જમીનના હેતુફેરના પ્રીમિયમ અંગે સરકારનો નિર્ણય, કલેક્ટરને સોંપાઈ વસૂલાતની સત્તા
રાજ્યમાં જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગીની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા કલેક્ટર પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમની મંજૂરી આપી શકશે.
બોનાફાઈડ પરચેઝરની અરજીની મંજૂરીમાં વધુ સમય લાગતો હતો
રાજ્યમાં જમીન હેતુફેરની કામગીરીના નિયમો પ્રમાણે, જો 50 લાખ રૂપિયાથી વધુ જમીનની વેલ્યુએશન હોય તો બોનાફાઈડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવી ફરજિયાત હતું. જેમાં પરચેઝર્સ દ્વારા કરવામાં આવેલી અરજીની મંજૂરી પ્રક્રિયા વિવિધ તબક્કે વિચારણામાં લાગતા વધુ સમયને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણમાં મોટો નિર્ણય કર્યો છે.
જિલ્લા કલેક્ટરને સોંપાઈ મંજૂરીની સત્તા
ભૂપેન્દ્ર પટેલ દ્વારા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કર્યો છે, ત્યારે મહેસુલ વિભાગના તા.17/03/2017ના ઠરાવમાં ફેરફાર કરીને હવે જિલ્લા કલેક્ટરને પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ સોંપવામાં આવી છે. આમ કરવાથી બોનાફાઈડ પરચેઝર્સની અરજી પર વધુ ઝડપથી કામગીરી હાથ ધરાશે અને મંજૂરીમાં વધુ સમય લાગશે નહીં.
For gr click here
No comments:
Post a Comment