વસિયતનામા અંગે જરૂરી માર્ગદર્શન અને વ્યવહારુ મુદ્દાઓ.
વ્યક્તિના અવસાન બાદ તેની મિલકતની વહેંચણી જો તેણે તેના જીવનકાળ દરમિયાન બનાવેલ વસિયતનામાના આધારે થાય તો તેને 'ટેસ્ટામેન્ટરી સકસેશન' કહેવામાં આવે છે. આને લગતી જોગવાઈઓ "પી ઇન્ડિયન સકસેશન ઍકટ' અન્વયે કરવામાં આવી છે. વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વગર અવસાન પામે તો તેની મિલકતની વહેંચણી તેને લાગુ પડતા 'લૉ ઑફ ઇન્ટેસ્ટેટ સક્સેશન'ની જોગવાઈઓના આધારે નક્કી કરવાની રહે, આવા કેસમાં સામાન્ય રીતે હિંદુઓને 'હિંદુ સકસેશન ઍકટ' મુસ્લિમો માટે ‘મુસ્લિમ લૉ ઑફ ઇન્હેરિટન્સ' તથા પારસીઓ, ખ્રિસ્તીઓ વગેરેના કેસમાં *પી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ'ની જોગવાઈઓ લાગુ પડે.
વસિયતનામા વિશે કેટલાક પ્રાથમિક ખ્યાલ
કોઈ પણ પુખ્ત વયની તેમજ સ્વસ્થ મગજ ધરાવતી વ્યક્તિ પોતાની મિલકત સંબંધી વિલ યાને વસિયતનામું કરી શકે છે. વ્યક્તિ પોતાની તમામ સ્વ-ઉપાર્જિત મિલકત પોતાના વિવસિયતનામા હેઠળ જેને ચાહે તેને આપવાનું ઠરાવી શકે. આનો એકમાત્ર અપવાદ એ છે કે ‘મુસ્લિમ લૉ'ની જોગવાઈઓ અનુસાર કોઈ પણ મુસલમાન પોતાની મિલકતનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસિયતનામા હેઠળ આપી શકે. ‘હિન્દુ લો'ની જોગવાઈ ઓ અનુસાર હિંદુ હોય તેવી વ્યક્તિ, પોતાની સ્વ-ઉપાર્જિત મિલકત ઉપરાંત હિંદુ અવિભક્ત કુટુંબમાંથી મિલકતમાં પોતાના હક કે હિત સંબંધી વસિયતનામું કરી શકે છે. વ્યક્તિએ પોતાના વિસયતનામા હેઠળ પોતાની મિલકતની જે કાંઈ વહેંચણી કે વ્યવસ્થા ઠરાવી હોય તેનો અમલ તેના અવસાન પછી જ થાય છે અને તેથી પોતાની હયાતી દરમિયાન તે જેમ ચાહે તેમ તેનો ઉપભોગ કરી શકે છે. વળી, પોતાના જીવનકાળ દરમિયાન વ્યક્તિ ચાહે તેટલીવાર પોતાનું વસિયતનામું બદલી શકે છે. નવું વસિયતનામું બનાવવામાં આવે ત્યારે જૂનું વસિયતનામું.
સ્વયં રદબાતલ થયેલું ગણાય છે. વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેણે બનાવેલું છેલ્લામાં છેલ્લું વસિયતનામું અમલી ગણાય. વ્યક્તિએ અગાઉ વસિયતનામું બનાવ્યું હોય અને જો તે સંપૂર્ણત: નવું વસિયતનામું બનાવવાને બદલે તેમાં કેટલાક સુધારાવધારા કે પુરવણી કરવા માગતી હોય. તો આવા સંજોગોમાં તે પૂરક કે વધારાનું વસિયતનામું તૈયાર કરી શકે જેને 'કોડિસિલ' કહેવામાં આવે છે. 'કોડિસિલ' બનાવવામાં આવ્યું હોય ત્યારે વિલ' અને 'કોડિસિલ' બંને પૂરક દસ્તાવેજો બની સંયુક્ત અને એકબીજાને
વસિયતનામું બનાવતી વખતે શું ખ્યાલમાં રાખશો
કોઈપણ વ્યક્તિ માટે પોતાનું વિલ કે વસિયતનામું બનાવવું સરળ છે. વસિયતનામું બનાવવાના સંદર્ભમાં નીચે જણાવેલા મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે :
(૧) વસિયતનામું સાદા કાગળ ઉપર કરી શકાય છે અને તે માટે કોઈ ‘સ્ટેમ્પ પેપર' કે 'લીગલ પેપર'ની જરૂર નથી.
(૨) વસિયતનામું તૈયાર કરવા માટે કોઈ કાયદાકીય ભાષાના પ્રયોગની જરૂર નથી. વિસિયતનામું બનાવનાર વ્યક્તિની ઇચ્છા સ્પષ્ટ અને સમજી શકાય તેવી સાદી અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
(૩) વસિયતનામું તૈયાર કરવા સંબંધી સૌથી મહત્વની બાબત એ છે કે વસિયતનામાના અંતમાં વવસિયત બનાવનાર વ્યક્તિએ (વસિયતકારે) 'એટેસ્ટેશન' સ્વરૂપે બે સાક્ષીઓની ઉપરિસ્થતિમાં પોતાની સહી કરવી જોઈએ. સાક્ષીઓએ સહી કરતી વખતે વસિયતનામાની વિગતો જાણવી કે વાંચવી જરૂરી નથી. વસિયતનામા હેઠળ જેને લાભ મળવાનો હોય તેવી વ્યક્તિની સાક્ષી તરીકે સહી ન લેવામાં આવે તો તે સલાહભર્યું ગણાય.
(૪) વસિયતકાર વસિયતનામાના દરેક પાનાની નીચે પોતાની સહી કરે તે સલાહભર્યું બની રહે. આ ઉપરાંત જો વિસયતનામામાં સુધારા-વધારા કે છેકછાક કરવામાં આવે, તો આવા સ્થળે અથવા સામે માર્જિનમાં વિવસયતકાર તેમજ સાથીઓએ ટૂંકમાં સહી કરવી જરૂરી છે. અલબત્ત, જો વસિયતનામામાં વધારે પડતી છેક-છાક કે સુધારા-વધારા કરવા જરૂરી હોય, તો તે સંજોગોમાં વિસયતનામું નવેસરથી તૈયાર કરાય તે હિતાવહ ગણાય. ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિ પોતે ચાહે તેટલી વાર પોતાનુ વસિયતનામું બદલી શકે છે અને નવું વસિયતનામું બનાવવામાં આવતાં જૂનું આપોઆપ રદ થયેલું ગણાય છે.
(૫)વિલ યા વસિયતનામાનું રજિસ્ટ્રેશન' અર્થાત નોંધણી કરાવવી જરૂરી નથી. અલબત્ત, વસિયતનામાની કાયદેસરતા પડકારવામાં આવે તેવા સંજોગો ઊભા થવાનો વસિયતકારને સંશય હોય, ત્યારે વિલનુ રજિસ્ટ્રેશન' અથવા નોટરી પબ્લિક સમક્ષ 'નોટરાઈઝેશન' કરાવવાનું વિચારી શકાય. આવા સંજોગોમાં વિલના અંતમાં સાક્ષીઓની સહી ઉપરાંત, વ્યક્તિના ફેમિલી ડૉક્ટરની સહી અને વ્યક્તિનાં તન અને મનની દુરસ્તતાનું પ્રમાણપત્ર આવરી લેવામાં આવે તો તે સલાહભર્યું બની રહે. અલબત્ત, સ્થાવર મિલકતની વહેંચણીના કેસમાં વિલ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો નામ ફેરફારની પ્રક્રિયા સરળ બની રહે છે.
(૬)વસિયતનામાનો અમલ વ્યક્તિના અવસાન બાદ થનાર હોઈ, વસિયતકારે પોતાની મિલકતની વહેંચણી કે વ્યવસ્થા સંબંધી જે યોજના કરી હોય, તેનો અમલ કરવા માટે વિલમાં 'એક્ઝિક્યુટર્સ' યાને વહીવટકર્તાની નિમણૂંક કરવી જરૂરી બને છે. વસિયતકારે પોતાની વિશ્વાસુ હોય તેવી એક અથવા વધુ વ્યક્તિઓની વિલમાં એક્ઝિકયૂટર્સ' તરીકે નિમણુંડ કરવી જોઈએ અને વિલમાં તેનો ઉલ્લેખ કરવા જોઈએ.
(૭)ઉપર જણાવ્યા મુજબ એકવાર તૈયાર કરેલ વિલ'માં અમુક મુદ્દાઓની પુરવણી કે કેટલાક સુધારા-વધારા કરવાનું જરૂરી બને, તો તે સંજોગોમાં પૂરક દસ્તાવેજ રૂપે 'કોડિસિલ' તૈયાર કરી શકાય. 'કોડિસિલ' તૈયાર કરવા માટે 'વિલ' બનાવવા સંબંધી ઉપરોક્ત મુદ્દાઓ ખ્યાલમાં રાખવા જોઈએ. "કોડિસિલ' બનાવવામાં આવ્યું હોય, તો તેને 'વિલ' સાથે જ રાખવું સલાહભર્યું ગણાય. વસિયતકારે બનાવેલ વિલ' તેમ જ 'કોડિસિલ'ની 'ઓરિજિનલ' (અસલ દસ્તાવેજ) વ્યવસ્થિત અને સુરક્ષિત સ્થળે મૂકી તેની જાણ પોતાના કુટુંબ કે નિકટના મિત્રોને કરવી જોઈએ. આ ઉપરાંત બંધ કવરમાં ‘વિલ તેમજ કોડિસિલ'ની નકલો. વિલ હેઠળ નીમવામાં આવેલ એક્ઝિકયૂટર્સ' પાને વહીવટકર્તાઓને આપી શકાય તેમ હોય તો તે વ્યાવહારિક
સંદર્ભમાં સલાહભર્યું બની રહે. વસિયતનામું ન બનાવ્યું હોય તો?
વસિયતનામું બનાવ્યા વગર વ્યક્તિનું અવસાન થાય તેવા કેસમાં ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિને લાગુ પડતા સંબંધિત 'લૉ ઑફ ઇન્ટેસ્ટેટ સકસેશન ના આધારે તેની મિલકતની વહેંચણી કરવાની રહે. દ્રષ્ટાંત સ્વરૂપે. હિંદુઓના કેસમાં હિંદુ સકસેશન ઍકટની જોગવાઈઓના આધારે કોઈ હિંદુ પુરુષનું 'ઈન્ટેસ્ટેટ' અવસાન થાય, તો આ કાયદાની કલમ ૯ના આધારે તેની મિલકત તેના 'કલાસ વન' હેઠળ નિર્દિષ્ટ કરેલા વારસદારો હયાત હોય તો તેમની વચ્ચે સરખે હિસ્સે વહેંચવાની રહે. 'કલાસ વન'ના વારસદારોમાં પુરુષ વ્યક્તિની વિધવા-પત્ની, પુત્રો, પુત્રીઓ, માતા, વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિંદુ પુરુષના અવસાન બાદ મિલકતની વહેંચણી અંગે આપણા સમાજમાં પ્રવર્તતો સામાન્ય ખ્યાલ અને વ્યવહાર એ હોય છે કે મરનારની મિલકત તેની વિધવા તેમજ પુત્રો વચ્ચે જ વહેંચવામાં આવે, પરંતુ કાયદાકીય જોગવાઈઓ અનુસાર, મરનારની પુત્રીઓ (પરિણીત તેમજ અપરિણીત) તથા માતાને પણ તેની વિધવા તથા પુત્રો જેટલો જ સરખો હિસ્સો મળવાપાત્ર રહે. જો વાસ્તવમાં મિલકતની આમ વહેંચણી કરવામાં ન આવે તો કૌટુંબિક મનદુઃખ તથા કલેશ થવાની પૂરી શક્યતાઓ રહે.
વ્યક્તિએ જો પોતાના વારસદારો વચ્ચે પોતાની મિલકતની સ્પષ્ટ વહેંચણી દર્શાવતું વસિયતનામું બનાવ્યું હોય તો, આવી નાજુક પરિસ્થિતિઓ અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ નિવારી શકાય. વળી વ્યક્તિની અમુક પ્રકારની સ્થાવર જંગમ મિલકતો તેના અવસાન બાદ તેના વારસદારોના નામે ચઢાવવાની હોય તેવા સંજોગોમાં પણ વસિયતનામાના આધાર વગર તેમ કરવાનું ઘણું મુશ્કેલ બને. આવા સંજોગોમાં વારસદારોએ સિવિલ કોર્ટમાંથી 'સકસેશન સર્ટિફિકેટ' મેળવવાનું રહે, જેની કાર્યવાહી ઘણી ખર્ચાળ અને સમય માગી લેતી હોય છે.
No comments:
Post a Comment