે અહી ક્લિક કરો 


No comments:

Post a Comment

Featured post

45 વર્ષ જૂની પાલડી સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટે મંજૂરી આપી.

 45 વર્ષ જૂની પાલડી સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટે મંજૂરી આપી. કોર્ટે રિડેવલપમેન્ટ પ્રક્રિયાના અમલીકરણમાં પારદર્શિતાના અભાવને ટાંકીને મા...