2.07.2023

દસ્તાવેજ કરાવીશું તો જંત્રી નવી લાગશે કે જૂની : દસ્તાવેજ કરાવતી વખતે લોકોની અવઢવ

સોમવારે નવા દસ્તાવેજ રજિસ્ટર થયા તે જૂની સ્ટેમ્પ ડ્યૂટી પર જ રજિસ્ટર થયા છે. મળતી માહિતી મુજબ ૫૮૨૯ દસ્તાવેજોની ગઈકાલે નોંધણી થઈ છે. કુલ ૫૯૭૦ ટોકન ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫૪ ટોકન રદ થયા હતા. પાંચ ફેબ્રુઆરીથી નવી જંત્રીના દર લાગશે તેવી જાહેરાત કરવામાં આવી હોવાથી દસ્તાવેજ રજિસ્ટર કરાવવા કે નહિ તે મુદ્દે લોકો અવઢવમાં હતા. તેમની પાસેથી નવી જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી લેવામાં આવશે કે જૂની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી લેવામાં આવશે તે અંગેની અવઢવને કારણે તેમણે પાંચમી ફેબ્રુઆરીએ દસ્તાવેજ નોંધાવવા જવાનું ટાળ્યું હતું. છતાં જાણકારી ધરાવનારાઓએ દસ્તાવેજોની નોંધણી કરાવી હતી.

પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે પાંચમી ફેબ્રુઆરી પૂર્વે સ્ટેમ્પ લઈ લીધા હોય અને દસ્તાવેજ તૈયા૨ કરી દીધો હોય અને તેમાં બંને પક્ષની સહી ચોથી ફેબ્રુઆરીએ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવે તો પાંચમી તારીખે જૂની સ્ટેમ્પ ડ્યૂટીથી જ દસ્તાવેજ ફરજિયાત રજિસ્ટર કરાવવો પડે છે. સહી-કબૂલાત-મત્તાની તારીખ ૪ ફેબ્રુઆરી નાખવામાં આવે તો ફરજિયાત જૂના દરથી જ દસ્તાવેજ રજિસ્ટર કરવો પડશે.

૨૦૧૧માં જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યા ત્યારે પણ જૂના દરથી દસ્તાવેજ કરવો પડ્યો હતા. સહી કર્યા તારીખ ૪ ફેબ્રુઆરી પહેલાનો અને દસ્તાવેજ માટેનો સ્ટેમ્પ પણ ચાર ફેબ્રુઆરી પેલા લેવાયેલો હોવો જોઈએ. આ મુદ્દે સબરજિસ્ટ્રાર કચેરી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. પરંતુ સ્ટેમ્પમાં મતા તારીખ એટલે કે ખરીદ વેચાણની કબૂલાત કરતા સીસિક્કા ચોથી ફેબ્રુઆરી ૨૦૨૩ના કે તેની પહેલા જ થઈ ગયા હોય તો તેને માટે જૂના ભાવથી સ્ટેમ્પ ડ્યૂટી લઈને દસ્તાવેજ કરી આપવાના રહેશે. ચોથી ફેબ્રુઆરી ૨૦૨૩ પહેલા જે દસ્તાવેજમાં ખરીદ વેચાણની કબૂલાત કરતાં સહી સિક્કા થઈ ગયા હશે તેમના દસ્તાવેજ પ૨ જૂની જંત્રી પ્રમાણેની સ્ટેમ્પ ડ્યૂટી ૩૦મી જૂન ૨૦૨૩ સુધી લેવાની રહેશે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...