દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય છે કે સાસું-સસરાંની ચલ અને અચલ સંપત્તિમાં વહુનો કોઇ અધિકાર નથી. પછી એ સંપત્તિ પૈતૃક હોય અથવા જાતે બનાવી હોય. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કામેશ્વર રાવની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે આવી કોઇપણ ચલ, અચલ, મૂર્ત, અમૂર્ત અથવા અન્ય કોઇપણ સંપત્તિ જેમાં સાસુ-સસરાંનું હિત જોડાયેલું છે, તેના પર વહુનો અધિકાર નથી. વરિષ્ઠ નાગરિકોને પોતાના ઘરમાં શાંતિથી રહેવાનો અધિકાર છે. સાસું-સસરાંના પોતાના ઘરમાં પુત્ર-પુત્રી અથવા કોઇ કાયદાકિય વારિસ જ નહીં પરંતુ વહુ પાસેથી પણ ઘર ખાલી કરાવવાનો અધિકાર છે.કાયદામાં આપવામાં આવ્યા છે પેરેન્ટ્સને આ અધિકાર, ખોટું થતું હોય તો ભરી શકે છે આ પગલા
શું છે આખો મામલો
આ કિસ્સામાં વહુએ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકની દેખભાળ અને કલ્યાણ માટે બનેલા નિયમોનો હવાલો આપતા કહ્યું હતું કે તે સસરાં પાસેથી ભરણ-પોષણ નથી માગી રહી તેથી તેઓ તેની પાસેથી ઘર ખાલી ન કરાવી શકે. મહિલાએ દલીલ કરી હતી કે સસરાં માત્ર પોતાના પુત્ર-પુત્રી અથવા કાયદાકિય વારસ પાસેથી જ ઘર ખાલી કરાવી શકે છે. હાઇકોર્ટે મહિલાની આ તમામ દલીલોને ખારિજ કરી દીધી છે. પિટિશન દાખલ કરનાર મહિલા પોતાના પતિ અને સાસું-સસરાં વિરુદ્ધ દહેજ, ત્રાસ અને અન્ય આરોપોના કેસ દાખલ કરી ચૂકી છે. મહિલાનો એના પતિ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. સસરાંએ મહિલા પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા અધિકારીએ મહિલાને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાએ આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
જાણો શું છે વરિષ્ઠ માતા-પિતાના અધિકાર
મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સીનિયર એડ્વોકેટ સંજય મહેરાએ જણાવ્યું કે વૃદ્ધ માતા-પિતાને અનેક કાયદાકિય અધિકાર છે. કોઇપણ સંતાન પોતાના પેરેન્ટ્સને પરેશાન કરી શકે નહીં. કોઇપણ દિકરો પોતાના માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી શકે નહીં. જો ઘરની રજિસ્ટ્રી દિકરાના નામ પર છે તો આવા કેસમાં દિકરાએ પિતાને દર મહિને ભરણ-પોષણ આપવું જરૂરી છે. જાણો આવા કિસ્સામાં શું કહે છે કાયદો.
વૃદ્ધ માતા-પિતાને શું છે અધિકાર
– વૃદ્ધ માતા-પિતાને પોતાના બાળકો પાસેથી ભરણ-પોષણ મેળવવાનો અધિકાર છે.
– જે ઘરમાં તેઓ રહી રહ્યાં છે, તેની રજિસ્ટ્રી તેમના નામ પર છે તો સંતાન તેમને ઘરમાંથી બહાર કાઢી શકતું નથી.
– બાળક માતા-પિતાને પોતાના ઘરમાં રાખવા માગતો નથી તો તેણે પેરેન્ટ્સને દર મહિને ભરણ-પોષણ આપવું પડે છે.
– ભરણ-પોષણ પેરેન્ટ્સની જરૂરિયાતો અને પુત્રની કમાણી પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
પુત્ર ઘરમાંથી કાઢે મુકે તો શું કરવું?
– વરિષ્ઠ નાગરિક સંરક્ષણ અધિનિયમ, 2005 હેઠળ પેરેન્ટ્સ આવા કેસમાં કાર્યવાહીની માગ કરી શકે છે.
– સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ-પોષણની માગ કરી શકે છે.
– કેલક્ટરને ફરિયાદ કરી શકાય છે.
– સંતાનોએ મારપીટની અથવા ધમકાવ્યા હોય તો પોલીસ ફરિયાદ કરી શકે છે.
– પોલીસ તમારી વાત ન સાંભળે તો મેજિસ્ટ્રેટ અથવા ફેમિલી કોર્ટમાં અપીલ કરી શકાય છે.
પેરેન્ટેસને છેતરીને પોતાના નામે કરાયેલી સંપત્તિ માન્ય નથી
– જો કોઇ સંતાને પેરેન્ટ્સને ભોળવીને કે છેતરીને તેમની પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હોય તો તે માન્ય રહેશે નહીં.
– પેરેન્ટ્સ તેની ફરિયાદ કરે છે તો જિલ્લા તંત્ર તેમને પરત કબજો અપવી શકે છે.
– તંત્રનો સહયોગ મળવાથી પેરેન્ટ્સ કોર્ટમાં કેસ કરી શકે છે.
ભરણ-પોષણ ન આપે તો શું થાય છે સજા
– ઓર્ડર બાદ પણ કોઇ સંતાન પોતાના માતા-પિતાને ભરણ-પોષણ ન આપે તો તેને 1 મહિનાની જેલની સજા આપી શકે છે.
– બાળકો કોઇપણ રીતે વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરી શકતા નથી.
No comments:
Post a Comment