તમારી જમીન, તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
યથાનિર્દિષ્ટ દાદ અધિનિયમ ૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩)ની કેટલીક વધારાની જોગવાઈઓ ખાસ કરીને દાવામાં કોર્ટ તરફથી મનાઈ હુકમ કયા સંજોગોમાં આપી શકાય અને કેવા સંજોગોમાં ના આપી શકાય તે વિષે આ લેખમાં જાણીશું.
હક્ક ઠરાવી આપવાના હુકમનામાં હોદ્દો અથવા હક ઠરાવી આપવા અંગે કોર્ટના વિવેકાધિકાર અંગેની પણ જાણકારી મેળવીશું. કોઈ કાનૂની હેસિયત માટે અથવા કોઈ મિલકત અંગેના કોઈ હક માટે હકકદાર વ્યક્તિ એવી હેસિયત હક અંગે પોતે હકદાર હોવાનો ઈન્કાર કરતી અથવા ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યક્ત સામે દાવો માંડી શક્શે, અને કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર, તે દાવામાં એવું ઠરાવી આપી શકશે કે તે, હકદાર છે અને એવા દાવામાં વાદીએ કોઈ વધુ દાદ માગવાની જરૂર નથી. પરંતુ હક ઠરાવી આપવાની જ દાદ માગવા ઉપરાંત વાદી વધુ દાદ માગી શકતો હોય છતાં, તેણે તે ન માગી હોય તો કોઈ કોર્ટથી એવું ઠરાવી આપી શકાશે નહીં.
સ્પષ્ટીકરણઃ- મિલકતો ટ્રસ્ટી, જે વ્યક્તિ હયાત ન હોય, પણ જો તે હયાત હોત તો પોતે તેનો ટ્રસ્ટી હોય તે વ્યકિતના હકને પ્રતિકૂળ હકનો ઈન્કાર કરવામાં હિત ધરાવતી વ્યકિત છે.
હક ઠરાવી આપવાની અસર આ પ્રકરણ હેઠળ કરી આપેલો ફરાવ ફક્ત દાવાના પક્ષકારોને અને અનુકમે તેમની મારફત હક્ક પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને અને તેમાના કોઈ પક્ષકારો ટ્રસ્ટી હોય ત્યારે જે વ્યક્તિઓ ઠરાવ કરી આપવાની તારીખે હયાત હોય તો તે પક્ષકારો તેના ટ્રસ્ટી હોત તે વ્યક્તિઓને બંધનકર્તા છે.
નિવારક દાદ : મનાઈ હુકમો વિશે સામાન્ય જોગવાઈઓ નિવારક દાદ કેવી રીતે અપાય ? નિવારક દાદ કોર્ટની વિવેકબુદ્ધિ અનુસાર હંગામી અથવા કાયમી મનાઈહુકમની આપવામાં આવશે.
હંગામી અને કાયમી મનાઈ હુકમો ઃ હંગામી મનાઈ હુકમો, નિર્દિષ્ટ કરેલા સમય સુધી અથવા કોર્ટ બીજો હુકમ ન કરે ત્યાં સુધી ચાલુ મનાઈ હુકમો છે અને એવા મનાઈહુકમો દાવાના કોઈપણ તબકકે આપી શકાશે અને દીવાની અધિનિયમ, ૧૯૦૮ મુજબ તેમનું નિયમન થશે. કાયમી મનાઈ હુકમ દાવાની સુનાવણી વખતે અને દાવાના ગુણદોષ ઉપરથી કરેલા હુકમનામાં આપી શકાય, તેવા મનાઈ હુકમથી વાદીના હકની વિરુધ્ધ હોય એવો કોઈ હક પ્રતિપાદિત કરવાની અથવા એવું કોઈ કાર્ય કરવાની પ્રતિવાદીને કાયમને માટે મના કરવામાં આવે છે.
કાયમી મનાઈહુકમ ક્યારે અપાય ?
(૧) કોર્ટ દ્ધારા કાયમી મનાઈહુકમ આ પ્રકરણની અથવા તેમાં ઉલ્લેખેલી બીજી જોગવાઈઓને અધીન રહીને, વાદીની તરફેણમાં સ્પષ્ટ કે ગર્ભત રીતે વિદ્યમાન હોય
એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે આપી શકાશે.
(૨) એવી કોઈ જવાબદારી કરારમાંથી ઉભી થતી હોય તો કોર્ટ, પ્રકરણ-રમાં જણાવેલ નિયમોને પ્રકરણની જોગવાઈઓને અનુસરશે.
(૩) પ્રતિવાદી જયારે વાદીના મિલકતના હક્ક ઉપર અથવા ભોગવટા ઉપર આકમણ કરે અથવા કરવાની ધમકી આપે ત્યારે કોર્ટ, નીચેના દાખલાઓમાં કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
(ક) પ્રતિવાદી વાદીની મિલકતનો ટ્રસ્ટી હોય ત્યારે,
(ખ) આક્રમણને કારણે ખરેખર થાય અથવા થવાનો સંભવ હોય તે કબૂલાત નક્કી કરવા માટે કોઈ ધોરણ ન હોય ત્યારે,
(ગ) આક્રમણ એવું હોય કે નાણાંમાં વળતર આપવાથી પૂરતી દાદ મળી શકતી ન હોય ત્યારે,
(ઘ) બહુવિધ ન્યાયી કાર્યવાહીઓ થતી અટકાવવા માટે એવો મનાઈહુકમ જરૂરી હોય ત્યારે કાયમી મનાઈ હુકમ આપી શકાશે.
આદેશાત્મક મનાઈ હુકમ કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટે કોર્ટ અમલ કરાવી શકે તેવા ચોકકસ કાર્યો બજાવવાની ફરજ પાડવી જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેક્બુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈ હુકમ આપી શકશે. જરૂરી હોય, ત્યારે કોર્ટ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર જેના વિશે ફરિયાદ કરવામાં આવી હોય તેનો ભંગ. થતો અટકાવવા માટે અને આવશ્યક એવાં કાર્યો બજાવવાની ફરજ પાડવા માટે પણ મનાઈહુકમ આપી શકશે.
મનાઈ હુકમને બદલે અથવા મનાઈહુકમ ઉપરાંત નુક્સાની અંગે ઃ (૧) ઉપર જણાવ્યા મુજબ કાયમી મનાઈહુકમ અથવા હેઠળ આદેશાત્મક મનાઈહુકમ ( ઉ બ કાયમી ઈહુક ઠળ આદેશાત્મક ઈચ્છુક માટેના દાવાનો વાદી, એવા મનાઈહુકમ ઉપરાંત અથવા તેના બદલે નુકસાની માગી શકશે અને કોર્ટ, પોતાને યોગ્ય લાગે તો એવી નુકસાની તેને અપાવી શકશે.
(૨) વાદીએ પોતાની દાવા અરજીમાં નુકસાની અપાવવાની દાદ માગી ન હોય, તો તેવી કોઈ દાદ આપવામાં આવશે નહીં. પરંતુ દાવા અરજીમાં એવી કોઈ નુકસાની માગવામાં આવી ન હોય તો કોર્ટ, કાર્યવાહીના કોઈપણ એવી માગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે. વાદીની તરફેણમાં વિદ્યમાન હોય એવી કોઈ જવાબદારીનો ભંગ થતો અટકાવવા માટેનો દાવો કાઢી નાખવામાં આવે, તો એવા ભંગ બદલ નુકસાનીનો દાવો માંડવાના તેના હક્કને બાધ આવશે.
મનાઈ હુકમ આપવાની ક્યારે ના પાડી શકાય ? નીચેના સંજોગોમાં કે બાબતો માટે મનાઈહુકમ આપી શકાય નહીં અથવા કોર્ટ મનાઇહુકમ આપે નહીં. (ક) કોઈ વ્યકિતને, જે દાવામાં મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તે દાવો માંડતી વખતે નિકાલ બાકી હોય એવી કોઈ ન્યાયિક કાર્યવાહી ચલાવતી રોકવા માટે, સિવાય કે એ પ્રમાણે તેને રોકવી બહુવિધ કાર્યવાહીઓ થતી અટકાવવા માટે જરૂરી હોય. કોઈ વ્યકિતને, જે કોર્ટ પાસે મનાઈહુકમ માગવામાં આવ્યો હોય તેના તાબાની ન હોય એવી કોઈ કાર્યવાહી માંડતી અથવા તેમાં ચલાવતી રોકવા માટે, કોઈ વ્યક્તિને ફોજદારી બાબતમાં કોઈ કાર્યવાહી માંડતી અથવા ચલાવતી રોકવા માટે, જે કૃત્ય ત્રાસદાયક નીવડશે એમ વાજબી રીતે સ્પષ્ટ થતું ન હોય એવું કોઈ કૃત્ય ત્રાસદાયક તે કારણે તે થતું અટકાવવા માટે. વાદીએ જેની મૂક-સંમતિ આપી હોય એવો સતત ભંગ થતો અટકાવવા માટે ઃ વિશ્વાસઘાતના દાખલમાં હોય તે સિવાય, બીજી કોઈ સામાન્ય પ્રકારની કાર્યવાહી દ્વારા એટલી અસરકારક દાદ અવશ્ય મળી શકતી હોય ત્યારે,
(અ) જો તેને કોઈ ઈન્ડ્રાસ્ટ્રકચર પ્રોજેકટની પ્રગતિમાં અથવા પૂર્ણ થવામાં કોઈ અવરોધ અથવા કરતો હોય અથવા તેવી યોજનાની વિષય વસ્તુ હોવાને કારણે તેને સંબંધિત સુસંગત સુવિધાની સતત જોગવાઈઓમાં અથવા બજવણીમાં હસ્તક્ષેત કરતો હોય. વાદીની અથવા તેના એજન્ટની વર્તણૂક એવી હોય કે જેથી કોર્ટની મદદ મેળવવા માટે વાદી ન રહે ત્યારે, (બ) સંબંધિત બાબતમાં વાદીને અંગત હિત ન હોય ત્યારે.
નકારાત્મક કબૂલાતનું પાલન કરવા માટે મનાઈહુકમ ઃ ઉપરોક્ત કલમ-૪, ૧ માં ગમે તે મજકૂર હોય છતાં, કોઈ કરારમાં અમુક કાર્ય કરવા માટેના નકારાત્મક હોય અને તેની સાથે સાથે અમુક કૃત્ય ન કરવા માટેની સ્પષ્ટ અથવા ગર્ભિત નકારાત્મક કબૂલાત હોય ત્યારે કોર્ટ હકારાત્મક કબૂલાતનું યથાનિર્દિષ્ટ પાલન કરવાની ફરજ પાડી શકે નહિ તેવા સંજોગો હોય કોર્ટને નકારાત્મક કબૂલાતનું પાલન કરાવવા માટે મનાઈહુકમ આપવામાં બાધ આવશે નહીં.
નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)
No comments:
Post a Comment