3.03.2021

યુનિટ હોલ્ડર્સને પૂછયા વગર બિલ્ડર પ્લાનમાં બદલાવ કરી શકાશે નહીં, ગુજરાત રેરાનો મહત્વપૂર્ણ ચુકાદો

 યુનિટ હોલ્ડર્સને પૂછયા વગર બિલ્ડર પ્લાનમાં બદલાવ કરી શકાશે નહીં, ગુજરાત રેરાનો મહત્વપૂર્ણ ચુકાદો


વડોદરાની પુષ્પક ગ્રીન સોસાયટી કેસમાં રેરા ઓથોરિટીએ આપ્યો નિર્ણય

  • જાણકારોના મતે ચાલુ તેમજ નવા પ્રોજેક્ટ્સને આ ચુકાદાની અસર થશે
  • ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે અંતર્ગત બિલ્ડર્સ હવે જેને મકાન વેચ્યું હોય તેને પૂછ્યા વગર પ્લાનમાં ફેરબદલ કરી શકશે નહીં તેમજ જૂની જગ્યા પર બીજા તકબક્કામાં પ્રોજેક્ટ શરૂ કરે ત્યારે કોમન એમિનિટીઝને યુનિટ હોલ્ડર્સની મંજૂરી વગર નવા પ્રોજેક્ટમાં બતાવી શકશે નહીં. વડોદરાની પુષ્પક ગ્રીન સોસાયટીના રહીશોએ બિલ્ડર વેસ્ટઈન એન્ટરપ્રાઈઝ સામે કેસ કર્યો હતો અને આ કેસમાં ગુજરાત રેરાએ નિર્ણય આપ્યો હતો.

    સોસાયટીનો વહિવટ ઓનર્સને સોંપાયા બાદ ડેવલપરનો હક્ક રહેતો નથી
    પુષ્પક ગ્રીન ડુપ્લેક્ષ ઓનર્સ એસોસિએશનના વકિલ ગુજરેરા એક્સપર્ટ્સના કો-ફાઉન્ડર લોકેશ શાહે જણાવ્યું કે, બિલ્ડર અથવા તો પ્રોજેક્ટ ડેવલપર એક વાર મકાન માલિકોને સોસાયટી હેન્ડઓવર કરે છે પછી કોમન એરિયા, એમિનિટીઝ અને ભવિષ્યમાં મળનારી FSI ઉપર પોતાનો અધિકાર માંગી ન શકે. આ બધા અધિકારો સોસાયટી પાસે રહે છે અને જો તેમ કઈ પણ ફેરફાર કરવા હોય તો તેના માટે યુનિટ હોલ્ડર્સની મંજૂરી મેળવવી જરૂરી છે.

    ચાલુ અને નવા પ્રોજેક્ટ્સને અસર થશે
    ગુજરેરા એક્સપર્ટ્સના કો-ફાઉન્ડર હર્ષ મેહતાએ જણાવ્યું કે, રેરા ઓથોરિટીના ચુકાદાની અસર નવા પ્રોજેક્ટ્સ અને ચાલુ પ્રોજેક્ટ્સ પર પણ આવશે. ડેવલપર્સ જે પહેલા પ્રોજેક્ટ ચાલુ હોય ઘણીવાર પોતાની ઈચ્છા મુજબ પ્લાનમાં ફેરફાર કરી નાખતા હતા. આ ચુકાદા બાદ હવે તેઓ આવું કરી શકશે નહીં અને કોઈ પણ ફેરફાર કરવો હોય તો તેમણે યુનિટ હોલ્ડર્સની મંજૂરી લેવી પડશે. આમાં પણ 67% હોલ્ડર્સ સહમત હશે ત્યાર બાદ જ કોઈ પણ ફેરફારની મંજૂરી મળશે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...