વરસાદી પાણીના નિકાલ અને Harvesting અંગેની જોગવાઈઓ
- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)
- મહાનગરપાલીકામાં કમિશનરને જીપીએમસી. એક્ટની કલમ-૨૩૦ હેઠળ નોટીસ વગર દબાણો/અવરોધો દૂર કરવાની સત્તા
પ્રવર્તમાન સમયમાં કુદરતી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો અંગે વહિવટી તંત્ર, મ્યુનિસીપલ શાસન અને જાહેર જનતાએ પડકારોનો સામનો કરવો પડે છે. આ અંગે Multi-Dimensional વિવિધ પાસાંઓને ધ્યાનમાં લેતા ઉપાયાત્મક પગલાં લેવાના થાય છે. છેલ્લા ૨૦ વર્ષથી વરસાદનું Pattern બદલાયું છે અને તેમાં Global Warming – Cloud bursting, Low Pressure જેવી બાબતોથી Active Monsoon June-5થી ઓક્ટોબર સુધી રહેતું તેમાં આમુલ પરિવર્તન આવ્યું છે. જો Rainfall ના ૧૦૦ વર્ષના ડેટાનો અભ્યાસ કરવામાં આવે તો છેલ્લા ૨૦ વર્ષમાં વરસાદી Patternમાં બદલાવ આવ્યો છે. પ્રણાલીકાગત સ્વરૂપે અને સંસ્થાકીય સ્વરૂપે વાતાવરણમાં થતાં બદલાવ અંગે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ પણ Climate Change જેવા અલગ વિભાગો શરૂ કર્યા છે.
વૈશ્વિક કક્ષાએ જુદા જુદા Convention મળે છે જેમાં Rio / Kyoto Protocolltના નામે ઓળખાય છે. અને જેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO – Teeth less Organisation તરીકે બિનઅસરકારક સાબિત થઈ રહ્યું છે. વિશ્વની મહાસતાઓ Veto Power વાળા દેશો છે તેમ અમલીકરણની દિશામાં નહિવત પરિણામો છે આપણા દેશ અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હવામાન અને ચોમાસાની ગતિવિધી માટે Indian Meteorological Institute છે અને હવે વૈજ્ઞાનિક ઢબે નિરિક્ષણ થતાં મોટાભાગે હવામાન / વર્ષાઋતુ ચક્ર અથવા તો વાવાઝોડા Low Pressure જેવી બાબતોને Forcast કરવામાં આવે છે. વરસાદને લાગુ પડે છે તેની સાથે ભારત સરકારનું Central Water Commission – CWC છે તે દેશની તમામ નદીઓ Basin દા.ત. નર્મદા, મહિ, તાપી કે જે આંતરરાજ્યમાંથી પસાર થાય છે.
તે તમામ નદીઓના ઉદભવસ્થાનથી જ્યાં મળે ત્યાં સુધી Hydrological – વરસાદના માપનના ભાગરૂપે Water Gauging Station આપેલ હોય છે અને તે અનુસાર નદીઓના પાણીના Level અંગે જાણકારી મળે છે અને આઝાદી મળ્યા બાદ Flood Mitigation અને સિંચાઈના બન્ને હેતુ માટે ડેમના નિર્માણ (મોટા બંધ) કરવામાં આવ્યા એક સમયમાં મુંબઈ રાજ્ય વખતે મહિનદી ઉપર વણાકબોરી રીઝર્વાયર બનાવવામાં આવ્યો તે જ રીતે કડાણા અને પાનમ ઉપર મહિનદી ઉપર મોટા જળાશયના નિર્માણ કરવામાં આવ્યા. તે જ રીતે તાપી નદી ઉપર કાકરાપાર અને ઉકાઈ ડેમ પણ પુર નિયંત્રણ સાથે સિંચાઈની ક્ષમતાઓ ઉભી કરવામાં આવી.
છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન વરસાદના Pattern માં બદલાવ આવવાના કારણે અગાઉ ગુજરાતમાં દક્ષિણગુજરાતમાં વધારે વરસાદ પડતો તેના બદલે હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરતમાં Cloud Bursting અને Low Pressureના કારણે અસાધારણ વરસાદ પડે છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં અગાઉ જે ડેમ બનાવવામાં આવેલ છે તેની ક્ષમતા જે તે સમયના Rainfallના ડેટા આધારે નિર્માણ કરવામાં આવેલ છે. એટલે હવે નવીન સ્વરૂપે Hydrological Survey કરી આયોજન કરવું જરૂરી છે. હવે વરસાદી પાણીના પ્રશ્નના નિકાલની બાબતનું પ્રશ્ન સ્વરૂપે વિવરણ કરીએ તો અગાઉના નદી / નાળા / કુદરતી વહેણ Natural Course ની પાણીની વહન શક્તિ જે તે વિસ્તારના વરસાદી આધારિત હતી અને સૌથી અગત્યની બાબતતો એ હતી કે નદી / નાળા / કોતર ઉપર અનધિકૃત અવરોધો ન હતા અને કદાચ પુરની સ્થિતિ આવે તો ક્ષણિક સ્વરૂપે હતી.
ખાસ કરીને શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે જેમ અન્ય પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે સાથે શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદી / નાળા / ખાડી / વાંકડા / પાણીના વહેણમાં દબાણો સાથે અવરોધ પેદા થયા છે અને ખેતવિષયક જમીનોમાં પણ મોટાપાયે બાંધકામો થવાથી પાણીનો કુદરતી સ્વરૂપે નિકાલ થતો નથી.
હવે કાયદાકીય જોગવાઈઓ જોઈએ તો અંગ્રેજોના સમયમાં ઘડાયેલ મામલતદાર કોર્ટ એક્ટ-૧૯૦૫ જો કોઈપણ વ્યક્તિ પાણીના વહેણમાં અવરોધ પેદા કરે તો તાત્કાલીક કાર્યવાહી કરી અવરોધો દુર કરવાની અમાપ-અમર્યાદિત સતાઓ આપવામાં આવેલ છે.
આ જ રીતે શહેરોમાં મહાનગરપાલીકા વિસ્તારમાં મ્યુનિસીપલ કમિશ્નરને જીપીએમસી એક્ટજીપીએમસી એક્ટની કલમ-૨૩૦/૨૩૧ હેઠળ નોટીસ વગર પણ પાળીના વહેણનાં થયેલ અવરોધોને દુર કરવાની સત્તાઓ છે. ફક્ત વહિવટીતંત્રની ઈચ્છાશક્તિની જરૂર છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરમાંથી પસાર થતા મુખ્ય કાંસા ભુખી, મસીહા, રૂપારેલા વિશ્વમિત્રી નદી અને શહેરમાં આવેલ મુખ્ય તળાવો Floodના Mitigation અને પાણીના વહન માટે પર્યાપ્ત હતા.
અમારા ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર અને મ્યુનિસીપલ કમિશ્નરના કાર્યકાળ દરમ્યાન આ બધાં જ કાંસ ઉપરના દબાણો મોટાપાયે દુર કરાવેલ હતા. વડોદરા શહેરમાં જે વરસાદી પાણીમાં કુદરતી સ્વરૂપે નિકાલમાં / ક્ષમતામાં વડોદરા શહેરની બહાર નેશનલ હાઈવે બાયપાસ કરવામાં આવ્યો અને નર્મદા કેનાલને કારણે જે તે સમયે પાણી જાબુંવા નદી અને મહિ નદીમાં જતું તેના બદલે શહેરમાં આવે છે અને તેના કારણે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે જ રીતે સુરતના તાપી શહેરમાં પુરની સ્થિતિ થાય છે તેમાં નદીના Banking અને ખાડી ઉપરના દબાણોને કારણે પુરની સ્થિતીનું નિર્માણ થાય છે.
શહેરોની Storm Water વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો સૌથી વિકટ છે. અને ભાવિલક્ષી સ્વરૂપે લાંબાગાળાના આયોજનની જરૂર છે. અને નિયમિત સ્વરૂપે જાળવણી Maintenance કરવું જરૂરી છે તે અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.
(ક્રમશઃ)
No comments:
Post a Comment