કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

1.22.2025

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ


કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ.

GST on Renting

CBIC Excludes GST on Renting of Immovable Property under RCM: કોમ્પોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ નાના વેપારીઓ અને ધંધાર્થીઓને મોટી રાહત આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે 18 ટકા જીએસટી માફ કરવાની જાહેરાત કરી છે. સીબીઆઈસીની નવી નોટિફિકેશન અનુસાર, કોમ્પોઝિશન એટલે લમસમ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓ દ્વારા રજિસ્ટ્રેશન ન ધરાવતા મિલકત માલિકો પાસેથી ભાડે લેવાતી મિલકત પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ લાગુ 18 ટકા જીએસટી ચૂકવવો પડશે નહીં.

ટેક્સનું ભારણ ઘટશે 

રિવર્સ ચાર્જ મિકેનિઝમ એ નોન રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા રજિસ્ટર્ડ વેપારીને ભાડે અપાતી સંપત્તિ પર વસૂલવામાં આવતો ટેક્સ છે. જેમાં કોમ્પોઝિશિન સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓએ રિવર્સ ચાર્જ હેઠળ 18 ટકા જીએસટી ચૂકવવો પડે છે. તેમજ તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ મળતો નથી. પરિણામે તેમના પર ટેક્સનું ભારણ વધી જાય છે. નવી નોટિફિકેશનથી આ ટેક્સનું ભારણ ઘટશે.

નાના કરદાતાઓને થશે લાભ

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં જીએસટી કરદાતાઓ પોતાના ટર્નઓવરના ફિક્સ રેટ પર કોઈપણ પ્રકારની જીએસટી પ્રક્રિયાઓને અનુસર્યા વિના ટેક્સની ચૂકવણી કરે છે. કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનારા વેપારી સર્વિસ પ્રોવાઈડર હોય તો તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 50 લાખ અને ટ્રેડર કે મેન્યુફેક્ચરર હોય તો તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.50 કરોડથી ઓછી રકમનું હોવું જરૂરી છે. જો કે, તેઓને જીએસટીની ચૂકવણી પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. પરિણામે કાર્યકારી મૂડીનો બોજો વધી જાય છે. આ ભારણને દૂર કરતાં સીબીઆઈસીએ 18 ટકા જીએસટી માફ કરવાનો નિર્ણય લીધો છે. 

નાના વેપારીઓની હાલાકી દૂર થશે

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર, 2024માં લાગુ નવા નિયંત્રણો હેઠળ કોમ્પોઝિશન સ્કીમ સાથે જોડાયેલા અને લીઝ પર મિલકત લેનારાઓ ખાસ કરીને રેસ્ટોરાંના બિઝનેસ સાથે સંકળાયેલાં નાના વેપારીઓની હાલાકી વધી હતી, કારણકે તેમના પર 18 ટકા જીએસટીનો બોજો રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. વધુમાં તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળતી નહોતી. આ બોજો દૂર કરવા સીબીઆઈસીએ 16 જાન્યુઆરીએ એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું હતું કે, ‘કોમ્પોઝિશન સ્કીમ હેઠળ ડીલર અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી ભાડાંની જગ્યા લે તો તેવા સંજોગોમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઈ હેઠળ 18 ટકાના દરે જીએસટી જમા કરાવવો ન પડે તે માટે ઓક્ટોબર 2024માં દાખલ કરેલી જોગવાઈ રદ કરી દેવામાં આવી છે. જેથી કોમ્પોઝિશનનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ દુકાન, ઓફિસ, ગોદામ કે વેરહાઉસ સહિતની કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે લે તો તેમણે હવે 18 ટકા જીએસટી જમા કરાવવો પડશે નહીં.’

Notification-1 

Notification -2

Notification -3

Notification -4

No comments:

Post a Comment

Featured post

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ. CBIC Excludes GST on Renting of Immovable Property under R...