જમીન મહેસૂલ અધિનિયમ અંતર્ગત જમીનની વહેંચણીમાં નમૂના-7માં હક્ક નોંધવા બાબત
માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
-જમીનોની વહેંચણી / હિસ્સા માટે અલગ-નમૂના નં.-૭ માટે સરકારની ઉક્ત જોગવાઈઓનું અમલીકરણ જરૂરી
ગુજરાતમાં જમીન / મિલ્કતને નિયમન કરતો જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ મોટા ભાગે મૂળ સ્વરૂપે અમલમાં છે. જમીન સ્થાવર મિલ્કત કે અસ્કયામત સ્વરૂપે અગત્યનું શંશાધન ખેત ઉત્પાદનની દ્રષ્ટિએ / વિકાસની પ્રક્રિયામાં ઔદ્યોગિકરણ / વાણીજ્ય વિષયક કે તમામ પ્રકારની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મહત્વ ધરાવે છે. Land is important and valuable cadastral જમીન મહેસુલ અધિનિયમનો પાયાનો ઉદ્દેશ જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવા માટે અને રાજ્યનો વહિવટ કરવો (To Collect Revenue and Administrator State) તે સિધ્ધાંત ઉપર જમીન / મિલ્કત ઉપરનું નિયમનકારી Regulatory mechanism વ્યવસ્થાતંત્ર છે. જેમાં જમીનનું Survey and settlement સૌથી પાયાનું મહત્વ ધરાવે છે. જમીનોનું સર્વે કરવામાં આવ્યું ત્યારે સત્તાપ્રકાર - જમીનની પ્રત જે તે સમયની જમીનદારી પધ્ધતિ વિગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસુલ અધિનિયમની કલમ - ૧૧૬ અને ૧૧૭ અને જમીન મહેસુલ નિયમો - ૧૯૭૨નો નિયમ ૨૯(૧) અને ૨૯(૨)માં સર્વે નંબરની હદ નક્કી કરવી અને દુરસ્તી કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને સર્વે નંબરની હદ નક્કી થયા બાદ જો કોઈ તકરાર થાય તો તે અંગે કલેક્ટરને નિર્ણય કરવાની સત્તાઓ આપવામાં આવી છે.
જમીનોની માપણી / હદો નક્કિ થયા બાદ સંબંધિત ગામના મહેસુલી રકબાને Division of Survey Numbersમાં વહેંચવામાં આવે છે અને કબજેદાર પ્રમાણે ગામનો કાયમી ખરડો એટલે કે ગામનો નમુનો નં-૧ તૈયાર કરવામાં આવે છે અને મૂળ સર્વે નંબરોના કબજા પ્રમાણે રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવે છે. (Promulgate) હવે જે મૂળ સર્વે નંબરના ક્ષેત્રફળ હોય તેમાં સમયાંતરે વડીલોપાર્જીત ખેતીની જમીન હોય તેમાં ભાઈઓ ભાગે જમીનની વહેંચણી થતી હોય ઘણીવાર પ્રણાલીકાગત સ્વરૂપે એક જ કુટુંમ્બના ભાઈ/બહેન હોય તે આંતરિક વહેંચણી પ્રમાણે જમીન ખેડતા હોય અને વહેંચણી પ્રમાણે હદો પણ નક્કી કરવામાં આવી હોય પરંતું રેવન્યુ રેકર્ડમાં ૭x૧૨ હવે ફક્ત ગામનો નમુનો નં.-૭ રાખવામાં આવે છે તેમાં કબજેદાર તરીકે તમામ વ્યક્તિઓના નામ ચાલતા હોય છે. ઘણીવાર સંયુક્ત કબજેદાર પૈકી કોઈપણ એક વ્યક્તિની જમીન વેચવામાં આવે તો તે પણ સંયુક્ત કબજેદારમાં નામ હોય છે. પરંતું અલગ ૭ નંબરનું પાનીયું અલગ કરવામાં આવતું નથી જેથી જ્યારે કોઈપણ ફેરફાર કરવો હોય કે સરકારની કોઈ યોજનાનો લાભ લેવો હોય ત્યારે તમામ કબજેદારની સંમતિની જરૂર પડે છે અને ઘણીવાર વાંધો લેવામાં આવે છે. આજ રીતે તમામ કબજેદાર પૈકી કોઈપણ એક હિસ્સેદારની જમીન બિનખેતીમાં ફેરફાર કરવો હોય કે હેતુફેર કરવો હોય તો પણ તમામની સંમતિની જરૂર પડે છે. એટલે કે સહકબજેદારી / હિસ્સેદાર સબંધિત સર્વે નંબરમાં સંયુક્ત માલીકીપણું હોવા છતાં અલગ ૭ નંબર ન હોવાના કારણે મુસ્કેલીઓ અનુભવાય છે. ઘણીવાર મૂળ ખેતીની જમીનનો સર્વેનંબર સીટીસર્વેમાં ભળી ગયેલ હોય અને બાકીની જમીનો સીટીસર્વેમાં સમાવિષ્ટ થાય ત્યારે પણ ખેતીની જમીન અને રેવન્યુ રેકર્ડ અને સીટીસર્વે રેકર્ડમાં વિસંગતતા જોવા મળે છે.
ઉક્ત ગ્રાઉન્ડ જમીની હકિકતને ધ્યાનમાં લેતાં અમારા દ્વારા સરકારમાં લોકોને અને ખાસ કરીને ખેડુત ખાતેદારોને મુશ્કેલી પડતી હોવાનું ધ્યાને મુકતાં સૌ પ્રથમ સરકાર દ્વારા ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેંચણી / નામ કમી કરવું / નામ દાખલ કરવું / પુનઃ વહેંચણી કરવી. વિગેરે બાબતનો સંકલિત ઠરાવ મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અને આ કાર્યપધ્ધતિ કરવામાં કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની જરૂરિયાત નથી ફક્ત રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર તમામ કબજેદારોની સંમતિના આધારે વહેંચણી થઈ શકે / નામ દાખલ થઈ શકે તેમજ કમી થઈ શકે તેવી જોગવાઈ કરી છે. કમનસીબે મહેસુલી તંત્રના અધિકારીઓ સાચા ખેડુત ખાતેદારોને આ પરિપત્રની જોગવાઈઓ પ્રમાણે ઈધરા કેન્દ્રમાં આ જોગવાઈઓની જાણકારી આપતા નથી. જેથી સંખ્યાબંધ Genuine વડીલોપાર્જીત ખેતીની જમીન ધરાવતા કૌટુંબિક ભાઈઓ વચ્ચે વગડે (સ્થળ ઉપર) જમીનની વહેંચણી મુજબ ખેડતા હોવા છતાં અલગ ૭ નંબર નથી થતા. આ કાર્યપધ્ધતિ કરવામાં ટુંકડા ધારાનો પણ ભંગ ગણવો ન જોઈએ કારણ કે સ્થળે જમીન અલગ રીતે ખેડે છે.
આ જેમ કૌટુંમ્બિક વહેંચણીની જોગવાઈ કરાવી તેમ સરકારને અમોએ જમીનની વહેંચણી/પૈકી વેચાણ/પૈકી હેતુફેરના હુકમ અને મોટા સર્વે નંબરની જમીન પૈકી સરકારી જમીન ગ્રાન્ટ કરી હોય તો અલગ પાનીયા નમુના નં.-૭ના કરવાની રજુઆતો કરતાં સરકારે તા. ૭/૮/૨૦ના મહેસુલ વિભાગનો પરિપત્ર ક્રમાંક - સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ અન્વયે માર્ગદર્શક સુચનાઓ આપેલ છે કે જેમ ૨૦૧૬ના પરિપત્ર મુજબ ભાઈઓ ભાગે વહેંચણી થઈ હોય કે વેચાણ થયેલ હોય તો તે મુજબ ઈ-ધરા કેન્દ્રમાં તે મુજબ નોંધ પાડી પ્રમાણિત કરવાની છે. પરંતું તે સમયે નમુના નં.-૭માં મૂળ સ્વરૂપે તમામ કબજેદારો સાથે રાખવાનો છે. પરંતું સબંધિત કબજેદારો દ્વારા / વેચાણ લેનારાઓએ સૌ-પ્રથમ વહેંચણી થયેલ હિસ્સા પ્રમાણે નમુના નં.-૭માં જે નોંધ થયેલ હોય તેના હક્ક હિસ્સા પ્રમાણે નોંધના આધારે ડીઆઈએલઆર કચેરીમાં માપણી કરાવી હદ અને ક્ષેત્રફળ નક્કી કરાવવાનું છે અને ત્યાર બાદ ડીઆઈએલઆર દ્વારા માપણી કરીને સીધી ઈ-ધરા કેન્દ્રમાં નોંધ કરાવવાની છે અને પ્રમાણિત કરવાની છે અને ઈ-ધરાના નાયબ મામલતદારે ડીઆઈએલઆરની નોંધ પ્રમાણે અલગ સ્ટાન્ડર્ડ ફોરમેટ પ્રમાણે અલગ નમુના નં.-૭નું પાનીયું અલગ કરવાનું છે. આજ પધ્ધતિ જમીન બિનખેતીમાં ફેરવાય અને જમીન પૈકીના ક્ષેત્રફળનું વેચાણ થાય કે હેતુફેર થાય ત્યારે આજ પધ્ધતિ અનુસરવાની છે જેથી લોકોને જમીન / મિલ્કત ખરીદાયા પછી અલગ નમુના નં.-૭ના પાનીયા બનતા નથી તે પ્રશ્નનો ઉલેક આવે તે માટે અમલીકરણ કરવું જરૂરી છે. હવે જ્યારે કોઈ સર્વેનંબરની સરકારી જમીન પૈકીની જમીન ગ્રાન્ટ કરવામાં આવે તો તે પ્રસંગે કલેક્ટરના જમીન ગ્રાન્ટના હુકમ મુજબ માપણી કરી. કે જે.પી. (કમીજાસ્તી પત્રક) તૈયારી કરી દુરસ્તી કરવાની છે અને તેની પણ ઓનલાઈન નોંધ કરી અલગ નમુના નં.-૭નું પાનીયું અલગ કરવાનું છે. જ્યારે જમીનની માપણી કબજેદાર દ્વારા કરવામાં આવે ત્યારે હિસ્સા ફોર્મ નં.-૪, ભૌતિક કબજા પ્રમાણે કરવામાં આવે છે. પરંતું ડીઆઈએલઆર દ્વારા નમુના નં.-૧૨ તૈયાર કરી પ્રમાણિત કરવામાં ન આવે ત્યાં સુધી ક્ષેત્રફળ કબજેદારનું માન્ય ગણાતું નથી. એટલે તમામ કબજેદારોએ માપણી બાદ નમુના નં.-૧૨નો પ્રમાણભુત ક્ષેત્રફળ તરીકે આગ્રહ રાખવો અને ડીઆઈએલઆર દ્વારા તે મુજબ હિસ્સાની નોંધ કરી અલગ ૭ નંબર આપવાનો છે. જે વિસ્તારો સીટી સર્વેમાં આવ્યા હોય તેનું રેકર્ડ સીટીસર્વે દ્વારા નિભાવવાનું છે અને સીટીસર્વે સિવાયના ખેતીના નંબરો અલગ રીતે નમુના નં.-૭ નિભાવવાનો છે. ઉક્ત બંન્ને જોગવાઈઓ જમીન / મિલ્કતના કબજેદારો માટે ખુબ જ ઉપયોગી છે. પરંતું મહેસુલી અધિકારીઓ લોકાભિમુખ વહિવટમાં વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
No comments:
Post a Comment