ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરનાર સુરતના અરજદારને કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે લાલ આંખ કરીને અરજદારને દંડ ફટકાર્યો છે. અરજીની સુનાવણી પર હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર સુરતના ધંધાદારીઓમાં ભય ફેલાવી રહ્યો છે. તેણે કેમિકલ કંપની બંધ કરાવવા ખંડણી માંગી હતી. અરજદાર અગાઉ 45 લાખનો તોડ કરતા રંગે હાથે ઝડપાયો હતો.
જાહેરહિતની અરજી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી
સુરતના અરજદાર દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. અરજી કરનાર અરજદાર અજય ત્રિવેદીને કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર અજય ત્રિવેદી પોતાની અરજીના કૃત્યથી સુરતના ધંધાદારીઓમાં ભય ફેલાવી રહ્યાં છે. તેમણે કેમિકલની કંપની બંધ કરાવવાની ધમકી સાથે 45 લાખની ખંડણી માંગી હતી. સમગ્ર મુદ્દે પોલીસે તપાસ કરતા અરજદારને 45 લાખનો તોડ કરતા રંગે હાથે ઝડપ્યો હતો.
અરજદાર અજય ત્રિવેદીને 20 લાખનો દંડ ફટકાર્યો
અરજદાર અંગે હાઈકોર્ટમાં વિગતો રજૂ કરીને જાણ કરતા હાઈકોર્ટે અરજદાર અજય ત્રિવેદીને 20 લાખનો દંડ ફટકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં 2021માં અજય ત્રિવેદીએ એક પીઆઈએલ કરી હતી. જેમાં ખોટી રીતે બિલ્ડર અને સુરત શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારી સામે આક્ષેપ કરાયો હતો. હાઈકાર્ટે અરજદારને 20 લાખનો દંડ ફટકારી લાલ આંખ કરી હતી.
No comments:
Post a Comment