રહેણાંક વિસ્તારમાં પરવાનગી વિના PG ચલાવવી ગેરકાયદેસર: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.
ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા દ્વારા સ્પષ્ટ કરાયું છે કે રહેણાંક વિસ્તારમાં કોઇ પણ મંજૂરી વિના પેઇંગ ગેસ્ટ (PG) સેવા ચલાવવી ગેરકાયદેસર છે.
આ હુકમથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાલતી PG સેવાઓ અને તેની સામે રહેતા સ્થાનિક નાગરિકોમાં ઉભરતા ઘર્ષણને લઈને હાઈકોટે મહત્વપૂર્ણ દિશા નિર્દેશ આપ્યા છે.
જસ્ટિસ મોના એમ. ભટ્ટની અધ્યક્ષતાવાળી પીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓને આ મુદ્દે જનજાગૃતિ ફેલાવવાના આદેશ આપ્યા છે, જેથી સામાન્ય નાગરિકોને PG અને હોમસ્ટે નીતિ વિશે પૂરતો ખ્યાલ રહી શકે.
🏘️ પ્રથમ પરિસ્થિતિ
અમદાવાદ શહેરમાં શિવરંજની ક્રોસ રોડ નજીક આવેલી સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં બે રહેણાંક ફ્લેટને PG તરીકે ભાડે આપવામાં આવ્યા હતા, જેમાં 8 લોકો રહેતા.
સોસાયટી મેનેજમેન્ટે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને મિલ્કત ખાલી કરાવવા નોટિસ આપી હતી. પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) સમક્ષ ફરિયાદ દાખલ કરી. AMC દ્વારા ફ્લેટ માલિક અને PGમાં રહેતા ભાડુઆતોને નોટિસ ફટકારી — અને તારીખ 11-06-2025 ના રોજ બંને ફ્લેટ સીલ કરી દીધા હતા.
⚖️ હાઈકોર્ટમાં પડતર અરજી
ફ્લેટ માલિકે હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી દલીલ કરી કે રાજ્ય સરકારની 2020ની હોમ સ્ટે નીતિ અંતર્ગત તેમના ફ્લેટને હોમ સ્ટે તરીકે ભાડે આપ્યો છે.
તેમણે દલીલ આપી કે તેમના ફ્લેટનો પ્રવેશ સોસાયટીના સામાન્ય પ્રવેશથી અલગ છે અને કોઈ તકલીફ ઊભી થતી નથી. તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યું છે.
📜 AMCનું વલણ અને હાઈકોર્ટનો નિર્ણય
AMC તરફથી સ્પષ્ટ જવાબ રજૂ કર્યો હતો કે અરજદારે હોમ સ્ટે માટે કોઇ અધિકૃત મંજૂરી પ્રાપ્ત કરી નથી. હોમ સ્ટે નીતિ મુજબ ઘરમાલિકે પોતાના નિવાસમાં રહેવું ફરજિયાત છે — અને મહેમાન ટૂંકા ગાળે રહે છે.
અત્રે, PGમાં રહેનાર લોકો માટે વિધિવત હોમ સ્ટે મંજૂરી પણ ન હોય અને ઘરમાલિક પણ અન્ય સ્થળે રહે છે — એટલે આ એક ગેરકાયદેસર PG હોસ્ટેલ ચલાવવાની પ્રવૃત્તિ છે.
🚫 અંતિમ નિષ્કર્ષ
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે:
✅ રહેણાંક વિસ્તારમાં પરવાનગી વિના PG ચલાવવી નહીં ચાલે.
✅ હાઉસિંગ સોસાયટીના નિયમો અને રાજ્ય સરકારની નીતિ મુજબ સુચિત મંજૂરી ફરજિયાત છે.
✅ AMC તથા અન્ય નગરપાલિકાઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પગલા લેવા સંપૂર્ણ અધિકાર છે.
✅ રાજ્ય સરકારને PG અને હોમ સ્ટે નીતિ અંગે જનજાગૃતિ માટે વિધિવત અભિયાન શરૂ કરવાનો નિર્દેશ.
No comments:
Post a Comment