2.07.2022

જંત્રી મુજબ સ્ટેમ્પ વાપરેલ ન હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઈનકાર થઈ શકે નહીં

 જંત્રી મુજબ સ્ટેપ વાપરેલ ન હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઈનકાર થઈ શકે નહીં 



સને -2007 પહેલાં અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજો પણ સબ - રજિસ્ટ્રાર કચેરી સમક્ષ નોંધણી માટે રજૂ કરવામાં આવતા હતા અને . આવા સંજીગોમાં સામાન્ય રીતે આવા ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજોને સંબંધિત મિલકતની બજાર કિંમત નક્કી કરવા બાબત બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩૨ ( ક ) હેઠળ નાયબ ક્લેક્ટર , સ્ટેમ્પ ડ્યૂટ મૂલ્યાંકન્ન તંત્ર સમક્ષ ન્યાય - નિર્ણય કરવા આવા લેખો મોકલવામાં આવતા હતા . નાયબ ક્લેક્ટર દ્વારા અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજો અંગે મિલકતોની બજાર કિંમત નક્કી કર્યા બાદ પક્ષકાર તેવા હુકમથી સંમત થયા બાદ આવા દસ્તાવેજો અંગે ખૂટતી સ્ટેમ ડ્યૂટી પક્ષકાર દ્વારા ભર્યા બાદ આવા લેખોની નોંધણીની કાર્યવાહી પૂર્ણ થતી નથી . પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉપર મુજબની પ્રક્રિયા ટાળવા તા . ૦૯-૦૫-૨૦૦૭ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ . આ પરિપત્રમાં કરેલ જોગવાઈ મુજબ જો પક્ષકાર નોંધણી માટે કોઈ દસ્તાવેજ રજૂ કરે અને તે દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જંત્રી મુજબની બજાર કિંમત મુજબ સ્ટેમ્પ ડ્યૂટી વપરાયેલ ન હોય તો નોંધણી અધિકારી તેને સ્વીકારશે નહીં અને ટોકન પણ આપશે નહીં અને પક્ષકારોને આવે દસ્તાવેજ ડેપ્યુટી ક્લેક્ટર સમક્ષ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરવા માટે રજૂ કરવા સૂચિત કરશે અને આવા રજૂ થયેલા લેખો અંગે નોંધણી ફી સ્વીકારવાની રહેશે નહીં . એથતિ દસ્તાવેજ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ધરાવતા હોય તેમ જ પક્ષકાર પૂરતી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવે ફક્ત ત્યારબાદ જ આવા દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવાના રહેશે અને તો જ આવા લેખો અંગે નોંધણી અધિનિયમની પ્રક્રિયા હાથ ધરી શકાશે , તે મુજબની જોગવાઈ આ પરિપત્રમાં કરવામાં આવેલ . આ પરિપત્રનો અમલ તા . ૧૫-૫-૨૦૦૭થી કરવા તેમ જ આ પરિપત્રની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવા પણ જણાવવામાં આવેલ હોવાથી આ પરિપત્રના આધારે તા . ૧૫-૫-૨૦૦૭થી જે લેખો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જંત્રી મુજબની બજાર કિંમત પ્રમાણે પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યૂટી વાપરવામાં આવેલ હોય માત્ર તેવા દસ્તાવેજો જ નોંધણી અધિકારી સમક્ષ રજૂ થઈ શકતા હતા અને માત્ર તેવા દસ્તાવેજો અંગે જ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી અને તે મુજબની સ્ટેમ્પ ડ્યૂટી વપરાયેલ ન હોય તેવા લેખો નોંધણી માટે સ્વીકારવાની નોંધણી અધિકારી દ્વારા ના પાડી દેવામાં આવતી હતી .

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯-૫-૨૦૦૭ના રોજ બહાર પાડવામાં આવેલ આ પરિપત્રની કાયદેસરતાને જુદી જુદી અરજીઓ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવેલ . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે આવી તમામ જુદી જુદી અરજીઓને એક સાથે ભેગી લઈ લેવામાં આવેલ . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરુણભાઈ રામજીભાઈ પટેલ અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા , રિટ પિટિશન નં . ૧૦/૨૦૧૩ અને સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં . ૧૮૯૬૪/૨૦૦૭ , ૧૫૭૦૦/૨૦૦૭ મુજબનું પ્રકરણ ચલાવવામાં આવેલ . ( લેન્ડ લોઝ જજમેન્ટ્સ ( L. ) , વોલ્યુમ -૧ , ઇયૂ -૫ , મે -૨૦૧૪ , પાના નં . ૩૭૯ ) . આ કેસમાં ગુજરાત રાજ્ય સરકારના વકીલશ્રી તરફથી એવી દલીલો કરવામાં આવેલ કે , આ પરિપત્રનો ઉદ્દેશ વિવિધ નોંધણીપાત્ર દસ્તાવેજો માટે ચૂકવવાપાત્ર ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીને લગતા વિવાદો , કે જે વિલંબિત નોંધણીમાં પરિણમે છે , તેના ઝડપી નિકાલ માટે નોંધણી નિયમોના હાલના નિયમ ૪ પના સરલીકંરણનો છે . પરિપત્ર નોંધણી અધિનિયમ અથવા સ્ટેમ્પ અધિનિયમ હેઠળની નિયમો બનાવવાની સત્તા હેઠળ કાઢવા આવ્યો નહોતો , આવા પરિપત્ર કોઈપણ રીતે અસ્તિત્વમાન કોઈ કાયદા હેઠળ નાગરિકોમાં નિહિત કોઈ હક ઝૂંટવી લીધો નથી . જ્યારે કોઈ દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરવામાં આવે ત્યારે જો નોંધણી અધિકારી મિલકતનાં મૂલ્યાંકન વિશેનાં વિવાદને યથાવત્ રાખી દસ્તાવેજ સ્વીકારે અને નોંધણી માટે દસ્તાવેજ રજૂ થયા બાબતની પહોંચ મંજૂર કરે , તો . નોંધણી માટે દસ્તાવેજને રજૂ કરનાર વ્યક્તિ તેમ જ તેવા વ્યવહાર હેઠળનો લાભાર્થી મૂલ્યાંકનના વિવાદની પતાવટની કરવામાંથી અને સાથે સાથે સક્ષમ સત્તાને ત્યારબાદની વધારાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાંથી રસ ગુમાવી દેશે . જો નોંધણી અધિકારીને એવું ૬૯ , જણાય કે , દરતાવેજમાં દશવિવામાં આવેલ અવેજ તેના મુખ ઉપરથી રાજયે દ્વારા વિરતારો પ્રમાણે તૈયાર કરાયેલ જમીનની કિંમત કે જે જંત્રી - કિંમત તરીકે જાણીતી છે , તેમાં દર્શાવ્યા મુજબની બજાર કિંમત કરતાં ઓછો છે , તો વિવાદી જાહેરનામા દ્વારા તેમને આવી રજૂઆતને નહીં સ્વીકારવાની અને દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને સલામ વ્યક્તિ નામે ડેપ્યુટી કલેક્ટર દ્વારા યોગ્ય મૂલ્યાંકન કરાવવાનું કહેવાની મુનસફી આપવામાં આવેલ છે . વિવાદી પરિપત્રમાં ઠરાવેલ પ્રક્રિયા , નોંધણી માટે દસ્તાવેજ રજૂ . કરનાર વ્યક્તિ અથવા વ્યવહારનાં પક્ષકારોના હિતને કોઈ રીતે અસર કરતી નથી . રે આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મુખ્યત્વે નોંધણી અધિનિયમની કલમો -૨૩ , ૪૭ , અને નોંધણી નિયમોના નિયમ -૪ પ તેમ જ બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩૨ ( ક ) . તેમ જ પ ૩ ( ક ) ની જોગવાઈઓ વિશેષરૂપે ધ્યાને લીધેલ અને તેની ચર્ચા કરેલ . આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , વૈધાનિક જોગવાઈઓ એવી જોગવાઈ કરે છે કે , જ્યારે દસ્તાવેજ નોંધણી માટે એવા મૂલ્યાંકન સાથે રજૂ કરવામાં આવે કે જે નોંધણી અધિકારીના મતે યોગ્ય મૂલ્યાંકન કરતાં ઓછું હોય અને પરિણામે સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ચૂકવવાપાત્ર જરૂરી સ્ટેમ્પ ડ્યૂટીની રકમનો સ્ટેમ્પ વપરાયો ન હોય તેવી સ્થિતિમાં , દસ્તાવેજને નોંધણી માટે સ્વીકારવાની અને ત્યારબાદ તે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને ઠરાવેલ સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાનું જણાવવા બોલાવવાની નોંધણી અધિકારીની જ છે અને જો દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિ વિવાદ ઉપસ્થિત કરે તો , તે વિવાદનો ન્યાય - નિર્ણય કરવાની અને ત્યારબાદ , બાકીની રકમ ઠરાવેલ સમયમાં ચૂકવવાની સૂચના આપવાની એ કથિત અધિકારીની ફરજ છે . અલબત્ત , નોંધણી અધિકારી દ્વારા થનાર આવો ન્યાય - નિર્ણય સ્ટેપ અધિનિયમની કલમ - પ ૩ ( ક ) માં ઠરાવેલ યોગ્ય સત્તાધિકારી સમક્ષ ફેરતપાસને આધીના હોય છે અને તે વિવાદ ઉચ્ચતર ફોરમ સમક્ષ પણ લઈ જઈ શકાય છે . વિવાદી પરિપત્રની મદદ વડે દસ્તાવેજને “ ઓછા મૂલ્યાંકનવાળા દસ્તાવેજ ' તરીકે સ્વીકારવાનો ઇનકારે કરવો એ સ્ટેમ્પ અધિનિયમની કલમો -૩૨ ( ક ) એ પ ૩ ( ક ) માં તેમ જ નોંધણી નિયમોના નિયમ -૪ પમાં કરાયેલ જોગવાઈની પ્રક્રિયાનો ભંગ ગણાય . સ્ટેમ્પ અધિનિયમની કલમો ૩ ર ( ક ) અને પ ૩ ( ક ) તેમ જ નિયમ -૪ પમાં જણાવવામાં આવેલ નિર્ધારિત પ્રક્રિયા ઉપરથી વિચલિત થવાનો કોઈ અવકાશ નથી . ઉપરોક્ત જોગવાઈઓની રૂએ , નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિને અયોગ્ય , અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે પણ દસ્તાવેજ રજૂ થયાની હકીકત સ્વીકારતી રસીદ મેળવવાનો અને ત્યારબાદ યોગ્ય મૂલ્યાંકનના નિર્ણય માટેની કાર્યવાહીનો સામનો કરવાનો હક છે . એક નાગરિકને નોંધો અધિનિયમની . કલમ -૨૩ હેઠળ ઠરાવેલ સમયના છેલ્લા દિવસે પણ નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવાનો હક છે , પરંતુ વિવાદી પરિપત્રની મદદ લઈને બચાવકતઓ છેલ્લા દિવસે તેને સ્વીકારવાનો ઇનકાર કરીને દસ્તાવેજ રજૂ કરવાના હકને સમયમર્યાદાથી પ્રતિબંધિત કરી શકે છે તેમ જ બખૂબી સમયમર્યાદામાં રજૂ થયેલ દસ્તાવેજને પણ સ્વીકારવાનો ઇનકાર કરીને અને નોંધણી અધિનિયમની કલમ -૨૩ હેઠળ ઠરાવેલ સમયમાં મૂલ્યાંકનના વિવાદનો નિવેડો નહીં લાવીને પણ નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવાનો હક પ્રતિબંધિત થઈ શકે છે .

ર વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું મંતવ્ય કરેલ કે , રાજ્ય - સત્તાવાળાઓને વિલંબ માફીની કથિત જોગવાઈનું આહ્વાન કરવા કોઈ નાગરિકને મજબૂર કરવાનો કોઈ હક નથી તે પણ જ્યારે તે તેના હકની રૂએ , આક્ષેપિત ઓછા મૂલ્યાંકન અને તેના પરિણામે સ્ટેમ્પ ડ્યૂટીની અપૂરતી રકમ સાથે પણ સમયમર્યાદાના સમયગાળામાં દસ્તાવેજ રજૂ કરવાના તેના હકનો ઉપયોગ કરવા માગતો હોય . જ્યાં સુધી સ્ટેમ્પ ડ્યૂટીને લગતાં વિવાદનો રાજ્ય સત્તાવાળાઓ દ્વારા નિવેડો લાવવામાં ન આવે ત્યાં સુધી દસ્તાવેજનાં પક્ષકારો મૂલ્યાંકનને લગતાં વિવાદના નિકાલને ઝડપી બનાવશે અને સ્ટેમ્પ ડ્યૂટીની જરૂરી રકમની ચૂકવણી કરશે . આ કેસમાં નોંધણી માટેનાં દસ્તાવેજને ચલાવવાના કેસ અંગે અને તે પણ જ્યારે નોંધણી અધિકારી અપૂરતા સ્ટેમ્પ સાથે ઓછા મૂલ્યાંકનનો આક્ષેપ કરે છે ત્યારે વિશેષ વૈધાનિક જોગવાઈનું અસ્તિત્વ હોવા છતાં રાજ્ય સરકારે વિવાદી પરિપત્ર કાઢીને સક્ષમ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ કાયદાને ટાળવાની ગેરકાયદેસર પદ્ધતિ શોધી કાઢેલ છે . ઉપરોક્ત પરિપત્ર સક્ષમ વિધાનસભા દ્વારા માન્ય કરાયેલ ન હોઈ કાયદાની કોઈ સત્તા વિનાનો છે અને તેથી ઊલટું આ જ વિષય અંગે જોગવાઈ કરતાં અસ્તિત્વમાન કાયદાની વિરુદ્ધનો છે . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯ પ -૨૦૦૭ ના રોજનો પરિપત્ર હકૂમત વિનાનો હોવાનું ઠરાવી રદ કરવાનો હુકમ ફરમાવેલ તેમ જ ઓછા મૂલ્યાંકન અને અપૂરતી સ્ટેમ્પ ડ્યૂટી લગાડેલ દસ્તાવેજની રજૂઆતના કેસોમાં અસ્તિત્વમાન વૈધાનિક જોગવાઈઓને અનુસરવા રાજ્ય સરકારને સૂચના પણ આપવામાં આવેલ . ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે , રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તા . ૯-૫-૨૦૦૭ના રોજનો પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હોવાથી પક્ષકારો ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીવાળા દસ્તાવેજને નોંધણી માટે રજૂ કરી શકે છે અને નોંધણી અધિકારીને સંબંધિત મિલકતની બજાર કિંમત નક્કી કરવા બાબત બોમ્બે સ્ટેમ્પ અધિનિયમની કલમ -૩ ર ( ક ) હેઠળ નાયબ કલેક્ટર , સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર સમક્ષ ન્યાય - નિર્ણય કરવા મોકલી શકે છે અને પક્ષકારો આવા કેસોમાં પુરાવાઓ રજૂ કરી પોતાની રજૂઆતો કરી શકે છે , ( સંદર્ભ લેન્ડ લોઝ જજમેન્ટ્સ ( LLJ ) , વોલ્યુમ -૧ , ઇશ્યપ , મે -૨૦૧૪ , પાના નં . ૩૭૯ ) .

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...