11.02.2023

સગીરનો હિસ્સો માત્ર જરૂરિયાતના અથવા દેખીના ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં વેચાણ પરવાનગી મંજૂર થવી જોઈએ



જ્યારે કોઈ સ્થાવર મિલકતમાં સગીરનું હિત- હિસ્સો સમાયેલો હોય તો તેવા સંજોગોમાં સગીરના હિતની તબદીલીના લખાણો કરતા અગાઉ સક્ષમ કોર્ટની પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી છે તેમ છતાં જો કોઈ સ્થાવર મિલકતમાં કોઈ સગીરનો વણવહેંચાયેલો હિસ્સો સમાયેલો હોય અને તેવી મિલકતનું સગીરના કુદરતી વાલી અથવા અન્ય કોઈ દ્વારા તેવા સગીરનું હિત સમાવિષ્ટ હોય તેવી સ્થાવર મિલકતનું વેચાણ કોઈપણ જાતની વાજબી જરૂરિયાત વિના કે સગીરનું હિત જોખમમાં મુકાય તે રીતે અને તેવા વેચાણ વ્યવહાર અંગે સક્ષમ કોર્ટ કનેથી સગીર વતી પરવાનગી મેળવ્યા વિના કરી દેવામાં આવે તો તેવું વેચાણ મૂળથી જ નલ એન્ડ વોઇડ રહે છે. અને તેવું વેચાણ સગીરને બંધનકર્તા રહેતું નથી. જેથી આવા દરેક કિસ્સામાં ભવિષ્યમાં તકરારો- દાવાદુવીના પ્રકરણો ઉપસ્થિત થવાની શક્યતાઓ- સંભાવનાઓ રહેલી હોય છે.


તેમજ જ્યારે સગીરના હિસ્સાનું વેચાણ કરવા સંબંધી પરવાનગી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા હિન્દુસગીરત્વ અને વાલીપણા અધિનિયમની જોગવાઈઓ તથા તેવી અરજીના અનુરૂપ તથ્યો આધારિત દરેક પ્રકારના પાસાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવામાં આવે છે અને સગીરના હિતેચ્છુ એવા તમામ સંબંધિત પક્ષકારો કે જેઓ સગીરો અને તેમની મિલકતને સંબંધિત હકીકતોની જાણકારી ધરાવતા હોય તેને સાંભળશે અને તમામ હકીકતો જાણી અને નામદાર કોર્ટને જો સ્થાવર મિલક્તમાં રહેલ સગીરના હિતનું વેચાણ કરવું એ માત્ર સગીરની જરૂરિયાતના અથવા સગીરના દેખીતા ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં તેવી પરવાનગી મંજૂર કરશે

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...