રાજ્યભરમાં હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઈડલાઈન: ટ્રાન્સફર ફી માત્ર ૦.૫% અથવા ₹1 લાખ સુધી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

3.04.2025

રાજ્યભરમાં હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઈડલાઈન: ટ્રાન્સફર ફી માત્ર ૦.૫% અથવા ₹1 લાખ સુધી

 બેફામ વસૂલાતી ટ્રાન્સફર ફી પર લગામ હવે ૧ લાખથી વધુ ફી લઈ શકાશે નહીં.

રાજ્યની ૩૦,૦૦૦થી વધુ હાઉસિંગ અને સર્વિસ સોસાયટીઓ માટે નિર્ણય.

હાઉસિંગ અને સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરાઈ.

રાજયમાં આવેલી ૩૦,૦૦૦ થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત નિયમો નક્કી કરાયા છે તે મુજબ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા ૧ લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહી. આ ટ્રાન્સફર ફી ની જોગવાઈ વધુમાં વધુ છે , જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં

ઘટાડો કરી અને તેઓના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં.

હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ/ મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ/વેચાણ સમયે વ્યક્તિઓ ને ટ્રાન્સફર ફી ની વસૂલાત માટે કરાતી કાર્યવાહી સામે હવે પછી વ્યક્તિઓને ખૂબ જ મોટી રાહત મળશે.

આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરી હશે તો પણ કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં ઉપરાંત કોઈ પણ વ્યકિત

પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે, સાથે સાથે આ સોસાયટીઓ સાથે જોડાનાર લાખો સભાસદોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરેલ હતું જેના અનુસંધાને વર્ષ ૨૦૨૪માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.

For notification click here 

3 comments:

  1. મેં હમણાં ઓક્ટોબર -૨૦૨૪ માં એક ફ્લેટ ખરીદેલ છે. તો ટ્રાન્સફર ફી ભરવામાં ૨૦૨૫ માં ગુજરાત સહકારી મંડળીઓના નિયમોમાં થયેલ હાલનો આ સુધારો લાગુ પડશે?

    ReplyDelete
  2. affected thereby within thirty days
    from the date of publication of the said draft in the Official Gazette.

    ReplyDelete

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...