2.16.2024

જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટનું કાયદાકીય સ્થાન અને જવાબદેહી


 લોકાભિમુખ માર્ગદર્શન- એચ.એસ. પટેલ IAS (નિ.)

- પ્રવર્તમાન સમયમાં જીલ્લા કલેક્ટરની કામગીરીમાં બદલાવ

કલેક્ટરનો હોદ્દો સામાન્ય જનમાસમાં પ્રચલિત છે શરૂઆતમાં ઈસ્ટ ઈન્ડીયાના સમયગાળામાં અને બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન જીલ્લા પરગણામાં અગત્યના હોદ્દા તરીકેનું સર્જન ૧૭૬૧માં પ્લાસીના યુધ્ધ ૧૭૫૭ બાદ અંગ્રેજ વ્યવસ્થા સુદૃઢ કરવાના ભાગરૂપે અને સૌ પ્રથમ બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાન્તની દિવાની (Right to Collect Revenue) વસુલ કરવાના હક્ક મેળવ્યા. મુંબઈ પ્રાન્તમાં (હાલના ગુજરાત સહિત) જમીન મહેસુલ કાયદો ૧૮૭૯ ઘડવામાં આવ્યો અને જમીનના વ્યવસ્થાપન અંગેનો સર્વગ્રાહી કાયદો થોડાઘણા ફેરફારો સાથે આજે પણ વિદ્યમાન છે. અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ ઈન્ડીયન પેનલ કોડ (હાલ ન્યાય સંહિતા) જમીન મહેસુલ અધિનિયમ, પુરાવા અધિનિયમ (હાલ સાક્ષ અધિનિયમ) નિયમનકારી (Regulating) કાયદાઓ છે. અને તેમાં કરેલ જોગવાઈઓ અર્થઘટનની દ્રષ્ટિએ ખુબ જ સ્પષ્ટ છે. (Unambiguous –  અસંદિગ્તતા સિવાય) જમીન મહેસુલ કાયદામાં જ કલેક્ટરની નિમણુક કરવાની જોગવાઈ છે અને અન્ય મહેસુલી અધિકારીઓ એની નિમણુકની જોગવાઈ અને તેઓની ફરજો અને જવાબદારી સ્પષ્ટ કરવામાં આવી છે જીલ્લા કલેક્ટરને રાજ્યનો જીલ્લા કક્ષાએ પ્રતિનિધી ગણવામાં આવે છે. He is Eyes and Ears of Govt. (સરકારના આંખ અને કાન) જમીન મહેસુલ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે રાજ્યના મુખ્ય આવકના સાધન તરીકે જમીન મહેસુલ ઉઘરાવવાના અને જમીનનું નિયમન, રક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. સાથોસાથ કાયદો અને વ્યવસ્થાના નિયમન ભાગરૂપે ક્રિમીનલ પ્રોસીઝર કોડની (હાલ નાગરિક ન્યાય સંહિતા અધિનિયમ) કલમ-૨૦ની જોગવાઈ મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટની નિમણુંક કરવામાં આવે છે અને જુદાજુદા મેજીસ્ટ્રીયલ કાયદાની જોગવાઈ મુજબ કામગીરી કરે છે. તેઓને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે ગણવામાં આવે છે. ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં જીલ્લા મેજીસ્ટ્રેટના તાબાના - અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ (ADM) સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે જીલ્લા, પેટા પ્રાન્ત અને તાલુકા કક્ષાએ ફરજો બજાવે છે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેેટ આમ જમીન મહેસુલ અધિનિયમ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની જોગવાઈ હેઠળ કાયદાકીય સત્તા ધરાવતા અધિકારી તરીકે ફરજો બજાવે છે

જાહેર જનતા અને વિશાળ જન સમુદાયમાં આ હોદ્દાઓની અગત્યતા એટલા માટે છે કે, જમીન મહેસુલ કાયદાઓનું અને ક્રિમીનલ પ્રોસીઝર હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવી અને નિયમન કરવા માટે રાજ્ય સરકારે સત્તાઓ અનામત રાખી હોય તે સિવાય કાયદાકીય જોગવાઈઓ સાથે સત્તાઓ સ્પષ્ટ કરવામાં આવી છે કે તેના કારણે જનતાએ તેઓના પ્રશ્નો અંગે સરકાર સુધી જવું ન પડે, સમયાંતરે જીલ્લા મેજીસ્ટ્રેટની કામગીરીમાં બદલાવ આવ્યો છે આઝાદી મળી અને બંધારણ અમલમાં આવ્યા બાદ અગાઉ કલેક્ટર - જીલ્લા મેજીસ્ટ્રેટ - જીલ્લા સેસન્સ જડજ તરીકે પણ ફરજો બજાવતા હતા. બંધારણમાં ન્યાયતંત્ર (Judiciary) અને કારોબારીને (Executives)અલગ કરવાના સિધ્ધાંતો અનુસાર જીલ્લા મેજીસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ મેજીસ્ટ્રેટની ફરજો બજાવતા હતા, તે સત્તાઓ ન્યાયતંત્રની કોર્ટો પાસે તબદીલ થઈ છે. પરંતુ નિયમનકારી કાયદાઓમાં જાહેર કાયદો અને વ્યવસ્થા જાહેર સુલેહશાંન્તિ જાળવવાના ભાગરૂપે આજે પણ સત્તાઓ છે અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ પ્રમાણે જીલ્લાનું પોલીસતંત્ર જીલ્લા મેજીસ્ટ્રેટના નિયંત્રણ હેઠળ છે. બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટના હોદ્દા ઉપર આઈ.સી.એસ (Indian Civil Service) અધિકારીઓ કે જેમની પસંદગી સ્પર્ધાત્મક પરિક્ષાઓના અધારે (Merit) ગુણવત્તાના આધારે પસંદગી થતી. (અગાઉ ઈગ્લેન્ડમાં પરિક્ષા લેવાતી. ત્યારબાદ Federal Public Service Commission) અને આઝાદી બાદ આઈ.સી.એસ.ની જગ્યાએ ભારતીય તત્વ જાળવવા સરદાર પટેલ દ્વારા ઈન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ (આઈ.એ.એસ.) શરૂ કરવામાં આવી અને તે કેડરના અધિકારીઓને જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવે છે. કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઘણી અર્ધન્યાયિક (quasi- Judicial) કાર્યવાહી કરવાની હોય છે. અમો જ્યારે કલેક્ટર રાજકોટ હતા ત્યારે રાજ્યના અને ભારત સરકારના જુદાજુદા કાયદાઓ હેઠળ ફરજ બજાવવાની છે. તેવા કુલ ૩૦૧ કાયદાઓ છે જેમાં જુદાજુદા સ્વરૂપે ફરજો બજાવવાની છે. કેટલા કાયદાઓ હેઠળ અપીલીય (Appellate) હકુમત ધરાવે છે તેની યાદી તૈયાર કરેલ હતી. જે તમામ જીલ્લાઓમાં સરકારને પરિપાત્રિત કરવામાં આવેલ. જીલ્લા કલેક્ટર હસ્તક લગભગ ૨૦૧ જેટલી જુદીજુદી સમિતિઓ છે અને સમયાંતરે ઉમેરાતી જાય છે. આ તમામ સમિતિઓ પૈકી જીલ્લા સંકલન અને ફરીયાદ સમિતિ (હાલ વધુ સ્વાગત) તેમજ કાયદો અને વ્યવસ્થા સમિતિ છે. 

પ્રવર્તમાન સમયમાં અને પંચાયતી રાજ અમલમાં આવતાં સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે જીલ્લા કક્ષાએ જીલ્લા પંચાયતના વહિવટી વડા તરીકે, આઈ.એ.એસ. કક્ષાના જીલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવે છે અને ગુજરાતમાં ૧૯૬૩થી પંચાયતી રાજ અમલમાં આવતાં અને ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો આવતાં અગાઉ જીલ્લા કલેક્ટર ફરજો બજાવતાં તે વિકાસલક્ષી કામગીરી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓનું અમલીકરણ થાય છે. વિકાસની પ્રક્રિયામાં જીલ્લા કક્ષાએ કલેક્ટર પણ જરૂરિયાત (Felt need) આધારિત કામગીરી કરે તે માટે જીલ્લા આયોજન મંડળ કાર્યરત છે અને તેના વાઈસ ચેરમેન તરીકે કલેક્ટર ફરજો બજાવે છે અને અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે ફરજો બજાવે છે. સાંપ્રત સમયમાં કલેક્ટરની ભુમિકા નિયમનકારીને બદલે લોકશાહી શાસન વ્યવસ્થામાં Facilitator તરીકે લોકાભિમુખ વહિવટ (Public Oriented Administration) પ્રસ્થાપિત કરવાની સાથે વિશ્વસનીયતા સાથે પ્રજાને જવાબદેહી (Accountability) સ્વરૂપે ફરજો બજાવવાની છે. જીલ્લા કક્ષાએ હાલ વિવિધ કામગીરીના ભારણના કારણે મુળ કામગીરીમાં જે સ્વરૂપે ધ્યાન અપાવવુ જોઈએ તે અપાતું નથી તેવી પ્રતિતિ થાય છે અને કલેક્ટર જીલ્લા કક્ષાએ રાજ્યના પ્રતિનિધી નિષ્પક્ષ સ્વરૂપે આ હોદ્દાની ગરિમાને જાળવવી ખુબ જ જરૂરી છે. એક સમયમાં સરદાર સાહેબ બ્રિટીશ કલેક્ટરની કામગીરીના વિરૂધ્ધમાં (જે તે સમયે બ્રિટીશ હિત જાળવવાનું હતું) હતા, તેજ સરદાર સાહેબે આઝાદી બાદ આઈ.એ.એસ. કેડર ઉભી કરી તેનું એકમાત્ર કારણ તટસ્થ, નિષ્પક્ષ, ભય અને પક્ષપાત સિવાય પ્રજાની કામગીરી કરવાની વિભાવના વ્યક્ત કરેલ તેને સાર્થક કરવા જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સરદાર સાહેબની વહિવટી કાર્યપધ્ધતિને અનુસરે તે જરૂરી છે.



No comments:

Post a Comment