હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી હક્કપત્રક એટલે આઝાદી પછીનો, જેતે ગામની જમીનનો ઈતિહાસ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

7.03.2020

હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી હક્કપત્રક એટલે આઝાદી પછીનો, જેતે ગામની જમીનનો ઈતિહાસ

હક્કપત્રક ૬ એટલે જમીનની કુંડળી હક્કપત્રક એટલે આઝાદી પછીનો, જેતે ગામની જમીનનો ઈતિહાસ


માન્યતા પ્રમાણે જેમ સ્વર્ગમાં ચિત્રગુપ્ત લોકોના સારા નરસા કાર્યનો હિસાબ-કિતાબ રાખે છે. તેમ ગામમાં તલાટી, જે તે ગામની જમીનો અંગેના કોઈ પણ વ્યવહારો કે ફેરફાર થતા હોય તેની નોંધ રાખે છે. એટલે કે ગામની જમીનનો ઈતિહાસ તલાટી લખે છે. આ ફેરફારો જેવા એ જમીનનું વેચાણ, જમીનમાં વરસાદ, હક્કથી ફેરફાર, ભાઈઓ ભાઈ વચ્ચે વહંેચાણ, મરણને કારણે થતી વરસાઈની નોંધ, સરકારના હુકમને કારણે થતા ફેરફારની નોંધ, લોન કર્જ લીધો કે ભરપાઈ કર્યાની નોંધ વિગેરેની નોંધ તલાટી દ્ધારા રાખવામાં આવે છે. આ નોંધ જે રજીસ્ટરમાં રાખવામાં આવે છે તેને હક્ક પત્રક-૬  રજીસ્ટર કહેવામાં આવે છે. જમીનના હક્ક અંગે જે ફેરફાર થતા હોય તેની વિગત ખૂબ જ ટૂંકમા અને સ્પષ્ટ રીતે નોંધવાની હોય છે.

3

     તલાટી જ્યારે તેના હક્કપત્રક રજીસ્ટરમાં કોઈપણ ફેરફાર બાબતોની નોંધ કરે છે ત્યારે તેણે શરૂઆત ૧ નંબરથી કરીને સળંગ અનુક્રમ નંબર  આપતા રહેવાનુ હોય છે. અને તે ૧,૦૦,૦૦૦ સુધી ક્રમશઃ આપવાનો હોય છે.

     જો ગામ ઝડપથી વિકસતુ હોય અને તે ગામની જમીનોમાં વારંવાર અને ઘણા બઘા ફેરફાર થતા હોય તો તે ગામનાં હક્કપત્રક રજીસ્ટરનો અનુક્રમ નંબર હાલમાં ૧૫૦૦૦થી ૨૦૦૦૦ ઉપરનો ચાલતો હોય છે. અને જે ગામમાં વિકાસ નહિવત્‌ હોય તો તેવા ગામમાં હક્કપત્રક રજીસ્ટરનો અનુક્રમ ૧૫૦૦થી ૨૦૦૦ આસપાસ ચાલતો હોય છે.

     તલાટી જ્યારે તેના હક્કપત્રક રજીસ્ટરમાં ફેરફાર બાબતોની નોંધ જે તે અનુક્રમ નંબર પર કરતો હોય છે, ત્યારે નમુના પત્રકનાં કોલમ નં. ૩માં બતાવ્યા મુજબ જે તે જમીનનો સર્વે નંબર / બ્લોક નંબરની નોંધ પણ કરતો હોય છે. ત્યારે સાથે સાથે આ ફેરફારોનો અનુક્રમ નંબર જે તે ૭/૧૨ માં પણ લખી દેતો હોય છે.

     અગાઉ જૂની ૭/૧૨માં આ અનુક્રમ નંબરો ગોળ ચકરડાથી બતાવવામાં આવતા હતા જેમ કે ૫૧ ૨૦૧ ૪૦૩ ૫૨૫ હાલમાં કોમ્પ્યુટરાઈઝડ ૭/૧૨માં આ અનુક્રમ નંબરો ગુજરાતીમાં લખીને (કુંડાળા વગર) અલ્પવિરામ ચિન્હથી છુટા પાડીને લખવામાં આવે છે.

     આથી ગામની જમીન જ ૭/૧૨માં ઓછા હક્કપત્રક નંબરો લખેલા હશે તેના ઈતિહાસમાં ઓછો ફેરફાર હશે અને જે ૭/૧૨માં ઘણાબધા હકપત્રક નંબરો લખાયેલા હશે તો તેના ઈતિહાસમાં ઘણાબધા ફેરફારો થયેલા હશે માટે જમીન ખરીદતી વખતે આ ઈતિહાસ વાંચવો ખૂબ જ જરૂરી છે.

4

હક્કપત્રક ૬ વિશેની અગત્યની માહિતી :

     દરેક ગામે હક્કપત્રક રાખવાનુ હોય છે.કોઈ પણ ફેરફારની નોંધ બાબતે અરજદારે ઈ-ધરામાં પુરાવા સાથે અરજી કરવાની હોય છે. સરહદ ફેરફાર બાબતની ચકાસણી તલાટી/સર્કલ ઓફિસરે કરી મંજુર કરી આપવાની હોય છે. સૌ પ્રથમ હક્કપત્રકમાં એન્ટ્રી પડે ત્યારે તેને “કાચી એન્ટ્રી” પ્રમાણે પ્રમાણિત કરવામાં આવે છે. હક્કપત્રકમાં એન્ટ્રી પડયા પછી કોમ્પ્યુટરાઈઝડ્‌ ૧૩૫-ડીની નોટિસ જનરેટ થાય છે અને તેના ફેરફાર બાબતની જાણ આગલા ખાતેદારને કરવામાં આવે છે.

     હક્કપત્રકમાં પડેલી એન્ટ્રી બાબતે કોઈ વાંધો હોય તો ૧૩૫-ડીની નોટિસથી ૩૦ દિવસમાં લેખિતમાં વાંધો રજૂ કરવાનો રહે છે. હક્કપત્રકમાં પડેલી નોંધ બાબતે ૩૦ દિવસના સમય પછી કોઈ વાંધો ન આવે તો નોટિસનો સમય પુરો થયો છે, નોટિસ બજાવેલ છે, ફેરફાર કાયદાની બાબતે બરાબર નિયત સમય મર્યાદામાં  કોઈ વાંધા રજૂ થયેલ નથી, તેની ખાતરી કરી આવી નોંધ પ્રમાણિત કરવામાં આવે છે હક્કપત્રકની નોંધનો નિકાલ મોડામાં મોડો ૯૦ દિવસમાં કરવાનો હોય છે એવી સરકારની કડક સુચના છે. એન્ટ્રી મંજુર-નામંજુર થયાની લેખિત જાણ પક્ષકારોને કરવાની હોય છે. હક્કપત્રકે મંજુર કે નામંજુર એન્ટ્રીથી પક્ષકાર નારાજ હોય તો અપીલ રીવીઝન થઈ શકે છે.

     હક્કપત્રક એન્ટ્રી અંગેના નિર્ણયથી નારાજ કોઈ વ્યકિત તેને આવા નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસમાં સક્ષમ અધિકારીને જરૂરી કાગળ સાથે અપીલ/અરજી કરી દેવી જોઈએ. રીવીઝનની કાર્યવાહી સમયસર થવી જોઈએ. લાંબા સમય બાદ કરેલ રીવીઝનની કાર્યવાહીને ખૂબ મોડી ગણી રદ કરી અરજદારની તરફેણમાં ચુકાદો આપી શકે છે હક્કપત્રકની નોંધને કાયદેસરના અનુમાનનો દરજજો છે. હક્કપત્રકમાં નોંધાયેલ બાબત ખોટી છે તેવું વાંધો લેનાર સાબિત ન કરી શકે ત્યાં સુધી તે નોંધ કાયદેસર હોવાનું અનુમાન કાયદેસર રીતે કહી શકાય.

     જયાં સુધી હક્કપત્રકની નોંધ વિરૂધ્ધ કોઈ સબળ પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી તે સાચી હોવાનંુ અનુમાન કાયદેસર રહે છે. હક્કપત્રક સંબંધે સ્થળ પર પ્રત્યક્ષ કબજો ખૂબજ મહત્વની બાબત છે. હક્કપત્રકની ખરી નકલો ઈ-ધરામાંથી મેળવી શકાય છે.

     જમીન સંબંધી દરેક ફેરફાર રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે, તેમ છતાં તા.૨૫-૫-૬૬ પહેલા જે નોંધ હક્કપત્રકમાં દાખલ થઈ ગયેલી હોય કે પ્રમાણિત થયેલી હોય તેમાં રજીસ્ટ્રેશન જરૂરી નથી. હકકપત્રકમાં વારસાઈ નોંધો જન્મ મરણના પત્રક (પુરાવા) ઉપરથી પાડવાની હોય છે

     બેંક-સહકારી મંડળી તરફથી બોજાના ફોર્મ નંબર-૫૮ થી તલાટી-કમ મંત્રીને ગીરોખતની નકલ સાથે જમીન ઉપર બોજો નોંધવા જણાવવામાં આવે કે તરત જ હક્કપત્રકે બોજાની નોંધ પાડવામાં આવે છે. બેંક-સહકારી મંડળી તરફથી ઉપાડેલા ધીરાણ- બોજાની રકમ ભરપાઈ થયેથી જે તે બેંક શાખા અધિકારીનુ બોજામુકિતનુ પ્રમાણપત્ર મેળવી લઈ તેની તલાટીને જાણ કરી બોજામુકિતની નોંધ હક્કપત્રકે એન્ટ્રી પડાવી મંજુર થયેલ ૭/૧૨ના અન્ય હક્કના પાનામાં બોજામુકિતની નોંધ કરાવવાની રહે છે. આવી જાણ બોજામુકિતના ૩ માસમાં તલાટીને કરાવવાની રહે છે.

     કોઈ પણ હક્કપત્રકની ફેરફાર નોંધની નકલ ગ્રામપંચાયતના નોટિસ બોર્ડ પર સહેલાઈથી દેખાય આવે તેવી રીતે ૩ મહિના સુધી રાખવાની હોય છે.

     ત્યાર બાદ તેને નોટિસબોર્ડ ઉપરથી ઉતારી એક વર્ષ સુધી તલાટીની ફાઈલમાં જાહેરાતના પુરાવા તરીકે સાચવવાની હોય છે. એન્ડરસન મેન્યુઅલની સ્પષ્ટતા મુજબ લોકોને ગમે તે વખતે ગામ નમુના નંબર ૬, ૭/૧૨, અને નકરાટી- વારસાઈ રજીસ્ટર જોવા તથા તેની નકલો માંગવા માટેનો અધિકાર છે. અરજી ઉપર કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર નથી.

હક્કપત્રકમાં જુદા જુદા પ્રકારની નોંધ દાખલ કરવા માટેના જરૂરી પુરાવા :

1. ખેતીની જમીનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ

2. ઈન્ડેક્ષની અસલ નકલ  (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.)

3. વારસાગત ખેડુતોનો પુરાવો

4. ખરીદી પ્રમાણપત્ર

5. ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

2. બિન ખેતીની જમીનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ

2. ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.

3. વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ)

4. મંજુર કરેલ લે-આઉટ પ્લાન

5. બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ

6. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ

3. બિન ખેતીની પ્લોટનુ વેચાણ :

1. દસ્તાવેજની નકલ

2. ઈન્ડેક્ષની અસલ નકલ

3. વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ  એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી)

4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ

4. વારસાઈ વીલ :

1. પેઢીનામુ-પંચકયા

2. bમરણનો દાખલો

3. વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ

4. ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ5. વહંેચણી

5. નોટરી રૂબરૂ કરેલ વહંેચણી કરાર

6. પક્ષકારો નો જવાબ

7. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

5. સામાયીક પણામાં નામ :

1. નોટરી રૂબરૂ કરેલ કરાર

2. પક્ષકારોનો જવાબ

3. પેઢીનામુ

4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

6. હક્ક કમી :

1. નોટરી રૂબરૂ કરેલ કરાર

2. પક્ષકારોનો જવાબ

3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

7. બોજો દાખલ :

1. બેંક/ સંસ્થાનુ ડેકલ્ેારેશન

2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

8.બોજો કમી :

1. બેંક/ સંસ્થાનુ બોજ કમી

2. ડેકલ્ેારેશન

3. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

9. ટુકડા મુકિત :

1. સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર

2. છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ

3. પંચનામુ

4. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

10. બિન ખેતીની નોંઘ :

1. સક્ષમ અઘિકારોનો હુકમ

2. મંજુર કરેલ લે-આઉટ પ્લાન

3. ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ.

11. હુકમ નોંઘ :

1. સક્ષમ અઘિકારોનો હુકમ

2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ

12. સુઘારા નોંઘ :

1. સુઘારાની વિગત

2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

13. અન્ય :

1. પ્રક્રાર મુજબ દસ્તાવેજ

2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

14. મોર્ગેજ :

1. મોર્ગેજ ડીડ

2. ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ

No comments:

Post a Comment

Featured post

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ

કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેતાં વેપારીઓને મોટી રાહત, હવે ભાડાની મિલકત પર 18% GST રદ. CBIC Excludes GST on Renting of Immovable Property under R...