3.02.2019

બિનખેડૂતો દ્વારા વીલ યાને વસીયતનામા: હાઈકોર્ટની બે ડિવિઝન બેન્ચના વિરોધાભાસી જજમેન્ટ અંગે કાયદાકીય જોગવાઈઓ


બિનખેડૂતો દ્વારા વીલ યાને વસીયતનામા: હાઈકોર્ટની બે ડિવિઝન બેન્ચના વિરોધાભાસી જજમેન્ટ અંગે કાયદાકીય જોગવાઈઓ

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)



આ લેખમાળાના માધ્યમથી, ગુજરાતમાં વીલથી થતા બિનખેડુત ખેડુત માટે અગાઉ કાયદાકીય જોગવાઈ અને સરકારને ઉપરવટ અસર આપતો (Overriding effect) આપતો કાયદો ઘડવા અનુરોધ કર્યાે છે.


પરંતુ ગત અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે આરટીએસ (Record of Rights) હેઠળના કેસમાં જમીન મહેસૂલ કાયદામાં ખેડુતની વ્યાખ્યા ન હોવાના મુદ્દા ઉપર વીલથી થયેલ બિનખેડુત - ખેડુતને માન્ય રાખતો ચુકાદો મેં સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયેલ સમાચાર સાથે જાણકારી મળી, રાજ્યના ઘણા મહેસૂલી અધિકારીઓએ આ અંગે મારી પાસે કાયદાકીય જોગવાઈઓ અને ગુજરાત હાઈકોર્ટના અગાઉના ડિવીઝન બેન્ચના જજમેન્ટથી આ ચુકાદો વિરોધીભાસી હોવાનું જણાવી સૌની જાણકારી માટે માર્ગદર્શન આપવાનું જણાવ્યું. જેથી ખેડુતો અને સામાન્ય નાગરિકને સમજાય તે સ્વરૂપે આ મુદ્દા ઉપર તમામ બાબતોને આવરી લેતી કાયદાકીય જોગવાઈઓ સાથે નિરૂપણ કરું છું.


સૌ પ્રથમ તો ચેતલ ભટ્ટના કિસ્સામાં ગયા અઠવાડિયે જે જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે તેની સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયેલ હક્કિત જોતાં સ્પષ્ટ થાય છે કે, આર.ટી.એસ. કેસમાં એટલે કે હક્કપત્રકમાં વીલ આધારે પાડવામાં આવેલ બિનખેડુતની નોંધ નામંજૂર કરવામાં આવેલ હશે અને તે આધારે ક્રમશઃ મહેસૂલ અપીલીય હકુમત ધરાવતી કોર્ટાે બાદ હાઈકોર્ટના સીંગલ જજ દ્વારા પણ આર.ટી.એસ. (હક્કપત્રકની નોંધો) કાર્યવાહી હેઠળની કાર્યવાહી ગણીને વીલ આધારે બિનખેડુતની તરફેણમાં પાડવામાં આવેલ નોંધ માન્ય રાખી, જે સરકાર તરફે ગુજરાત હાઈકોર્ટમાં ડિવીઝન બેન્ચ સમક્ષ અપીલ થતાં, જે અવલોકનો કરવામાં આવ્યા છે તેમાં તેવો ઉલ્લેખ છે કે, આ જે કાર્યવાહી થઈ છે તે આર.ટી.એસ. હેઠળની છે અને જમીન મહેસૂલ કાયદામાં ખેડુતની વ્યાખ્યા નથી.


આ અંગે જણાવવાનું કે, હક્કપત્રકમાં જે નોંધો પાડવામાં આવે છે તેનો મુખ્ય આધાર Fiscal Purpose એટલે કે મહેસૂલી નાણાંકીય વ્યવહાર માટે છે અને આ નોંધોનું મૂલ્ય ફક્ત માન્યતા આધારિત (Presumptive) છે એટલે કે વિરૂધ્ધનું પુરવાર ન થાય, ત્યાં સુધી માન્ય ગણવાની છે. પરંતુ મહેસૂલી રેકર્ડમાં હક્કપત્રકની નોંધો પાડવાની જે માર્ગદર્શક સુચનાઓ છે તે પ્રમાણે કોઈપણ વ્યવહાર, વેચાણ, તબદીલી, વારસાઈ વગેરે જે કલમ-૧૩૫ સી હેઠળ જાણ કર્યેથી અથવા જે કિસ્સાઓમાં આપોઆપ નોંધ પડે છે.


દા.ત. રજીસ્ટર્ડ દસ્તાવેજમાં ઈન્ડેક્ષનો દાખલો, કોર્ટ તેમજ મહેસૂલી કચેરીઓના હુકમો આ નોંધો આપોઆપ પાડવામાં આવે છે એટલે કે કોઈ વ્યવહાર પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ વિરૂધ્ધ થયેલ હોય તો પણ તે હક્કપત્રક રજીસ્ટરમાં તેની નોંધ કરવાની હોય છે. ફક્ત નોંધ પ્રમાણિત અધિકારીએ જ્યારે નોંધ મંજૂર કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન કાયદાને સુસંગત વ્યવહાર છે કે નહી તે ધ્યાનમાં લેવાનો છે.


હવે મુળ મુદ્દા ઉપર આવીએ તો સૌ પ્રથમ મેં મારા અગાઉ લેખોમાં જણાવ્યું છે તેમ વીલ યાને વસિયતનામું રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત નથી. ફક્ત બે સાક્ષીઓની હાજરીમાં સાદા કાગળ ઉપર થઈ શકે. ફક્ત હયાતીમાં સાવધ અવસ્થામાં કરવાનું છે અને મૃત્યુ બાદ અમલમાં આવે છે. આટલી જ કાયદાકીય જોગવાઈઓ વારસા અધિનિયમ (India Succession Act) કે મિલ્કત તબદીલી અધિનિયમમાં (Transfer of Property Act) જોગવાઈઓ છે.


આ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુજરાતમાં બિનખેડુત વ્યક્તિઓ ખેડુત બનવા ખાતેદારના મૃત્યુ પહેલાં અથવા પાછળથી ખોટી રીતે વીલ બનાવી ખેડુતો થયા હોય તેવા સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાતમાં છે અને અમો જ્યારે સુરત પ્રાન્ત હતા, ત્યારથી આ મુદ્દે વારંવાર સરકારમાં જણાવવા છતાં, આજ દિન સુધી આ અંગે ઉપરવટ અસર આપતો (Overriding effect) ગણોતધારાની કલમ-૬૩માં સુધારો કરતો કાયદો ઘડવામાં આવેલ નથી. જેથી ગણોતધારાની જોગવાઈઓ વીલ યાને વસીયતનામાના ઓથા હેઠળ બિનખેડુત વ્યક્તિઓ ખેડુત બની ગયા છે.


આવા સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જતાં ગુજરાત હાઈકોર્ટની જયંત પટેલના અધ્યક્ષસ્થાનથી ખંડપીઠે વીલથી થતા બિનખેડુત વ્યક્તિ ખેડુત ન બની શકે તેવું સ્પષ્ટ જજમેન્ટ આપેલ છે અને રાજ્યસરકારને સબંધિત એટલે કે ગણોતધારાની જોગવાઈઓમાં ફેરફાર કરવાના આદેશો કર્યા છે.


પરંતુ આજ દિન સુધી રાજ્યસરકારે આ દિશામાં કોઈ પગલાં લીધા નથી મને લાગે છે કે, મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ આ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુલવતા લાગતા નથી. મારા ખ્યાલ મુજબ આ બાબત સુપ્રિમ કોર્ટમાં પણ પડતર છે. પરંતુ જાણકારી મુજબ મનાઈ હુકમો નથી. મને સ્પષ્ટ લાગે છે કે કાયદા વિભાગ પણ ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ, જમીન મહેસૂલ અધિનિયમની આર.ટી.એસ. હક્કપત્રકની કાર્યવાહી, ભારતીય વારસા અધિનિયમ અને ટ્રાન્સફર આફ પ્રોપર્ટીએેક્ટની વીલની જોગવાઈઓ આ બધા કાયદામાં જે જોગવાઈઓ છે તે અલગ પ્રકારની સ્વતંત્ર કાર્યવાહી છે. જ્યારે ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ બિનખેડુતની તરફેણમાં ખેતીની જમીન ધારણ કરવા ઉપર પ્રતિબંધ છે. જ્યારે અન્ય કાયદાની વીલ અંગેની જોગવાઈઓ ગણોતધારાની જોગવાઈઓને નિષ્ફળ બનાવે છે.


જેથી તાજેતરમાં ડિવીઝન બેન્ચે જે જજમેન્ટ આપ્યું છે તેમાં આર.ટી.એસ.ની (હક્કપત્રકની) કાર્યવાહીનું અર્થઘટન કર્યું છે અને જમીન મહેસૂલ કાયદામાં ખેડૂતની (Agriculturist)ની વ્યાખ્યા નથી આપી તેવું જણાવી બિનખેડુતનો વીલ અંગેનો વ્યવહાર માન્ય રાખ્યો છે. જ્યારે ડિવીઝન બેન્ચે ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ ધ્યાનમાં લીધી નથી તેમજ અગાઉના આ જ હાઈકોર્ટના જયંત પટેલના અધ્યક્ષપણા હેઠળની ખંડપીઠનું ૅજજમેન્ટ જે વીલથી થતા બિનખેડુત તેમજ બિનખેડુત કઈ રીતે ખેડુત બની શક્તા નથી તેનું વિગતવાર જજમેન્ટ આપેલ છે.


આ ઉપરાંત બંધારણીય રીતે જોઈએ તો પણ ગણોતધારો એટલે કે Tenancy Act ગુજરાતમાં જે લાગુ પડે છે. તે ખેડુતોના તેમજ ખેડે તેની જમીન એટલે કે Tenancy Act માં Agriculturist - ખેડુત - જાતખેતી - Personal Cultivation આ બધી વ્યાખ્યા આપી છે અને આ ગણોતકાયદો ભારતના બંધારણ હેઠળ જે જમીન સુધારાની - Land Reformsનું અલગ શિડયુઅલ છે તેની સુચિમાં સમાવિષ્ઠ થાય છે એટલે કે બંધારણના સમાનતાના હક્ક કે કોઈપણ વ્યક્તિને સમગ્ર દેશમાં ધંધો, વ્યવસાય કરવાના વ્યવસાયની જોગવાઈઓની છુટછાટની જોગવાઈઓનો પ્રબંધ પણ આ ખેડુતની વ્યાખ્યા ગણોતધારામાં છે તેમાં પ્રતિબંધ નથી.


આમ આર.ટી.એસ. હેઠળની કાર્યવાહી અને ગણોતધારાની કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ અલગ છે. તે હાલના જજમેન્ટની ખંડપીઠે ધ્યાનમાં લીધેલ હોવાનું જણાતું નથી. સરકારી વકીલને પણ આ બાબત ધ્યાનમાં હોવી જરૂર હતી અને કોર્ટનું ધ્યાન દોરવું જોઈતું હતું કારણ કે આવા જ બિનખેડુતના તેમજ વીલથી થતા ખેડુતો અંગે અગાઉની જયંત પટેલની ખંડપીઠે આપેલ જજમેન્ટની વિરોધાભાસી બાબતો છે અને આ ઉપરાંત બિનખેડુત દ્વારા જો ખેતીની જમીન ખરીદેલ હોય કે વીલથી પ્રાપ્ત કરેલ હોય તો ગણોતધારાની કલમ-૬૩ના ભંગ હેઠળ-૮૪ સી હેઠળ કાર્યવાહી હાથ ધરી શકાય છે.


આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ Evergreen Apartmentના કેસમાં જ્યારે જુદા જુદા કાયદા હેઠળ ચોક્કસ જોગવાઈઓ હોય તો એક જ આર.ટી.એસ. ની કાર્યવાહીમાં જુદા-જુદા કાયદાની કાર્યવાહી હાથ ધરી ન શકાય, આ પાયાના સિધ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આર.ટી.એસ. હેઠળ જે બિનખેડુતની તરફેણમાં જજમેન્ટ જે અપાયેલ છે તેમાં ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી શકાય.


આમ તમામ પ્રકારની છણાવટ વીલથી થતા બિનખેડુત - ખેડુત ઉપરના મુદ્દાઓની સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામ મહેસૂલી અધિકારીઓ અને નોંધ પ્રમાણિત અધિકારીઓ અમારા દ્વારા કરેલ અવલોકનો ધ્યાનમાં રાખે. રાજ્ય સરકારને વધુ વિલંબ કર્યા વગર તાત્કાલીક અસરથી કલમ-૬૩ હેઠળની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે વીલથી થતા બિનખેડુત વ્યક્તિઓ માટે ઉપરવટ અસર આપતો (Overriding effect) કાયદો ગુજરાતના ખેડુતોના હિતમાં ઘડે નહિ તો લાંબાગાળે મૂળ ખેડુતોના બદલે સ્થાપિત હિત ધરાવતા મુઠ્ઠીભર બિનખેડુતો પાસે ખેતીની જમીન જતી રહેશે.

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

No comments:

Post a Comment

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...