તમારી જમીન, તમારી મિલકત |
નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
મિલકત તબદીલી અધિનિયમ - ૧૮૮૨માં જણાવેલ કેટલીક કાયદાકીય જોગવાઈઓ મુજબ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા તરફથી આપેલા કેટલાક જજમેન્ટ્સ બાબતની જાણકારી આ લેખમાં જાણીશું.
વ્યક્તિનો જન્મ ન થયેલો હોય તેવી વ્યકિતની તરફેણમાં દાનઃ
મિલકત દાનમાં આપનાર વ્યકિતએ દાનપત્ર તૈયાર કરી એક સ્થાવર મિલકત જે વ્યકિતનો જન્મ થયો ન હતો તેની તરફેણમાં દાન આપ્યું. આ કિસ્સામાં દાન આપનાર વ્યકિતએ તેના ભાઈના દીકરાને જે હયાત હતો, તેની તરફેણમાં સવાલવાળી મિલકત ભેટમાં આપી, પણ તેમાં એવી શરત મૂકી કે જો તેણીના ભાઈને બીજા દીકરા થાય તો તે ભાઈના હયાત દીકરા સાથે સવાલવાળી મિલકત સંયુક્ત રીતે ધરાવશે. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે આવી જોગવાઈ આ અધિનિયમની કલમ ૧૩ના કારણે રદબાતલ કરી શકાય નહિ અને આ અધિનિયમની કલમ ૨૦ ની જોગવાઈઓ જોતાં તે કાયદેસર છે અને તે રીતે આવી જોગવાઈ કરી શકાય છે. (AIR 2006 SC 1734) અજન્મી વ્યક્તિના ફાયદા માટેની તબદીલી થયે તે નિહિત થયેલું હિત ક્યારે સંપાદિત કરે છે. કોઈ મિલકત તબદીલ કરીને તે વખતે હયાત ન હોય એવી વ્યકિતના ફાયદા માટે તે મિલકમાં કોઈ હિત ઊભું કરવામાં આવે, ત્યારે તબદીલીની શરતો ઉપરથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય, તો તે વ્યકિત તેનો જન્મ થતાંની સાથે નિહિત હિત સંપાદિત કરે છે, પછી ભલે તેનો જન્મ થતાંની સાથે જ તે હિત ભોગવવા તે હકદાર ન હોય.
અવલંબિત હિતઃ
કોઈ મિલકત તબદીલ કરીને કોઈ વ્યકિતની તરફેણમાં કોઈ નિર્દિષ્ટ કરેલો અચોક્કસ બનાવ બને તો જ અથવા કોઈ નિર્દિષ્ટ કરેલો અચોક્કસ બનાવ ન બને તો જ અમલમાં આવે એ રીતે મિલકતમાં કોઈ હિત ઊભું કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ તેથી તે મિલકતમાં અવલંબી હિત પ્રાપ્ત કરે છે. એવું હિત પહેલાં કહેલો પ્રસંગ તે બનાવ બને ત્યારે અને પછી કહેલા પ્રસંગે તે બનાવ બનવો અશકય બને ત્યારે, નિહિત બને છે.
Vested interest and contigent interest નિહિત હિત અને આકસ્મિક હિત વચ્ચેનો તફાવતઃ
કોઈ મિલકતમાં હિત હોવું યાને Vested interest અને બનાવ બનવાના કારણે હિત ઊભું થવું યાને Contigent interest તેમાં તફાવત છે. એવી જોગવાઈ કરવામાં આવી હોય કે ભવિષ્યમાં બાળકો થશે તો હિત ઉભું થશે તો તે Contigent interest ગણાય. Contigent interest (1981 GLH 503) દસ્તાવેજના લખાણના આધારે તે સેટલમેન્ટ દસ્તાવેજ છે કે વસિયતનામું છે, તે નક્કી થાય છે, નહીં કે તેને આપવામાં આવેલા નામથીઃ
જ્યારે કોઈ દસ્તાવેજ સેટલમેન્ટનો દસ્તાવેજ છે કે વસિયતનામું છે તે નક્કી કરવાનું હોય ત્યારે સમગ્ર દસ્તાવેજને વાંચવાનો રહે છે અને તેમાં લખેલા લખાણને આધારે નક્કી કરવાનું રહે છે કે તે વસિયતનામું છે કે સેટલમેન્ટનું ડીડ છે. કયા ફોર્મમાં(નમૂનામાં) છે કે શું નામ આપવામાં આવ્યું છે તે પરથી કોઈ નિર્ણય લઈ શકાય નહિ.
સવાલવાળા દસ્તાવેજમાં ૧૬ વ્યક્તિઓની તરફેણમાં સવાલવાળી મિલકત અંગે હક્કો ઊભા કરવામાં આવ્યા. સવાલવાળા દસ્તાવેજ હેઠળ લાભ લેનાર વ્યકિતઓએ દસ્તાવેજ કરનારની સાથે દસ્તાવેજ કરનારના જીવનપર્યંત તેમજ તેમના મૃત્યુ પછી નિર્દિષ્ટ ભાગ મેળવવાના હતા. દસ્તાવેજ કરનારે એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે તેમને આવું સેટલમેન્ટ રદ કરવાનો કોઈ હક્ક રહેશે નહીં કે તેની શરતોમાં ફેરફાર કરવાનો કોઈ હક્ક રહેશે નહીં. વધુમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો કે સવાલવાળા દસ્તાવેજ હેઠળ જે બે વ્યક્તિઓ લાભ મેળવવાની હતી તે અને તેમના મૃત્યુ પછી તેમના વારસોએ જે તે ભાગ મેળવવાનો રહેશે અને મિલકતનો નિકાલ કર્યા પછી તેઓ અંદરોઅંદર મિલકતનો અવેજ વહેંચી લેશે. કોર્ટે ઠરાવ્યું કે સવાલાવળા દસ્તાવેજની વિગતો તેમજ તેમાં જણાવેલી શરતોનું અર્થઘટન કરતાં એમ કહી શકાય કે સવાલવાળો દસ્તાવેજ સેટલમેન્ટ ડીડ હતું ન કે વસિયતનામું. (AIR 2010 SC 1725)
નિહિત હિતઃ
કોઈ મિલકત તબદીલ કરીને ઊભો કરેલો હક્ક ક્યારે અમલમાં આવશે તે દર્શાવ્યા વિના અથવા તે હક્ક તરત અથવા જે બનાવ બનવાનો જ હોય તે બને પછી તરત અમલમાં આવશે એવી શરતે કોઈ વ્યકિતની તરફેણમાં તે મિલકતમાં કોઈ હિત ઊભું કરવામાં આવે ત્યારે, એવું હિત નિહિત થયું છે એમ ગણાય, સિવાય કે તબદીલીની શરતો ઉપરથી તેનાથી વિરુદ્ધ ઈરાદો જણાતો હોય.
તબદીલીથી મેળવનાર પોતે કબજો મેળવે તે પહેલાં મૃત્યુ પામે તો તેથી કોઈ નિહિત થયેલું હિત નિષ્ફળ જતું નથી.
સ્પષ્ટીકરણઃ- જે જોગવાઈ કરીને કોઈ હિત ભોગવવાનું મુલતવી રાખવામાં આવ્યું હોય અથવા તે જ મિલકતમાંનું આગલું હિત જેથી કોઈ બીજી વ્યકિતને આપવામાં આવ્યું હોય કે તેના માટે અનામત રાખવામાં આવ્યું હોય અથવા જેથી તે મિલકત ભોગવવાનો સમય આવે ત્યાં સુધી તેમાંથી ઉત્પન્ન થતી આવક એકઠી થવા દેવાનો આદેશ આપવામાં આવ્યો હોય તે જોગવાઈ ઉપરથી જ અથવા અમુક બનાવ બનતાં તે હિત બીજી વ્યક્તિને પ્રાપ્ત થશે એવી જોગવાઈ ઉપરથી જ તે હિત નિહિત ન થવા દેવાનો ઈરાદો હતો એવું અનુમાન કરી શકાશે નહિ.
કૌટુંબિક વ્યવસ્થા હેઠળ ભાડું વસૂલવાના હકકથી સંપૂર્ણ માલિકીહક્ક મળતો નથીઃ
એક મિલકતના માલિકે કૌટુંબિક વ્યવસ્થા કરી તે અંગે ખત બનાવ્યું. (Deed of family settlement) આ કૌટુંબિક વ્યવસ્થાના ખતમાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે સવાલવાળી મિલકતનું ભાડું એક પક્ષકારને મળશે અને તેના અવસાન પછી જેની તરફેણમાં ખત કરવામાં આવ્યું છે તેને મળશે. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે, જે વ્યકિતની તરફેણમાં આવું ખત કરવામાં આવ્યું છે તે સવાલવાળી મિલકતનો સંપૂર્ણ માલિક નથી અને આવો દસ્તાવેજ કરનારના મૃત્યુ પછી કે તેની હયાતી દરમિયાન તેનો ભાઈ સવાલવાળી મિલકત વારસાઈથી મેળવી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે એમ પણ નિરીક્ષણ કર્યું કે, આવો દસ્તાવેજ કરનાર આ ખતને રદ કરી શકે છે અને નવું ખત બનાવી શકે છે. (AIR 2005 SC 2468)
ટ્રસ્ટની આવકમાં લાભ મેળવનારના હિતને Vested interestu6fi gcl\ s[ Contigent interest ટ્રસ્ટીઓને એવી સૂચના આપવામાં આવેલી કે ટ્રસ્ટની આવક અથવા તેમાંનો અમુક ભાગ ટ્રસ્ટના લાભ મેળવતા (Beneficiary) ના માટે વાપરવાનો રહેશે અને બાકીની રકમ જે વધે તે અમુક નિર્દિષ્ટ તારીખ પછી જો તેઓ હયાત હોય, તો તેમને સોંપવાની રહેશે. આમ, (Beneficiary)નું હિત છે તે Vested interest ગણાય નહીં કે Contigent interest, જો એવી સૂચના આપવામાં આવી હોય કે આવી આવકનો ઉપયોગ લાભકર્તા અને તેની પત્ની માટે વાપરવાનો રહેશે, તો તેનાથી આ કિસ્સો આ અધિનિયમની કલમ ૨૧ ના અપવાની બહાર જાય નહિ. (AIR 1967 Guj. 161)
હકીક્તો તથા સંજોગો પરથી લાભકર્તાઓને ટ્રસ્ટની મિલકતમાં હિત છે તેમ કહી શકાયઃ
એક ટ્રસ્ટની જોગવાઈઓ હેઠળ તેના લાભકર્તાઓએ એક ટ્રસ્ટની મિલકતમાંથી લાભ લીધો હતો. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જે વ્યકિતએ આ ટ્રસ્ટ ઊભું કર્યું હતું તેનો ઈરાદો આવી વ્યકિતને કોઈ બનાવના આધારે લાભ મળે કે તેનું ટ્રસ્ટની મિલકતમાં સ્થાપિત હિત હતું. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે કેસની હકીકતો અને સંજોગો જોતાં, જે લાભકર્તાઓને સવાલવાળા ટ્રસ્ટની મિલકતમાં હિત હતું તે સ્થાપિત હતું અને નહીં કે કોઈ સંજોગોને આધીન. (AIR 1957 SC 255.)
Contingent Interest ભવિષ્યમાં બનનાર અમુક બનાવને આધીન હોય છેઃ
સવાલવાળા ટ્રસ્ટમાં એવી શરત હતી કે જો જે-તે વ્યકિતનું અવસાન થાય તે પહેલાં આવી વ્યકિતના વારસોને આવી ભેટનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે આવી રીતે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં સવાલવાળી વ્યકિતનું Contingent interest ભવિષ્યમાં બનનાર અમુક બનાવને આધીન છે. (AIR 1957 SC 255)
‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)
Was this article helpful?
No comments:
Post a Comment