8.18.2024

સબ રજીસ્ટ્રાર સુરત (હજીરા) વી.ડી .પટેલ ની સમય સૂચકતા થી સાચા ખેડૂતની 100 કરોડની જમીનનો બચાવ.

 

100 કરોડની જમીન બારોબાર વેચવાનું કારસ્તાન:ભૂમાફિયાએ 40માંથી 14 વીઘાનો સોદો કર્યો, જમીનમાલિકના હમશકલને સબ-રજિસ્ટ્રાર સામે લઈ ગયા ને ભાંડો ફૂટ્યો




સુરતની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફિલ્મી દ્રશ્યો : પારસી વૃદ્ધે હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી આપી હતી, તેમના નામે દસ્તાવેજ કરવા ઠગો મુકેશ મેંદપરા અને ઝાકીર નકવી આવ્યા હતા

- ઝાકીરને તેના ગામના જ અક્બરમીયા કાદરીએ જમીનના સોદામાં માલિક સાથે રહેવાનું છે કહી રૂ.5 લાખ આપવાનું કહી લાવ્યો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાં પારસીના નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું  : વૃદ્ધની ભેંસાણની જમીનનો સોદો તેમના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી કરી મુખ્ય સૂત્રધાર મુકેશ મેંદપરાએ રૂ.3.41 કરોડના ચેક લઈ લીધા હતા


સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભેંસાણના વૃદ્ધ પારસીની કરોડોની જમીનનો સોદો કરી તેમના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી તેના આધારે ગીર સોમનાથના એક વ્યકિતને વૃદ્ધ પારસી બનાવી દસ્તાવેજની નોંધણી કરવા જતા બે ઝડપાયા હતા.વૃદ્ધે બે દિવસ અગાઉ જ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી આપી હોય બંને દસ્તાવેજ કરાવવા આવતા સબ રજીસ્ટ્રાર સુરત (હજીરા) વી.ડી .પટે પોલીસને જાણ કરતા અઠવાલાઈન્સ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે મુખ્ય સૂત્રધાર મુકેશ મેંદપરા સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભેંસાણ ગામ પારસી ફળીયામાં એકલા રહેતા 72 વર્ષીય કુરૂષભાઈ રૂસ્તમજી પટેલની માલિકીની કરોડોની કિંમતની 11 જમીન ભેંસાણ ખાતે જુદાજુદા બ્લોકમાં આવેલી છે.પાલ ગેલેક્ષી સર્કલ પાસે ઓફિસ ધરાવતા કુરૂષભાઈને તેમની જમીન કોઈ બોગસ દસ્તાવેજોના આધારે વેચી કાઢે કે ટ્રાન્સફર કરે તેવી શંકા જતા તેમણે બે દિવસ અગાઉ જ નાનપુરા બહુમાળી ભવન સ્થિત હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં પોતાની જમીનની વિગતો સાથે વાંધા અરજી આપી તેમાં મિત્ર હેકસનનો નંબર આપ્યો હતો.ગત બપોરે તેમના મિત્રને હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ફોન કરી કુરૂષભાઈ સાથે ત્યાં પહોંચવા કહેતા કુરૂષભાઈ ત્યાં દોડી ગયા હતા.ત્યાં સબ રજીસ્ટ્રાર વી.ડી.પટેલે જણાવ્યું હતું કે તમારી માલિકીની જમીનોના વેચાણ દસ્તાવેજો અહીં રજીસ્ટ્રેશન માટે રજૂ કરાયા છે અને તેમાં તમારા નામથી કોઈ વ્યક્તિ વેચનાર તરીકે આધારકાર્ડ અને પાનકાર્ડ રજૂ કરી હાજર થયો છે.

ત્યાં જે ડ્રાફટ દસ્તાવેજ રજૂ કર્યો હતો તે પૈકી બ્લોક નં.280 માં વેચનારનું નામ તેમનું હતું અને ખરીદનાર ડભોલીના લલીતભાઈ અણઘણ હતા.જયારે બ્લોક નં.274, 20201, 260, 235, 243, 244, 269 માં વેચનારનું નામ તેમનું હતું અને ખરીદનાર વેડરોડના નિર્મલાબેન પટેલ હતા.કુરૂષભાઈએ તેમને જમીન વેચી નહોતી.આથી તેમના નામે જે વ્યક્તિ દસ્તાવેજ કરાવવા આવ્યો હતો તે ત્યાં હાજર હોય તેનું નામ પૂછતાં તેની ઓળખ ઝાકીર ગુલામઅલી નકવી ( રહે.સિંગસર ગામ, ડેલી શેરી, તા. સુત્રાપાડા, જી.ગીર સોમનાથ ) તરીકે થઈ હતી.તેમાં સાક્ષી તરીકે ઓળખાણ આપનાર મુકેશ મનસુખભાઈ મેંદપરા ( રહે.ફ્લેટ નં.102, મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, વીટીનગર સર્કલ પાસે, સરથાણા જકાતનાકા, સુરત ) પણ ત્યાં હાજર હતો.બંનેને જમીનના દસ્તાવેજ અંગે પૂછતાં ઝાકીર નકવીએ જણાવ્યું હતું કે તેના ગામમાં રહેતો અક્બરમીયા કાદરીએ જમીનના સોદામાં માલિક સાથે રહેવાનું છે કહી રૂ.5 લાખ આપવાનું કહી રૂ.3.50 લાખ આપી સુરત લાવ્યો હતો.ત્યાર બાદ પિયુષકુમાર શાહ અને અક્બરમીયાએ કુરૂષભાઈના નામનું આધારકાર્ડ અને પાનકાર્ડ આપ્યું હતું.તેમાં તેનો ફોટો હતો.તેના આધારે જ એક્સિસ બેંકમાં જઈ તેમણે એકાઉન્ટ ખોલાવીને જમીનનો સોદો કરી તેના પેમેન્ટનો રૂ.3,84,51,000 ના ચેક લીધા હતા.

તેમની વાત સાંભળીને દસ્તાવેજ નોંધણી કરવા હાજર મેનેજર ધર્મેશભાઈ વઘાસીયાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અઠવાલાઈન્સ પોલીસ ત્યાં પહોંચી હતી અને તમામ ચકાસણી બાદ મોડીરાત્રે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મુકેશ મેંદપરા ઉપરાંત ઝાકીર નકવી, પિયુષકુમાર જંયતીલાલ શાહ ( રહે. 205, રણછોડનગર સોસાયટી, શિવક્રુપા રેસીડેન્સી, સીંગણપોર રોડ, સુરત ) અને અકબરમીયા નથુમીયા કાદરી વિરુદ્ધ કુરૂષભાઈની ફરિયાદના આધારે બોગસ દસ્તાવેજનો ગુનો નોંધી ઝાકીર નકવી અને મુકેશ મેંદપરાની ધરપકડ કરી હતી.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે

No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...