ભારતીય કાયદા અનુસાર, સામાન્ય પરિસ્થિતિઓમાં માતા-પિતાને તેમના બાળકોની સંપત્તિ પર દાવા કરવાનો અધિકાર હોતો નથી. કેટલીક વિશેષ સ્થિતિઓ હોય છે, જેમાં માતા-પિતા બાળકોની સંપત્તિ પર દાવો કરી શકે છે. તે
માતા-પિતાની સંપત્તિ પર તો બાળકોના અધિકાર વિશે તમે ઘણું બધુ જાણતા હશો, પર બાળકોની સપંત્તિ પર માતા-પિતાના અધિકરા વિશે ખબર છે. શું માતા-પિતા તેમના બાળકોની સંપત્તિ પર દાવો કરી શકે છે. ભારતીય ઉત્તરાધિકાર કાયદાના હિસાબથી એવી કઈ સ્થિતિઓ છે, જેમાં માતા-પિતા પણ બાળકોની સંપત્તિ પર પોતાનો દાવો કરી શકે છે. આવો વિગતમાં જાણીએ.
ભારતીય કાયદા અનુસાર, સામાન્ય પરિસ્થિતિઓમાં માતા-પિતાને તેમના બાળકોની સંપત્તિ પર દાવા કરવાનો અધિકાર હોતો નથી. કેટલીક વિશેષ સ્થિતિઓ હોય છે, જેમાં માતા-પિતા બાળકોની સંપત્તિ પર દાવો કરી શકે છે. તેને લઈને સરકારે હિન્દુ ઉત્તરાધિકાર નિયમ 2005માં સુધારો કર્યો છે. આ અધિનિયમની કલમ 8માં બાળકોની સંપત્તિ પર માતા-પિતાના આધિકારોને પરિભાષિત કરવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ક્યારે માતા-પિતા તેમના બાળકોની સંપત્તિ પર દાવો કરી શકે છે.
ક્યારે મળે છે માતા-પિતાને અધિકાર- હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ જો દુર્ઘટના કે કોઈ બીમારીના કારણે બાળકની મોત થઈ જાય છે અથવા તે પુખ્ત અને અપરિણીત હોવાની સ્થિતિમાં વસિયત કર્યા વગર તેની મોત થઈ જાય છે, તો આવા કિસ્સામાં માતા-પિતા તેમના બાળકોની સંપત્તિ પર દાવો કરી શકે છે. અહીં એક વાત સમજવી પડશે કે, મા-બાપને આવી સ્થિતિમાં બાળકોની સંપત્તિ પર પૂરી રીતે અધિકાર મળતો નથી, પરંતુ માતા-પિતા બંનેના અલગ-અલગ અધિકાર હશે.
પ્રથમ વારસદાર માતા અને બીજા નંબરે પિતા- આ કાયદો જણાવે છે કે, બાળકોની સંપત્તિ માટે માતા પ્રથમ હકદાર હોય છે. અધિકારનો દાવો કરતા સમયે માતાને તેની પહેલી વારસદાર માનવામાં આવે છે. જ્યારે પિતાને બીજા નંબરના વારસદાર માનવામાં આવશે. જો પહેલા વારસદારમાં માતા નથી, ત્યારે પિતાને તે સંપત્તિ પર કબજો કરવાનો અધિકાર મળે છે. એવું એટલા માટે કારણ કે, ઉત્તરાધિકારીના રૂપમાં દાવા કરનારા લોકોની સંખ્યા વધારે હોઈ શકે છે. એવું થાય તો પિતાની સાથે અન્ય વારસદારને પણ બરાબરનો હિસ્સેદાર માનવામાં આવશે.
પુત્ર અને પુત્રી માટે અળગ જોગવાઈ- હિન્દુ ઉત્તરાધિકાર કાયદો કહે છે કે, બાળકોની સંપત્તિ પર તેના માતા-પિતાના અધિકાર બાળકો પર નિર્ભર કરે છે. જો તે પુત્ર છે, તો કાયદાનું પાલન બીજી રીતે થશે અને પુત્રી છે તો પણ બીજી રીતે. જો બાળક પુરુષ છે, તો તેની સંપત્તિની પહેલી વારસદાર માતા અને બીજા નંબરે પિતાને ગણવામાં આવશે. મા નથી તો પિતા અને અન્ય વારસદારોમાં વિભાજન કરવામાં આવશે. જો દીકરો લગ્ન કર્યા પછી મૃત્યુ પામે છે અને તેણે વસિયત લખી નથી, તો તેની પત્નીને મિલકત પર હક મળશે. એટલે કે તેની પત્ની પ્રથમ વારસદાર ગણાશે. જો દીકરી હશે તો મિલકત પહેલા તેના બાળકોને અને પછી તેના પતિને આપવામાં આવશે. જો સંતાન ન હોય તો આગળનું પગલું પતિ અને અંતે તેના માતા-પિતા દ્વારા લેવામાં આવશે. આનો અર્થ એ છે કે પુત્રીના કિસ્સામાં, માતાપિતાને આખરે મિલકતનો દાવો કરવાનો અધિકાર મળશે.
THE HINDU SUCCESSION ACT, 1956
hindu succession (amendment) act, 2005
No comments:
Post a Comment