2.16.2022

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવાય??

 

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા તે પહેલા આપણા મન માં બહુ બધા સવાલો હોય છે જેવા કે જંત્રી શું છે જંત્રી કોને કહેવાય જંત્રી એટલે શું જંત્રી કોણ નિર્ધારિત કરે છે જંત્રી ક્યારે ક્યારે નક્કી કરવામાં આવે છે જંત્રી ના દરો કેવી રીતે નક્કી કરાય છે જંત્રી કેવી રીતે મેળવવી જંત્રી ક્યાંથી મેળવવી જેવા સવાલો નો આજે અમે જવાબ આપવા નો પ્રયન્ત કરીશું તો ચાલો જાણીયે જંત્રી વિષે


Contents  hide 

જંત્રી એટલે શું , જંત્રી કોને કહેવાય

જંત્રી એટલે સરકાર પ્રમાણિત કાનૂની કાગળ જે નિશ્ચિત સમય વચ્ચે આપણા જમીન-મિલકત જેવી કે બિન ખેતી લાયક જમીન, ખેતીલાયક જમીન, ધંધાકીય જમીન, વ્યવસાયિક જમીન, ઇન્ડસ્ટ્રીયલ જમીન, મકાન, બંગલો કે પછી ઓફિસ નો દર દર્શાવે છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ટાઈમ ટુ ટાઈમ નક્કી કરવામાં આવે છે

ગુજરાત સરકાર દ્વારા તમારા જમીનોની માર્કેટ વેલ્યુ અને જંત્રી વેલ્યુ મુજબ સમય-સમય પર કિંમતોની તપાસ કરી નક્કી કરવામાં આવે છે

જંત્રી એટલે કે જમીનની માર્કેટ વેલ્યુ મુજબ નિશ્ચિત સમય અંતરાલ તે વિસ્તારમાં આવતી જમીનની કિંમત નો આંકડો પૂરો પાડે છે ગુજરાત સરકારની નક્કી કરેલી રકમ ના આધારે પ્રોપર્ટી નોંધણી, તેનો ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવે છે

જંત્રી મેળવવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ

જંત્રી મેળવવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ની લિંક અહીંયા આપેલી છે તેમજ તેની સાચી ઓળખ

https://egarvi.gujarat.gov.in/WebForm1.aspx

https://revenuedepartment.gujarat.gov.in/gujarat-jantari


જંત્રી ના દરો કેવી રીતે નક્કી કરાય છે

જમીનના દરો જમીન ની જગ્યા ની આધારે ગુજરાત સરકારનો મહેસુલ વિભાગ નક્કી કરે છે જેમકે જમીન-મિલકત કયા પ્રકાર ની છે તે ખેતીલાયક છે કે બિન-ખેતીલાયક ધંધાકીય, વ્યવસાયિક છે કે ઇન્ડસ્ટ્રીયલ રહેણાંક માં મકાન, ફ્લેટ, બંગલો કે ઓફિસ જેવી જગ્યા ના લેટેસ્ટ અને અપ-ટુ-ડેટ સરકાર ના મહેસુલ વિભાગ પ્રમાણિત સર્વે કરવા માં આવે છે અને તેનો જંત્રી દર નક્કી કરવામાં આવે છે

દાખલા તરીકે અમદાવાદના સેટેલાઈટ એરિયા ના મકાનો ની લઘુત્તમ પ્રાઇસ જંત્રી દર મળે છે

કયા આધાર પર જંત્રી નક્કી કરાય છે

1. બાંધકામ નો પ્રકાર : બાંધકામ નો પ્રકાર કેવો છે જેવાંકે ઘર, દુકાન, મકાન, ફ્લેટ, બંગલો, ઓફિસ, રેસિડેન્સીઅલ, ઇન્ડસ્ટ્રીયલ.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર : ઈન્ફ્રાસ્ટ્રક્ચ કયા પ્રકાર નું છે રેસિડેન્સીઅલ, ઇન્ડસ્ટ્રીયલ, ખેતીલાયક, બિન-ખેતીલાયક.

3. સ્પેસિફિકેશન અને મેન્ટેનન્સ: સ્પેસિફિકેશન અને મેન્ટેનન્સ એટલે કે કોના અંડર માં આવે છે નગરપાલિકા કે ગ્રામીણ તેનો દેખભાળ કોણ કરે છે

જંત્રી દર ઓનલાઈન કેવી રીતે જોવું

ગુજરાત નો જંત્રી દર ઓનલાઈન જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ

1. ગુજરાત મહેસુલ વિભાગ Revenue Department

સૌથી પહેલા ગુજરાત ના મહેસુલ વિભાગ ની વેબસાઈટ પર જાઓ અને જંત્રી પર ક્લીક કરો

જંત્રી ને ક્લિક કાર્ય પછી ગુજરાત નો નકશો મેપ ખુલી જશે તેમાં તમારે તમારી જરૂરત મુજબ જિલ્લો સિલેક્ટ કરવા નો રહેશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in

ત્યાર બાદ તમારે જેની જંત્રી જોઈતી હોય તે જગ્યા ની ડીટેલ સિલેક્ટ કરો

1. જિલ્લો

2.તાલુકો

3. ગામ

4. જમીન નો પ્રકાર

5. સર્વે નંબર

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in

અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે જેને તમે ડાઉનલોડ કે પ્રિન્ટ પણ નીકળી શકો છો.

2. garvi.gujarat.gov.in/

અહીંયા પણ તમારે ગરવી ગુજરાત ની ઓફિશ્યિલ વેબસાઇટ પર જવાનું રહશે તેની ઓફિશ્યિલ વેબસાઈટ લિંક આ મુજબ છે

https://garvi.gujarat.gov.in/

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

સૌથી પહેલા ગરવી ગુજરાત ની વેબસાઈટ પર જાઓ અને જંત્રી પર ક્લીક કરો

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં જંત્રી દર(Jantri Rate) અને માર્કેટ ભાવ (MarketValue) એવા બે ઓપ્શન જોવા મળશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે આ મુજબ માહિતી ભરવાની રહશે

1. District (જિલ્લો)

2. Taluka (તાલુકો)

3. Village (ગામ)

4. Type (જમીન નો પ્રકાર)

5. Survey No. / Extension (સર્વે નંબર)

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ઉપર આપેલી ડીટેલ ફીલ કાર્ય પછી શૉ જંત્રી Show Jantri પર ક્લીક Click કરવાથી જંત્રી ની બધી ડિટેલ્સ Details મળી જશે તેમજ તેને તમે પ્રિન્ટ કે ડાઉનલોડ કરી શકાય છે જો તમારે માર્કેટ મૂલ્ય Market value વિષે ડિટેલ્સ જોઈએ છે તો તમારે માર્કેટ વલ્લુ પાર ક્લિક કરવાનું રહશે
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
માર્કેટ મૂલ્ય Market Value પર ક્લીક કર્યા બાદ તમારે આ મુજબ Details ભરવાની રહશે

1. District (જિલ્લો)

2. Taluka (તાલુકો)

3. Village (ગામ)

4. URBAN છે કે RURAL

5. Property Type

6. Survey No./Extension

7. Rural Survey No./Extension

8. Construction Rate

9. Construction Type

10. Level Type

તમારી જરૂરિયાત ની માહિતી મુજબ તમારી માહિતી ભરવાની રહશે ત્યાર બાદ તમે Calculate Market value પર ક્લિક કરવાથી તમને તમારી માહિતી મળી જશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
3. ઈ-ધારા કેન્દ્ર દ્વારા

ઈ-ધારા કેન્દ્ર દ્વારા જંત્રી મેળવવા માટે આ મુજબની પ્રક્રિયા છે

જેને જંત્રી જોઈતી હોય તે વ્યક્તિએ ઈ-ધારા કેન્દ્ર માં જઈ અરજી આપવાની રહેશે અને સાથે તે વ્યક્તિના ડોક્યુમેન્ટ એપ્લીકેશન સાથે આપવાના રહેશે

નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે

જમીનની વિગતો માં સર્વે નંબર, જમીન નું સરનામું, જમીન માપન અને એકમ

ઈ-ધારા કેન્દ્ર પર ઓપરેટર ને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે

તમારી એપ્લિકેશન ના આધાર પર ઓપરેટર જંત્રી ની પ્રક્રિયા શરૂ કરશે

તહસીલદાર તમારી અરજીની મળતાજ ફિલ્ડ સર્વે ની પ્રક્રિયા શરૂ કરશે

જંત્રી ના સર્વે થઇ ગયા પછી તહસીલદાર અરજ કરતા ને તેની જાણકારી આપશે

જંત્રી નું શું મહત્વ છે

જંત્રી નો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે

  1. બેન્કમાંથી લોન લેવા માટે
  2. લોન ક્રેડિટ નો સમયગાળો વધારવા
  3. કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવામાટે
  4. ઇનકમ ટેક્સ ફાઈલ કરવામાટે
  5. વિઝા મેળવવા માટે
  6. આવકવેરા કે કેપિટલ ગેઇન ના ફાઇલિંગ માટે
  7. વેચાણ દસ્તાવેજ કરવા

જંત્રી લેવા માટે જરૂરી કાગળ

જમીન દર લેવા માટે ના દસ્તાવેજ આ પ્રમાણે છે

1. પાટદાર પાસબુક ની ઝેરોક્સ

2. નોંધણી ના કાગળ

3. બોજ પ્રમાણપત્ર

4. વેચાણ ખત ની નકલ

પોતાની જમીન અથવા મિલકત ધરાવનાર તેમજ બ્રોકર, બિલ્ડર્સ, ઇન્વેસ્ટર, લોયર અને રીયલ એસ્ટેટ સાથે જોડાયેલ બધા લોકો માટે  આપવામાં આવેલી આ બહુજ સારી સુવિધા છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...