11.07.2023

ઉર્જા ક્ષેત્રના સુધારા' - 'પરંપરાગત (Renewable) વીજળી ઉપર ભવિષ્ય'

  લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ઊર્જા નિતી-૨૦૨૩  સપ્ટેમ્બર ૨૦૨૮ સુધી એટલે કે પાંચ વર્ષના સમયગાળા માટે અમલી રહેશે 

- રાજ્ય સરકારના ડીમ્ડ એન.એ.ના પરિપત્રમાં સુધારો જરૂરી


ગતાંકથી ચાલુઃ-

ગત આર્ટિકલમાં રાજ્ય સરકારના ઊર્જા અને પેરોકેમીકલ વિભાગ દ્વારા તા. ૪/૧૦/૨૦૨૩ના ઠરાવથી પરંપરાગત (Renewable) ઊર્જા નિતી-૨૦૨૩ બહાર પાડવામાં આવી છે તે અંગે વર્ણન કરવામાં આવેલ, આ નિતી સપ્ટેમ્બર ૨૦૨૮ સુધી એટલે કે પાંચ વર્ષના સમયગાળા માટે અમલી રહેશે અને અગાઉ સોલર પોલીસી-૨૦૨૧ અને પવન (Wind) ઊર્જાની ૨૦૧૮ અને ૨૦૧૬ની નિતી આ ઠરાવથી “Supersede” કરવામાં આવે છે અને સર્વગ્રાહી સ્વરૂપે આ નિતીનો અમલ કરવાનો છે. વર્ષો પહેલાં સૌર ઊર્જા માટે 'કુકર' નો ઉપયોગ થતો હવે “Roof Top” સોલર પ્રચલિત બન્યુ છે અને ઘણા વીજગ્રાહકો હવે 'નેટ મીટરીંગ' થવાથી અને ટેકનોલોજીમાં સુધાર થવાથી “Photovoltaic”ની ગુણવત્તા સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સબસીડીની નિતીના કારણે તેમજ ગ્રોસ મીટરીંગથી જીઈઆરસી (Gujarat Electricity Regulatory Commission) દ્વારા મંજુર કરેલ નિયમો મુજબ પેદા કરેલ વધુ પાવર નક્કી કરેલ ટેરીફ મુજબ વિજવીતરણ કંપનીઓને જે બજાર કિંમત નક્કી કરવામાં આવી હોય તે મુજબ વેચી શકાય છે અને આ અંગે ૨૫ વર્ષ સુધીના પીપીએ (Power Purchase Agreement) થઈ શકે છે. આજ રીતે ગ્રાઉન્ડ માઉન્ટ સોલર (Ground Mount Solar) પ્લાન્ટ સરકારી કે ખાનગી જમીનમાં સ્થાપિત થઈ શકે છે અને આ ઉત્પાદિત કરેલ પાવર ડીસ્ટ્રીબ્યુશન કંપનીને આપી શકાય છે અને તેજ રીતે પોતાના ઉપયોગ (Captive Use) માટે વપરાશ થઈ શકે છે અને તે અંગે વીજપ્રવહન માટે Wheeling Charge જે નક્કી કરવામાં આવે તે ભરપાઈ કરવાના થાય છે. 

આ ઉપરાંત જુદાજુદા Models થી પરંપરાગત વીજળી ઉત્પાદન કરવામાં આવે તેમાં Floating / Canal Based Solarનિી પણ નિતી નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં જુદાજુદા ડેમ અને કેનાલ આવેલ છે. દા.ત. ખાસ કરીને નર્મદા કેનાલ અને રાજ્યના સિંચાઈ વિભાગ હસ્તકના ડેમ / કેનાલ ઉપર જે સોલર પેનલ મુકવામાં આવે તેમાં રાજ્યની વિજવીતરણ કંપનીઓને વેચી શકાય છે અને સબંધિત વિભાગ પણ પોતાના માટે ઉપયોગ કરવાની જોગવાઈઓ છે અને થર્ડ પાર્ટીને પણ વેચી શકાય અને તે અંગેની Royalty જે નક્કી કરવામાં આવે તે ખરીદનારે ચુકવવાની થાય છે. 

આજ રીતે Wind Power Project પણ ખાનગી અને સરકારી જમીન ઉપર સ્થાપિત થઈ શકે અને પોતાના ઉપયોગ અથવા ખાનગી વ્યક્તિને તેમજ વીજવીતરણ કંપનીઓને વેચી શકાય છે. આજ રીતે Wind-Solar Hybrid Plant પણ આ નિતી અંગે જીઈઆરસી નિયમો નક્કી કરે તે ટેરીફ અનુસાર નિયમન કરવાનું છે. આ તમામ  નિતીની વિગતવાર માર્ગદર્શક સુચનાઓ ઉર્જા વિભાગની Website ઉપર ઉપલબ્ધ છે.

રાજ્ય સરકારની Renewable Energyની નિર્ધારિત લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેને અમલીકૃત કરવા માટે જમીનની જરૂરિયાત અગત્યનું પરિબળ છે અને તેને ધ્યાનમાં લેતાં સરકારના મહેસુલ વિભાગના તા. ૧૬/૧૦/૨૦૨૩ના પરિપત્ર ક્રમાંકથી ગુજરાત રાજ્યમાં સ્થપાતા રીન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટસ માટે ખાનગી માલીકીની લીઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ૩૦ વર્ષ માટે હંગામી બિનખેતીની પરવાનગી આપણે નિર્ણય કર્યો છે તેનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે માટે ગુજરાતના ઔદ્યોગિક સાહસિકો તેમજ જમીન માલીકોને ફાયદો થાય તેવા ઉદ્દેશથી આવી જમીનોમાં રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે ડીમ્ડ (Deemed) NA બિન ખેતીની પરવાનગીનો લાભ મળે તે માટે પ્રામાણિક ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) તરીકે માન્યતા મળેલ હોઈ તે માટે જમીન ખરીદવા અને ઉપયોગ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૪૮ તથા કલમ-૬૫બી હેઠળ આવરી લઈ તેને ખરેખર (Actual) ઔદ્યોગિક હેતુ ગણી Deemed એન.એ. પરવાનગી આપવાની જોગવાઈ કરી છે. આ અંગે સબંધિત જીલ્લાના પ્રાન્ત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. અને ૩૦ દિવસમાં નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે

No comments:

Post a Comment