એફ એસ આઇ ની લાલચમાં જૂના જમીન માલિક કો જાગ્યા પણ બફર ઝોન માં સમાવેશ નહીં કરાય - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

5.09.2023

એફ એસ આઇ ની લાલચમાં જૂના જમીન માલિક કો જાગ્યા પણ બફર ઝોન માં સમાવેશ નહીં કરાય

 

  • વાસણા ટી.પી.26ના પ્લોટમાં AMCની TP કમિટીનો મહત્ત્વનો નિર્ણય
  • CBD, TOZ, BRTS અને મેટ્રો પાસેના બફર ઝોનમાં 5.4 સુધી FSI મળે છે
  • ટીપી કમિટીએ તે નકારીને 4 એફએસઆઈ આપવાની ના પાડી દીધી છે


અમદાવાદ મહાનગરપાલિકાની ટીપી કમિટીએ વાસણાની ટી.પી.સ્કીમ નંબર 26ના એક પ્લોટના સંદર્ભમાં કરેલા મહત્વના નિર્ણયથી કેટલાય લેભાગૂ તત્વોને લપડાક લાગી છે. સેન્ટ્રલ બિઝનેસ ડેસ્ક (CBD), ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન (TOZ), મેટ્રો અને બીઆરટીએસ આસપાસના બફર ઝોનમાં વધુ એફએસઆઈ મળતી હોવાથી તે મેળવી લેવા જુના જમીન માલિકો જાગ્યા છે. પરંતુ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે ટીપી સ્કીમ બની ગયા બાદ હવે બફર ઝોનમાં કોઈ નવા પ્લોટનો સમાવેશ નહીં કરાય. તેથી તેવા પ્લોટને 4 એફએસઆઈ આપવામાં નહીં આવે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)એ 2014માં ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો ત્યારે સેન્ટ્રલ બિઝનેસ ડેસ્ક (CBD), ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન (TOZ), મેટ્રો અને બીઆરટીએસ આસપાસના 200 મીટર અને 500 મીટરના બફર ઝોનને 4થી લઈને 5.6 એફએસઆઈ આપવાનો નિર્ણય લીધો હતો. જેના લીધે આ હાઈ એફએસઆઈ ઝોનમાં આવતી જગ્યાઓ સોનાની લગડી બની ગઈ હતી.

દરમિયાનમાં વાસણા ટી.પી.26ના એક પ્લોટ માટે 4 એફએસઆઈ માંગણી કરતી દરખાસ્ત મ્યુનિ.ની ટીપી કમિટીમાં આવી હતી. પરંતુ ટીપી કમિટીએ તે નકારીને 4 એફએસઆઈ આપવાની ના પાડી દીધી છે. કમિટીએ જણાવ્યું કે ટીપી સ્કીમ બનાવતી વખતે મ્યુનિ. કે ઔડાને જરુરી નાગરિક સુવિધા કે માળખાકીય સુવિધા માટે જમીનના કોઈ ટુકડાની જરૂર હોય તો તે જમીનના ટુકડાને ટીપીની અંદર કે બહાર કરી શકે છે. પરંતુ તેને આધાર બનાવીને જુના જમીન માલિકો 4ની એફએસઆઈની માગણી ન કરી શકે.

ચાલુ ડેવલપમેન્ટ પ્લાનમાં જે હાઈ એએસઆઈ ઝોનમાં 4થી 5.6 સુધી એફએસઆઈ મળે છે તે લાલચમાં આવીને જુના જમીન માલિકો આવી એફએસઆઈ મેળવવા દાવો કરવા મેદાને પડયા છે.

જો કે આવી માંગણી ઓથોરિટીએ નકારી પોતાનું કાયદાકીય સાચુ વલણ સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષો પહેલા લેવાયેલા નિર્ણયમાં ફેરબદલ ન થઈ શકે. એ વખતે કોઈ જમીન માલિકને ઓપી બહાર એફપી આપવાથી રસ્તાની પહોળાઈનો કે અન્ય કોઈ વિશેષ લાભ મળ્યો હોય તો તે જમીન માલિકને તે સ્વિકાર્ય હતો. તો પછી ભવિષ્યના વિશેષ લાભમાં કોઈ નુકસાની આવે તો તે તેને સ્વિકાર્ય હોવી જ જોઈએ.

કેટલાક પ્લોટ માલિકોની માગણી શું હતી?

હાલના બફર ઝોનમાં વર્ષો પહેલા જેમનો ઓરિજિનલ પ્લોટ (ઓપી) હતો. તેને પોતાના ઓપીની બહાર પરંતુ ઓપીની નજિકમાં એફપી ફાળવ્યો હતો. તેવા જમીન માલિકો હવે એવો દાવો કરી રહ્યાં છે કે તેમનો ઓપી હતો ત્યાં જ એફપી આપવામાં આવે. અથવા તેમના હાલના પ્લોટનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે. જેથી તેમને લઘુત્તમ 4 એફએસઆઈનો લાભ મળે.

ગેરવાજબી માગણી સામે તંત્રનું સ્પષ્ટ વલણ

જેની સામે ઓથોરિટીનું એવું કહેવું છે કે આજથી 30, 40 કે 50 વર્ષ પહેલા કોઈ ટીપી સ્કીમ બની હોય ત્યારે ઓથોરિટીને કે જમીન માલિકને ક્યાં ખબર હતી કે 2014ના ડીપીમાં વધુ એફએસઆઈ માટે વિશેષ જોગવાઈ કરાશે. તે વખતે જે એફપી ફાળવાયો હતો તે જમીન માલિકે સ્વિકારી લીધો હતો. હવે તેને વધુ એફએસઆઈની લાલચ જાગે અને તેના એ વખતના ઓપીમાં (હાલના બફર ઝોનમાં) જ એફપી ફાળવવા અથવા તો હાલના એફપીને બફર ઝોનમાં સમાવવા માંગણી કરે તો તે કદી માન્ય રાખી શકાય નહીં.

કેટલાક ડેવલપર્સ મૂળ જમીનમાલિકને હાથ પર લઈ વધુ FSI લેવા ત્રાગા કરે છે

સૂત્રોએ કહ્યું કે જ્યારથી અમદાવાદમાં પ્રિમીયમ ઝોનમાં વધુ એફએસઆઈ મળી રહી છે ત્યારથી અવનવા પ્રકારના ત્રાગડાં સામે આવી રહ્યાં છે. અમદાવાદના કેટલાક ડેવલપર્સ બફર ઝોનની જમીનના મૂળ જમીન માલિકને શોધી તેમના નામે એવી માંગણી કરાવી રહ્યાં છે કે જે-તે વખતે તેમને ફાઈનલ પ્લોટ તેમના ઓપીની બહાર નજિકમાં ક્યાંય અપાયો હતો. તો તેમના એફપીનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે. જો આ રીતે તે એફપીનો બફર ઝોનમાં સમાવેશ થઈ જાય તો 4થી 5.6 સુધીની એફએસઆઈનો લાભ મળે અને તેની જમીન સોનાની લગડી બની જાય. પરંતુ ઔડા અને મ્યુનિ. આવા કોઈ લેભાગુ તત્વો ખોટો લાભ ન લઈ જાય તે માટે કાયદા અંતર્ગત્ સાચો નિર્ણય લઈને તેવા પ્લોટને બફર ઝોનમાં સમાવતા નથી.

No comments:

Post a Comment

Featured post

"રજિસ્ટ્રાર દસ્તાવેજની માલિકી તપાસી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્ણય"

શીર્ષક: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ટાઇટલ ન હોવા છતાં દસ્તાવેજની નોંધણીનો ઇનકાર કરવામાં ન આવે – નિયમ 55A(i) અમાન્ય જાહેર . ભારતના સુપ્...