7.04.2022

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે

 ખાતેદારો હવે જાતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરી શકશે


મહેસૂલ વિભાગના પગલાંનું પરિણામ: I-ORA પ્લેટફોર્મ પર વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ# સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ થશે


ગુજરાતના મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે હવે ખાતેદાર પોતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરાવી શકશે. તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. ઇન્ટિગ્રેટેડ રેવન્યૂ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (iRCMS) દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરાયું છે. આ ઉપરાંત (૧) નોંધણી ફી (૨) સ્ટેમ્પ ડ્યૂટીની ઓનલાઇન ગણતરી (૩) ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ (૪) દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી (૫) થમ્બ ઇમ્પ્રેશન (૬) ફોટોગ્રાફી (૭) દસ્તાવેજનું સ્કેનીંગ, પ્રિન્ટિંગ (૮) ઓનલાઇન જાળવણી (૯) સર્ચ (૧૦) ઇન્ડેક્સ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

હવે, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું છે. આગામી સમયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૧ (દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ-૪૦ (ઓછી ભરાયેલી સ્ટેમ્પ ડયુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડયુટી ભરવા રજૂ કરવો), કલમ-૫૩(૧) (નાયબ કલેક્ટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ ૫૩-ક (નાયબ કલેક્ટર દ્વારા ઓછી ડયુટી લીધેલી હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ) અંગેના કેસોની કામગીરી ઓન લાઇન કરવાનું આયોજન છે.

મહેસૂલ વિભાગ દ્વારા ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનિયા સ્કેન કરી વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં.–6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi 2.0’ શરુ

છેલ્લા છ માસ દરમ્યાન મહેસૂલ વિભાગ દ્વારા જે કેટલાક અન્ય પગલાં ભરાયા છે. તે મુજબ, મિલ્કત નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi’ના માધ્યમથી સબ રજિસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ થઈ શકે છે. ઇન્ડેક્સ-૨ અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન ઘરે બેઠા મેળવવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજોની નોંધણી કરીને ૧ દિવસમાં જ તે દસ્તાવેજ પક્ષકારને પરત મળી જાય છે. નોંધણી ફી, સર્ચ ફી, નકલ ફી માત્ર ઓનલાઇન સ્વીકારાય છે. ખેતી, સીટી સર્વેની મિલકતના દસ્તાવેજની નોંધણી બાદ ઓટો મ્યુટેશન થઈ શકે છે. ગુજરાતના ૧૧૭ જેટલા તાલુકાઓની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવી છે. 

કોઈપણ મેરેજ એક્ટ હેઠળના લગ્નોની નોંધણી ઓનલાઈન

બોમ્બે મેરેજ એક્ટ હેઠળ ૩૧મી, ડિસેમ્બર-૨૦૦૭ સુધી નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર, ઈન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલા લગ્નના પ્રમાણપત્ર ઘેર બેઠા મળે તેવી તથા લગ્ન નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની કામગીરી ઉપરાંત કલમ- ૩૧, કલમ-૩૨(ક), કલમ-૫૩ (ક) અને ૫૩ (૧)ના કેસોની નોંધણી તથા અન્ય ઓનલાઈન કામગીરી, દસ્તાવેજની પ્રમાણિત નકલ, વર્ષ ૨૦૧૯ પહેલાનાં સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ ઈ-સીલ તથા QR કોડ સાથે PDF સ્વરૂપમાં ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહે તેવી ઓનલાઈન વ્યવસ્થા ઉભી 
કરાઈ છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...