પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
શું કાયદામાં ક્યાંય એવું લખ્યું છે કે પિતાની તમામ મિલકત પર માત્ર દિકરાનો જ હક છે અને દીકરી નહીં? આજે અમે આપને જણાવીશું કે પિતાની મિલકતને લઈને કાયદામાં શું જણાવવામાં આવ્યું છે.
આપણા સમાજમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે કે પિતાની તમામ મિલકત (પ્રોપર્ટી) પર હક માત્ર દીકરાનો જ હોય છે, દીકરીનો નહીં. આજના સમયમાં પણ આ પરંપરાનું જ પાલન કરવામાં આવી રહ્યું છે. પિતાની તમામ મિલકત દીકરાની પાસે જાય છે. જ્યારે દીકરીઓને મિલકત મળતી નથી.
પરંતુ શું કાયદામાં ક્યાંય એવું લખ્યું છે કે પિતાની તમામ મિલકત પર માત્ર દીકરાનો જ હક છે અને દીકરીનો નહીં? આજે અમે આપને જણાવીશું કે પિતાની મિલકતને લઈને કાયદામાં શું જણાવવામાં આવ્યું છે. શું દીકરી પણ તેના પિતાની મિલકતમાં હકદાર છે?
પિતાની મિલકત પર દીકરીનો કેટલો હક?
ભારતીય કાયદા અનુસાર, દીકરી પણ તેના પિતાની મિલકતની હકદાર હોય છે. ભારતીય બંધારણના હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005 મુજબ, દીકરીનો પણ તેના પિતાની મિલકત પર એટલો જ હક હોય છે, જેટલો એક દીકરાનો હોય છે. દીકરી કુંવારી હોય તો પણ પિતાની મિલકતમાં સમાન હિસ્સા (ભાગ)નો દાવો કરી શકે છે. આ સિવાય જો દીકરીના લગ્ન થઈ ગયા છે તો પણ તે પિતાની મિલકતમાં સમાન હિસ્સા (ભાગ) માટે દાવો કરી શકે છે.
આમ તો પિતાની મિલકતમાં દીકરીનો એટલો જ હક હોય છે, જેટલો દીકરાનો હોય છે, પરંતુ એક સ્થિતિ એવી પણ હોય છે, જેમાં દીકરી તેના પિતાની મિલકતમાં પોતાનો ભાગ માંગી શકતી નથી. કાયદા અનુસાર, જો કોઈ પિતા મૃત્યુ પહેલાં તેમની વસિયતમાં માત્ર તેમના દીકરાનું નામ જ લખે છે, દીકરીનું નહીં, તો આવી સ્થિતિમાં દીકરી પિતાની મિલકતમાં ભાગ માંગી શકતી નથી.
No comments:
Post a Comment