ગુજરાત હાઈકોર્ટનો અગત્યનો ચુકાદો
સેલડીડના આધારે પડાયેલી એન્ટ્રી રદ કરવાનો રેવન્યુ ઓથોરીટીને અધિકાર નહીં
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રજિસ્ટર્ડ સેલડીડ થયા પછી રેવન્યુ ઓથોરીટીએ જેના નામનો દસ્તાવેજ હોય તેના નામની એન્ટ્રી પાડવી જ પડે. રજિસ્ટર્ડ સેલડીડના આધારે પાડવામાં આવેલી એન્ટ્રી રદ.
કરવાનો રેવન્યુ ઓથોરીટીને કોઈ અધિકારક્ષેત્ર નથી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ અંગેના સીંગલ જજના હુકમને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલ ફગાવી દીધી હતી અને સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.
પાટણના જંગરાલ ગામે જાણીતા પાળેશ્વર મહોદવ ટ્રસ્ટની જમીનના વેચાણ અંગેના કેસમાં વાંધેદારોની અપીલ ફગાવાઈ.
કેસની વિગત મુજબ, પાટણ | જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે આવેલ જાણીતા શ્રી પાળેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની ખેતીની જમીન આવેલી હતી. તે જમીન મહાદેવના જિર્ણોધ્ધાર માટે વેચવાની જરૂરિયાત ઉભી થઈ હતી. જો કે, ટ્રસ્ટની જમીન હોવાથી ચેરિટી કમિશનરની કલમ-૩૬ | હેઠળ મંજૂરી લીધા બાદ જ વેચી શકાય. આ માટે ટ્રસ્ટ દ્વારા મહેસાણાના જોઇન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ઉપરોકત જમીન વેચવા માટેની જરૂરી મંજૂરી માંગી હતી. જેમાં નિયમ મુજબ, અખબારમાં જાહેરાત પણ આપવી પડે. જેની પૂર્તતા કર્યા બાદ જોઇન્ટ ચેરિટી કમિશનરે સૌથી ઉંચી કિંમત આપનાર મનુભાઈ બારોટને કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જમીન આપી હતી.
જો કે, આ નિર્ણય સામે વાંધો ઉઠાવી નીરૂબેન પી.બારોટ નામના પક્ષકાર તરફથી વાંધા અરજી આપી હતું કે, આ મિલ્કત અમારા બાપદાદાના વખતની છે અને તેથી આ જમીન ફાળવી વિધી શકાય. કે, જોઇન્ટ ચેરિટી ઉંચી બોલી બોલી હોવાથી જમીન તેમને વેચાણ આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ વાધેદાર નીરુબેન તથા અન્યો તરફથી ગુજરાત રાજય મહેસૂલ પંચ સમક્ષ અરજી કરાઈ હતી. જો કે, તે અરજી પંચે રદ કરી હતી. તે પછી પાટણના મામલતદાર દ્વારા અગમ્ય કારણસર આ વેચાણ નોંધ રદ કરી હતી. જેથી મનુભાઈ બારોટે હાઈકોર્ટમાં રિટ અરજી કરી મામલતદારના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું.
કે, ટ્રસ્ટની આ જમીન છેલ્લા ૭૦ વર્ષોથી | ટ્રસ્ટના નામે છે અને ચેરિટી કમિશનરે| બધી જ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા બાદ અરજદારને જમીન વેચાણ આપેલ છે. આ બાબતમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ થયા પછી રેવન્યુ ઓથોરીટીએ રેવન્યુ રેકર્ડમા નોંધ પાડવી જ પડે. પ્રસ્તુત કેસમાં વાંધેદારોને અરજદારની તરફેણમાં નોંધ નહી પાડવાનો વાંધો લેવાનો કોઈ અધિકાર નથી.
સીંગલ જજના આ હુકમથી નારાજ થઈ વાંધેદારો તરફથી હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરાઈ|હતી. જેનો વિરોધ કરતાં મનુભાઈ બારોટ તરફથી સિનિયર એડવોકેટ પ્રકાશ કે.જાની અને શિવાંગ જાનીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર વાંધેદારોની જોઇન્ટ ચેરિટી કમિશનરના નિર્ણય સામેની અરજી ગુજરાત રાજય મહેસૂલ પંચે રદ કરી નાંખી છે. એટલું જ નહી, અરજદાર વાંધેદારોએ પાટણ સિવિલ કોર્ટમાં જમીન માલિકીના હક્કને લઈ દાવો દાખલ કર્યો હતો તે પણ સિવિલ કોર્ટે ફગાવી દીધો હતો. ખુદ સીંગલ જજે પણ કેસના તમામ પાસાઓ ધ્યાનમાં લઈને જ જમીન ખરીદનાર મનુભાઈ બારોટની તરફેણમાં હુકમ કર્યો છે, આમ, તમામ તબક્કે વાંધેદારોના વાંધા, દલીલો કે રજૂઆત સ્વીકારાયા નથી કારણ કે, તે કાયદાકીય નક્કરતા જ ધરાવતા નથી, તેથી વાંધેદારોની હાલની અપીલ પણ ફગાવી દેવાની પાત્ર ઠરે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે નીરુબેન તથા અન્યોની અપીલ ફગાવી દીધી હતી અને સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.
ચુકાદાની નકલ માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment