વિરમગામ શહેરના વિસ્તારો પાંચ વર્ષ માટે 'અશાંત વિસ્તાર' જાહેર
ગાંધીનગર, 29 નવેમ્બર, 2024:
ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે જાહેર કરાયેલ નોટિફિકેશનમાં, 'ગુજરાત અશાંત વિસ્તાર એક્ટ, 1991' હેઠળ, વિરમગામ શહેરના કેટલાંક વિસ્તારોને 29 નવેમ્બર, 2024થી 28 નવેમ્બર, 2029 સુધીના માટે 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરાયા છે. આ ઠરાવ દરમિયાન આ વિસ્તારોમાં કોઈપણ અસ્થાવાર મિલકતનું પાયા વિના હસ્તાંતરણ બરાબર રહેશે નહીં અને માત્ર કલેક્ટરની પૂર્વ મંજૂરીથી જ હસ્તાંતરણ શક્ય થશે.
ઘોષિત વિસ્તારો:
ચાંદફળી: વોર્ડ 1, શીટ 3
ચમાર વાસ: વોર્ડ 1, શીટ 3
મંડલિયા ફળી, કસારા બજાર: વોર્ડ 2, શીટ 4
મુંડવાડ: વોર્ડ 2, શીટ 4
મોચી બજાર: વોર્ડ 2, શીટ 4
વિશાલ પારા વાસ: વોર્ડ 2, શીટ 4
હરજી પરેખ વાસ: વોર્ડ 2, શીટ 4
ભવસર વાડો: વોર્ડ 2, શીટ 8/B
રામ મહેલ મંદિર: વોર્ડ 2, શીટ 8/B
રામવાડી (સિદ્ધનાથ મંદિર નજીક):
આ ઉપરાંત, આ વિસ્તારોની 500 મીટર પરિઘના વિસ્તારોને પણ અશાંત વિસ્તારના રૂપમાં જાહેર કરાયા છે.
વિશેષ વિગતો:
અકારણ હુમલા અને રમખાણોને ધ્યાને લેતાં આ નિર્ણય લેવાયો છે.
કોઈપણ પ્રકારની મિલકતનું હસ્તાંતરણ હવે માત્ર કલેક્ટરની પુર્વ મંજૂરી સાથે જ શક્ય રહેશે.
આ સમયગાળા દરમિયાન વેચાણ દસ્તાવેજ. ગિફ્ટ દસ્તાવેજ , ભાડા કરારના તથા સરકાર ની સૂચના મુજબ નોંધણી અધિનિયમની કલમ 17 નીચે આવતા તમામ તબદીલી ના વ્યવહારોને આ કાયદો લાગુ પડશે.
સરકારશ્રી ની સૂચનાઓ:
સરકારના આદેશ અનુસાર, તમામ સરકારી અધિકારીઓને આ વિસ્તારમાં કડક અમલવારી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે.
અશાંતધારા ના જાહેરનામા માટે અહી ક્લીક કરો
No comments:
Post a Comment