9.20.2024

ટાઉન પ્લાનીંગ એક્ટમાં જલ સ્ત્રોત જાળવવાની જોગવાઈઓ કરવી જરૂરી

  લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ જે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન જેને બૃહદ સ્વરૂપે Land-Use_plan તરીકે ઓળખવામાં આવે છે જે તૈયાર કરવામાં મહેસુલ વિભાગના સર્વ- સેટલમેન્ટના- ડીઆઈ એલ.આરના નક્શાને આધારભૂત તરીકે લેવામાં આવે છ

- નદી/નાળાં/ કોતર ઉપર બાંધકામના નિયંત્રણો માટે જીડીસીઆરમાં જોગવાઈ કરવી જરૂરી

ગુજરાતમાં આયોજીત વિકાસના ભાગરૂપે ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ ૧૯૭૬ અમલમાં છે અને આ કાયદાના અમલને ૫૦ વર્ષ જેટલો સમય થયેલ છે. અન્ય રાજ્યોની સરખામણીએ આ કાયદાની જોગવાઈઓનો સાચા અર્થમાં અમલ કરવામાં આવે તો ગુજરાતમાં શહેરોનો અને વિક્સિત વિસ્તારોનો સુઆયોજીત સ્વરૂપે વિકાસ અને જાહેર હેતુ માટે જમીન સંપાદનની પ્રક્રિયા અનુસર્યા સિવાય મુળભુત સુવિધાઓ માટે Local Autaoritiesને જમીન ઉપલબ્ધ થાય છે. ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ જે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન જેને બૃહદ સ્વરૂપે Land-Use_plan તરીકે ઓળખવામાં આવે છે જે તૈયાર કરવામાં મહેસુલ વિભાગના સર્વ- સેટલમેન્ટના- ડીઆઈ એલ.આરના નક્શાને આધારભૂત તરીકે લેવામાં આવે છે. અને મહેસૂલી નક્શામાં જે નદી રસ્તા કોલર જે દર્શાવ્યા હોય છે. તેને ચોક્કસ માપ-Contour સર્વે વિગેરે સિવાય માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં બેસાડવામાં આવે છે. આજ રીતે વહિવટી દષ્ટિએ જે નદીઓ છે તેનું નિયંત્રણ સિંચાઈ વિભાગ હસ્તક હોય છે. આ વિભાગ પણ મહેસુલ વિભાગ દ્વારા જે સર્વે સેટલમેન્ટ થયું હોય એ માપણીના નકશામાં બતાવ્યાં હોય તેને આધારભુત ગણવામાં આવે છે કહેવાનો મતલબ એ છે કે કોઈપણ નદી, કુદરતી વહેણ, ખાડી, કોતર, વાંકડાની ચોક્કસ લંબાઈ, પહોળાઈ સાથેના Section કે Chainase નથી. જે દા.ત. નર્મદા કેનાલ, મહિકેનાલ વિગેરેને તેની લંબાઈ પહોળાઈ Chainaseમાં ગણવામાં આવે છે. આ મુદ્દો એટલે પ્રકાશમાં લાવવાની જરૂરિયાત લાગી કે તાજેતરમાં વડોદરા કે અન્ય શહેરોમાં અસાધરણ વરસાદને કારણે જે તારાજી થઈ અને અગાઉના વર્ષોની જે પુનરાવર્તન થશે અને આ કોલમના માધ્યમથી અમોએ ગુજરાતના શહેરોને આફત મુક્ત (Resilence) કરવાના અગાઉના જે લેખો પ્રજા સમક્ષ મુકવામાં આવ્યાં. તેમાં વાંચકો તરફથી એવી રજુઆતો આવી કે શહેરી વિસ્તારોમાં અસાધારણ વરસાદ થવાને કારણે વધારે પ્રભાવ શહેરોમાં થયો છે અને તેનું એક માત્ર કારણ અનઅધિકૃત બાંધકામ/દબાણ શહેરોનો બિનઆયોજીત વિકાસ જવાબદાર છે. તેવા મંતવ્યો રજુ થયા એટલે જાહેર જનતાના પ્રશ્નોને વાચા આપવાના ભાગરૂપે આ મુદ્દા ઉપર વિવરણ કરવું યોગ્ય જણાય છે.

સંસ્થાકીય દૃષ્ટિએ જોઈએ તો ટાઉનપ્લાનીંગ એક્ટની જોગવાઈઓ  ............ તરીકે મહાનગરપાલીકા / નગરપાલીકા/ શહેરી વિકાસ / વિસ્તાર વિકાસ મંડળોને લાગુ પડે છે. આ સંસ્થાઓ- સ્વશાસનની સંસ્થાઓ અથવા તો રાજય સરકાર જે વિસ્તારો જાહેર કરે તેને ટાઉનપ્લાનીંગ એક્ટની જરૂરિયાત, ભાવિ વિકાસને ધ્યાનમાં લઈ દસ વર્ષનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. આપણે જ્યારે નદી, નાળાં, કોતર, સરોવર, તળાવોના સંદર્ભમાં વાત કરીએ તો માલ ડેવલપમેન્ટ પ્લાનમાં પણ આ તમામ Water bodyને યથા સ્વરૂપી જાળવવાની અને દર્શાવવાની છે. જેમ જણાવ્યુ તેમ તાપી, નર્મદા, માહિ, વિશ્વામિત્રી, સાબરમતી, આજી આ નદીઓના સંદર્ભમાં વાત કરીએ તો આ તમામ નદીઓના ઉદ્ભવસ્થાન - Catchment થી શરૂ કરીને જ્યા મળે છે. દરીયાને કે અથવા અન્ય વહીને મળે ત્યાં સુધી જાળવણી કરવાની બાબતને જોવામાં આવે તો મોટાભાગે નદીઓ જ્યાંથી શહેરમાંથી પસાર થાય છે અથવા તો ખાડી, કોતર શહેરમાંથી પસાર થાય ત્યારથી તેના Banking કિનારા ઉપરના અનઅધિકૃત દબાણો/Sitting/અથવા તો કિનારા ઉપરના સર્વ તંવસે ઉપરના બાંધકામોને કારણે જે પ્રણાલીકાગત નદી/કોતરની જે વહન શક્તિ હોય તેમાં અવરોધો પેદા થયા છે. સાથોસાથ અસાધારણ વરસાદને કારણે Carrying Capacity રહી નથી. જેથી ઉપર ઉલ્લેખેલ તમામ નદીઓના પ્રવર્તમાન વિપતિને અનુરૂપ Geo.Hydrological Survey કરાવવાની જરૂર છે અને તે માટે Geological Survey of india,central water Comission  અને જળસંપત્તિ વિકાસ વિભાગ (રાજય અને કેન્દ્ર) દ્વારા આ કામગીરી હાથ ધરવી જરૂરી છે.

ઉપર્યુક્ત રીપોર્ટના આધારે અથવા પ્રવર્તમાન ભૌગોલિક સ્થિતિમાં નદી, કોતરા, વાંકડા છે તે તમામમાંથી Siting દુર કરાવી / ગાંડા બાવળ/Weedજે પાણીના વાહનમાં અવરોધ આવે છે. તે દુર કરાવવું જરૂરી છે. સાથોસાથ ગુજરાતમાં ટીપી.એક્ટ હેઠળ જીડીસી.આર અમલમાં છે અને શહેરો સિવાયના વિસ્તારોમાં પણ સીજીડીસીઆર (  Comman Genral Development Control Resulation) અમલમાં છે પણ આમાં નદી, તળાવના કિનારાના બાંધકામ નિયંત્રણની જોગવાઈઓ વધી. આમાં સામાન્ય રીતે દષ્ટાંત સ્વરૂપે જોઈએ તો નદી કિનારાના જે સર્વ નબરો છે. તેમાં ટીપી.એક્ટ હેઠળ ફાયનલ પ્લોટ ફાળવવામાં આવે છે. અને આ એફપીના ઝોન પ્રમાણે તેમાં બાંધકામ પરવાનગી આપવામાં આવે છે. ઘણી વખત મૂળ નદીના ભાગમાં ઘણા સર્વ નંબરો ધોવાલીમાં પણ ગયા હોય. દા.તા. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે અકોટા વિસ્તારમાં સામ્રાજ્ય કોમ્પલેક્ષ, તાપી નદીના- ઉમરાટ, પીપલોદ, અડાજણ, રાંંદેર વિગેરે કિનારાના સર્વે નદીઓ ઉપરના બાંધકામો આવા પ્રકારની સ્થિતિ તમામ નદી ઉપરના શહેરોની છે. તો આ અંગે જેમ સ્ટેટ.હાઈવે/ નેશનલ હાઈવે તેમજ ૨૦૫ રસ્તાઓ માટે મધ્યબિંદુથી ૭૦ મીટરના બાંધકામનું નિયંત્રણ તેમજ રીબન ડેવલપમેન્ટ હેઠળ રસ્તાની મધ્યરેખાથી નિયંત્રણો છે તેનુ જી.ડી.સી.આરમાં નદી કિનારાથી બાંધકામોના નિયંત્રણો લાવવાની જરૂર છે. અને આં અંગે જીડીસી.આરમાં જોગવાઈ કરી અમલ કરવામાં આવે તો નદી/સરોવર / કોતર ઉપરના બાંધકામોને કારણે અડચણોની સાથે નાગરિકોની અસલામતી પેદા થઈ છે.

વધુમાં એ પણ ધ્યાનમાં આવેલ છે કે જેમ નદી/કોતર ઉપરના નંબરોમાં ટીપીમાં ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવે છે. તેનું કાંસ / વાંકડા ઉપરની જમીનોમાં ૧૨ મીટર કે ૨૪ મીટરની રોડલાઈન આપવામાં કુદરતી વહેતા જે હોય તેના ઉપર રાખવાથી જે વરસાદી પાણીના વાહનમાં અવરોધો થાય છે. એટલે ટાઉન પ્લાનીંગ ઓફીસર જ્યારે ફાયનલ પ્લોટની ફાળવણી કરે અથવા ફાસ્ટ પ્લાન બનાવવામાં આવે ત્યારે પણ આ અંગેની કાળજી લેવાવી જોઈએ. જેમ ટીપી અમલીકરણમાં કાયદાની કલમ-૬૭ની ફોજદારી કાર્યવાહી કરવાની જોગવાઈ છે. તેમ વોટરબોડી ઉપરના અધિકૃત બાંધકામ માટે પણ ફોજદારી કાર્યવાહી અને નોટીસ આપ્યા વગર પણ આવા બાંધકામો દુર કરવાની કાયદામાં જોગવાઈ કરવી જરૂરી છે. અને તે સાથે અમલીકરણ માટેનું વ્યવસ્થાતંત્ર ઉપસ્થિત કરવામાં આવે તો જ શહેરોને સલામતી દૃષ્ટિએ સુનિશ્ચિત કરી શકાશે.

No comments:

Post a Comment