5.19.2024

મહેસુલી કેસમાં સિવિલ કોર્ટનો મનાઇ હુકમ હોય એવા કિસ્સામાં રેવન્યુ અધિકારી કોઇ નિર્ણય લઇ શકતા નથી

 મહેસૂલી કોર્ટના જુના ચુકાદા પરથી મળી જતા જમીન-મિલકતોની ઘણી તકરારોના ઉકેલ


તમારી જમીન, તમારી મિલકત 

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)


બ્રિટીશ સરકાર વખતે હિન્દુસ્તાનમાં ઘડેલો તૈયાર થયેલો કાયદો જેવો કે મુંબઈ જમીન મહેસુલનો કાયદો અમલમાં આવ્યો હતો, જેમાં ભારત દેશની આઝાદી બાદ ઘણા ઓછા સુધારાઓ આવ્યા છે. ખાસ કરીને ગુજરાત મહેસુલ કાયદામાં છેલ્લાં ૨૦ વર્ષથી ઘણા સુધારા થયેલા છે. સમય જતાં સ્થિતિ-પરિસ્થિતિઓ બદલાતાં ગુજરાત સરકાર તરફથી જમીન-મહેસુલ કાયદા નિયમોમાં સુધારાઓ થયેલા છે, જે સરાહનીય છે.

મામલતદાર કચેરી મહેસુલી કેસો માટેનું પ્રથમ પગથિયું ગણી શકાય. મામલતદારે લીધેલા નિર્ણયો ઉપર અપીલ, રિવિઝન વગેરેની કાર્યવાહી થાય છે. તેથી મામલતદારના નિર્ણયો કાયદાની જોગવાઈઓ સાથે સુસંગત હોવા જોઈએ અને તે આમ આદમીને સીધા સ્પર્શે છે. આ માટે અનુભવને આધારે તારવેલા કેટલાક મુદ્દાઓ મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય છે. નીચે મુજબના કેટલાક મુદ્દાઓ અનુસરવા અત્રે પ્રસ્તુત છે.

(૧) દિવાની અદાલત સમક્ષ કાર્યવાહી ચાલતી હોય તેવી બાબત અંગેની અરજી મહેસૂલી કાયદા હેઠળ રજુ થાય તેવા કિસ્સામાં અપનાવવાની કાર્યપદ્ધતિઃ

(૧) ૧૮૭૯નો મુંબઈના મહેસૂલી હકુમત બાબતોના કાયદા (REVENUE JURISDICTION ACT, 1876) મુજબ દિવાની કોર્ટોને મુંબઈના જમીન મહેસુલ કાયદા નીચે મહેસૂલી અમલદારોએ નિકાલ કરેલી 

લગભગ બધી જ બાબતોમાં નિર્ણય કરવા હકુમત છે.

(૨) દાવેદાર જ્યાં સુધી એમ સાબિત ન કરે કે તેણે મહેસૂલી કાયદા મુજબ મહેસૂલી અમલદારો સમક્ષની અપીલ અંગેના બધા ઈલાજો પૂરા કરી લીધા છે ત્યાં સુધી દિવાની કોર્ટ દાવો રાખવાનો રહેશે નહીં.

(3) આ જોગવાઈઓને કારણે દિવાની કોર્ટમાં દરેક બાબત માટે દાદ લેવા જવાનું અટક્યું છે અને જમીન-મિલકતોની તકરારોની ઘણી બાબતો મહેસૂલી કોર્ટના ચુકાદાથી નિર્ણય થઈ જાય છે.

(४૪) કોઈપણ દિવાની અદાલત સમક્ષ કાર્યવાહી ચાલતી હોય તેવી બાબત અંગેની અરજી મહેસૂલી કાયદા હેઠળ રજુ થાય તેવા કિસ્સામાં ઉક્ત અરજી અંગે દિવાની કોર્ટમાં કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે બાબત તપાસી લેવી જરૂરી બને છે.

(૫) મનાઈ હુકમની અધિકૃત નકલ અરજી અને કેસ સાથે સામેલ રાખી છે કે કેમ તે જોવું. જો સિવિલ કોર્ટનો મનાઈ હુકમ હોય તો રેવન્યુ અધિકારીએ નિર્ણય લેવો યોગ્ય ગણાશે નહિં, કારણ કે તે બાબતે દિવાની કોર્ટના હુકમની અવગણના થશે.

(૬) પરંતુ જે કિસ્સામાં કોઈપણ કોર્ટે મનાઈ હુકમ ન આપ્યો હોય અને ફક્ત પક્ષકારની અરજી દાખલ કરેલી હોય તેવા કિસ્સામાં મહેસુલી કોર્ટમાં રજૂ થયેલી અરજી અંગે મહેસૂલી અધિકારી અરજીના ગુણદોષ કે પુરાવાઓ આધારે ન્યાયપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

(૨) મહેસૂલી કાયદા હેઠળના કેસોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ વિષે :

(৭૧) નિયત નમુનામાં નોટીસ કાઢવી - આપવી.

(૨) કેસના તમામ પક્ષકારોને ફરજિયાત નોટીસ બજાવવી જોઈએ.

(3) રેકર્ડ ઉપર હિત ધરાવનાર પક્ષકારો હોય તો તેમને પણ નોટીસ બજાવવી.

(४૪) જ્યાં સરકારનું હિત સમાયેલું હોય ત્યાં સરકાર નિયુક્ત અધિકારી - કર્મચારીને નોટીસ બજાવવી. જયાં કોઈને અધિકૃત કરવામાં ન આવેલ હોય ત્યાં કલેકટરને નોટીસ બજાવવી.

(૫) કોઈપણ પક્ષકાર ગુજરી ગયેલા હોય તો તેના વારસોને રેકર્ડ ઉપર લાવી તેમને નોટીસ બજાવવી. કાયદા મુજબ મૃત વ્યક્તિની વિરુદ્ધમાં કરવામાં આવેલા કોઈપણ હુકમ ન લીટી હુકમ ગણાય છે, જે કોઈ પક્ષકારનું અવસાન થયું હોય તો કેસના પક્ષકારોની પણ તેની જાણ અધિકારીને કરવી જરૂરી છે.

(૬) દરેક પક્ષકારોને નોટીસ બજ્યાનો આધાર રેકર્ડ ઉપર રાખવો જરૂરી છે.

(૭) કેસનું પ્રોસિડીંગ્ઝ નિયમિત અને વિગતવાર લખવું ફરજિયાત છે.

(1८) કેસ પેપર્સને પાના નંબર તથા આંક નંબર આપવા જોઈએ.

(2)  કેસના ચુકાદાની લેખિત જાણ સંબંધકર્તા તમામ પક્ષકારીને કરવી અને જાણ થયાનો આધાર રેકર્ડ ઉપર રાખવો તેની પ્રોસિડીંગ્સમાં નોંધ કરવી. જ્યાં સરકાર પક્ષકાર હોય ત્યાં સંબંધકર્તાને હુકમની જાણ કરવી જોઈએ.

(૧૦) ચુકાદા પછી અપીલ / રીવીઝન ન થાય તો તાત્કાલિક તમામ કાગળો પાના નંબર આપીને જે તે ઓથોરિટીને પહોંચાડવા અને તેની લેખિત પહોંચ મેળવવી. હાલમાં કાગળો મળતા નથી. એવો જવાબ બેજવાબદારી સૂચક છે. વારંવાર પત્રો / યાદીપત્રો લખવા છતાં / કેસનું રેકર્ડ ન મોકલવાનું કૃત્ય શિસ્તભંગ સમાન તથા શંકાસ્પદ વર્તણૂક ગણવાપાત્ર છે.

(૧૧) એપેલેટ / રિવિઝનલ ઓથોરિટીનો હુકમ મળ્યેથી તે મુજબ આગળની કાર્યવાહી કરવી તથા તે હુકમ મુજબ પક્ષકારોને નોટીસ બજાવી ગામ દફતરે નોંધ પડાવવી.

(૧૨) કોઈપણ એપેલેટ / રિવિઝનલ ઓથોરિટીમાંથી મનાઈ હુકમ મળેલો હોય તો તે અંગે ૭-૧૨ માં નોંધ રાખવા ઈ-ધરા કેન્દ્રમાં તથા તલાટી કમ મંત્રીને જાણ કરવી જોઈએ.

(૧૩) જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પક્ષકારોની સોગંદ ઉપર જુબાની લેવી. પક્ષકારો દ્વારા અસલ ડોક્યુમેન્ટ કે સેકન્ડરી પુરાવા જ રજુ થાય તેવો આગ્રહ રાખવો. ઝેરોક્ષ / પ્રમાણિત દસ્તાવેજો પુરાવા તરીકે સ્વીકારવા નહીં.

(૧૪) કાયદાની જોગવાઈઓ, નિયમો, સરકારશ્રીના ઠરાવો અને પરિપત્રોનો પૂર્ણ અભ્યાસ કરીને જ તે કાયદા અન્વયેની કાર્યવાહી કરવી અને નિર્ણયના તબકકે કાયદાની જોગવાઈ અચૂક ફરીથી જોવી જોઈએ.

(૧૫) અગાઉનો હુકમ અને રજુ થયેલી અરજીમાં નક્કી કરવાના મુદ્દાઓ એક જ વિષય વસ્તુને લગતા અને એક સમાન હોય તો તેને પૂર્ણ નિર્ણય (Resjudicata) બાધ નડે છે. તે સંજોગોમાં માત્ર અરજદારને તે અંગે ખુલાસો કરવાની તક આપી પ્રાથમિક રીતે કેસનો નિર્ણય લેવો જોઈએ.

(૧૬) બીજી વખતે કરનારને તેના અગાઉના કબુલાતોને લીધે પ્રિન્સીપાલ ઓફ એસ્ટોપલનો બાધ નડે છે કે નહીં, તેની ખાતરી પણ અગાઉના રેકર્ડથી કરવી જોઈએ. 

(૧૭) નવી અને અવિભાજ્ય શરત અગર પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના કિસ્સામાં નવી શરત નાબુદ કરવા માટે રજુઆત થાય ત્યારે અગાઉ જે કક્ષાના અધિકારીએ નવી શરત લાદવાનો હુકમ કરેલ હોય તે જ કક્ષાના અધિકારીને પોતાના હુકમમાં ફેરફાર કરવાનો કે સુધારવાનો અધિકાર નથી તેથી તેવા કોઈપણ હકુમત બહારના હુકમ કરવા જોઈએ નહીં.

(૩) લેન્ડ રેવન્યુ કેસો અંગેની કાર્યવાહી :

(૧)લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫ મુજબ બિનખેતીની મંજુરી લીધા વગર ખાનગી જમીનમાં બાંધકામો થતા હોય છે તથા સરકારી જમીનમાં દબાણ કરીને અનઅધિકૃત બાંધકામ થતું હોય છે તથા સરકારી જમીનમાં દબાણ કરીને અનઅધિકૃત બાંધકામ થતું હોય છે. તેવા બાંધકામ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ. લાંબો સમય થયા પાછી આવા દબાણ / બાંધકામ દૂર કરવાની કાર્યવાહી સામે ઉપરની કોર્ટે તેમજ સિવિલ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના કારણે મુશ્કેલી ઊભી થાય છે. જેથી વિલંબ નિવારવો જોઈએ.

(૨) લેન્ડ રેવન્યુ કોડની કલમ ૩૭(૨) ની તપાસમાં સરકાર તરફે યોગ્ય અને જરૂરી પુરાવા રજુ કરવામાં ઘણી ઉદાસીનતા જોવા મળે છે. તેથી જવાબદાર અધિકારીએ તાબાના કર્મચારી / અધિકારીને જરૂરી માર્ગદર્શન આપી સરકાર પક્ષે સંપૂર્ણ અને યોગ્ય પુરાવા રજુ થાય તેની કાળજી રાખવી. ખાસ કરીને રેકર્ડ રજુ કરનારની જુબાની લેવામાં આવતી નથી. સરકાર તરફે રેકર્ડ રજુ કરી સંબંધકર્તાની જુબાની લેવી જોઈએ.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...