જૂની શરતમાં ફેરવવાનું સરળીકરણ અને કલેક્ટરની સત્તાઓમાં વધારો કરવા બાબત- નવી શરતની જમીનો ખેતી / બિનખેતીના હેતુ માટે- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
પરિપત્ર માટે અહીં ક્લીક કરો
- શહેરી વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે 'ખુલ્લા પ્લોટના' જંત્રીના દરો ધ્યાનમાં લેવાના છેકોવીડ મહામારીના લોકડાઉનના સમયગાળામાં શરૂઆતના તબક્કામાં દૈનિકપત્રો માટે પણ પર્યાપ્ત સંખ્યામાં છાપવાનું અને વિતરણ કરવાનું અશક્ય હતું અને તેને કારણે આપણી આ કોલમમાં પણ લોકડાઉનને કારણે ફરજીયાત વિરામ મળેલ પરંતુ વાચકો તરફથી અવારનવાર પૃચ્છા આવતાં ફરીથી જાહેર જનતાને ઉપયોગી માહિતી આપવાની શ્રુંખલા પુનઃ શરૂ કરીએ છીએ. કોવીડ જેવી મહામારીનો સામનો દરેક વ્યક્તિએ આચરણથી કરવાનો છે અને આપણે સૌએ કોરોનાના પ્રતિકાર સાથે જીવવાનું છે. આ સમયગાળામાં પણ રાજ્ય સરકારે તા.૨૨/૫/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક - નશજ - ૧૦૨૦૦૬ / ૫૭૧ / જ થી નવી શરતની જમીનમાં પ્રિમિયમની રકમ વસુલ કરવાના ધોરણોમાં અને ઓનલાઈન પરવાનગીની બાબતમાં સરળીકરણની માર્ગદર્શક સુચનાઓ આપી છે તે જ રીતે કલેક્ટરની કક્ષાએ રૂ. ૧૫ કરોડના પ્રિમિયમના મુલ્યાંકન સુધી તેઓની કક્ષાએ પરવાનગી આપતા હુકમો પણ તાજેતરમાં કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જે જુદા જુદા સત્તા પ્રકારની જમીનો - નિયંત્રણો સાથે ગ્રાન્ટ કરી હોય જેમાં, રાજ્ય સરકારે આપેલ નવી અને અવિભાજ્ય શરતે, ગણોતધારા હેઠળ કલમ-૪૩ને આધીન પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો તેમજ ઈનામ, દેવસ્થાન હેઠળ પ્રાપ્ત થયેલ જમીનો કે જેમાં નવી શરતનું નિયંત્રણ લાગુ પડે છે. આ જમીનો ખેતવિષયક હેતુ માટે ૧૫ વર્ષ બાદ શહેરી જમીનો સિવાય આપોઆપ ખેતીવિષયક હેતુ માટે પરિવતત થાય છે. પરંતુ જ્યારે આવી જમીનો ખેતીવિષયક હેતુ માટે ફેરવવામાં આવે છે, ત્યારે તે જમીનોના ૭/૧૨માં બિનખેતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર તેવો ઉલ્લેખ કરવામાં આવે છે અને સામાન્ય રીતે જ્યારે બિનખેતી હેતુ માટે બાંધકામ કરવાનું હોય ત્યારે રાજ્ય સરકારે જે પ્રિમયમના ધોરણો નક્કી કર્યા છે તે ભરપાઈ કરીને કલેક્ટર દ્વારા વિધિવત હેતુફેર બિનખેતીના હેતુ માટેના પરવાનગીના હુકમો કરવામાં આવે છે.
અગાઉ નવી શરતની જમીનો બિનખેતીના હેતુ માટે પ્રિમયમની રકમ વસુલ લઈને પરવાનગી આપતી દરખાસ્તો સક્ષમ સત્તાધિકારી સમક્ષ અરજી લેખિતમાં કરવામાં આવતી અને મામલતદાર, નાયબ કલેક્ટર, કલેક્ટર, મહેસૂલ વિભાગ, આટલા સત્તા મંડળો દ્વારા ચકાસણી કરીને પરવાનગી આપવામાં આવતી. રાજ્ય સરકારે સરળીકરણના ભાગરૂપે બિનખેતીની પરવાનગી ઓનલાઈન કરી છે તે જ રીતે આ નવી શરતની પરવાનગી પણ તેને આનુસાંગિક હોય આ પરવાનગી પણ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે તા.૨૨/૫/૨૦૨૦ના પરિપત્રથી જે સુધારો કર્યો છે તેમાં રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ હેતુઓ માટે (સ્ેનૌ ઁેર્િૅજી) બિનખેતીની મંજૂરી આપવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી જે જમીન મૂળથી જૂની શરતની હોય અને હાલ પણ જૂની શરતના હેઠે ચાલુ હોય અને બિનખેતી પ્રિમિયમને પાત્ર ન હોય તેવી જમીનમાં મલ્ટીપરપર્ઝ એન.એ.ની મંજૂરી આપી શકાશે.
જ્યારે નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનોમાં ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા માટે શરતફેરના કિસ્સામાં જે જંત્રીના ધોરણો વસુલ કરવા માટે લાગુ કરવામાં આવ્યા છે તેમાં શહેરી વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે 'ખુલ્લા પ્લોટના' જંત્રીના દરો ધ્યાનમાં લેવાના છે. જે કિસ્સામાં ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય તેમાં ઔદ્યોગિક ખુલ્લા પ્લોટની જંત્રીના દર મુજબ પ્રિમિયમ વસુલ લેવાનું રહેશે. જે કિસ્સામાં ઔદ્યોગિક ખુલ્લા પ્લોટ માટેના જંત્રી દર ઉપલબ્ધ ન હોય, તેવા કિસ્સામાં 'ખુલ્લા પ્લોટ' જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. બિનખેતીની મંજૂરી પણ જે તે હેતુ માટે આપવાની રહેશે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે હેતુ માટે બિનખેતી કરાવવાનું હોય તે હેતુ માટેના જંત્રી દર મુજબ પ્રિમિયમ વસુલ લેવાનું રહેશે. તેમજ બિનખેતીની મંજૂરી પણ તે જ હેતુ માટે આપવાની રહેશે.
જે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સનો તા.૩૦/૦૪/૨૦૧૧નો પત્ર, મહેસૂલ વિભાગનો તા.૦૩/૧૨/૨૦૧૧નો ઠરાવ ધ્યાને લઈ જરૂર જણાય તો સ્ટેમ્પ ડયુટી (નાયબ કલેક્ટર)નો અભિપ્રાય ઓનલાઈન લઈને મૂલ્યાંકન કરવાનું રહેશે.
ભવિષ્યમાં બિનખેતીના હેતુ અંગે ફેરફાર કરવાનો હોય તો તે સમયે પ્રવર્તમાન જંત્રી મુજબ તફાવતનું પ્રિમિયમ ભરવાનું રહેશે.
વધુમાં નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની જમીનો માટે જે તે હેતુ માટેના બિનખેતીની મંજૂરી ઉપરાંત મલ્ટીપર્પઝ બિનખેતી માટેનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જે અરજદાર જે તે ગામ / સર્વે નંબરના બિનખેતીના મહત્તમ જંત્રી દર મુજબ પ્રિમિયમ ભરે તો મલ્ટીપર્પઝ બિનખેતીની પણ મંજૂરી આપવાની રહેશે.
x
x
No comments:
Post a Comment