8.24.2021

વીલથી મળેલી મિલકત વડીલોપાર્જિત મિલકત ગણાય કે સ્વતંત્ર મિલકત? જાણો કોને મળે છે એનો લાભ

 

વીલથી મળેલી મિલકત વડીલોપાર્જિત મિલકત ગણાય કે સ્વતંત્ર મિલકત? જાણો કોને મળે છે એનો લાભ



પિતાએ તેમના પિતા પાસેથી વારસદાર તરીકે મેળવેલી મિલકતમાં તેમના દીકરાઓને પણ જન્મથી જ એટલો અધિકાર મળે છે અને સંયુક્ત મિલકત અંગે કોઈ એક સહહિસ્સેદાર વ્યક્તિને (કોપાર્સનર) સમગ્ર મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર મળતો નથી.

જ્યારે પિતાએ એમની હયાતી હોય ત્યારે મિલકતની વહેંચણી કરી ન હોય તો પછી તેઓના મૃત્યુ પછી તેઓના વારસદારો વચ્ચે એમની મિલકતની વ્યવસ્થા હિંદુ વારસાદાર અધિનિયમની કલમ-૮ મુજબ થઈ શકે છે. ઉપરોક્ત સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલના વારસો વિરુદ્ધ ચંદ્રકાંત ઈશ્વરભાઈ પટેલના કેસમાંપ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

હિંદુ લો મુજબ કહેવામાં આવે તો વડીલોની મિલકત તેઓના પુત્ર કે તેમના પુત્રો અને તેમના પણ પુત્રો એમ ત્રણ પેઢી સુધી આ કોપાર્સનરી મિલકત ગણાય શકે છે અને જ્યાં સુધી તેઓ તમામ વારસદારો વચ્ચેનો હક અને તે બાબતોના હિસ્સાઓની વહેંચણી ન કરી હોય તો ત્યાં સુધી તેવા હિસ્સાઓ કે મિલકત વારસદારો વચ્ચે સંયુક્ત જ રહે છે એટલે કે વારસદારો વચ્ચે હિસ્સા કે મિલકત વહેંચવામાં આવી ન હોય ત્યાં સુધી સંયુક્ત જ રહે છે.સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા, દાદા કે વડદાદા પાસેથી વારસામાં અમુક સંપતિ પ્રાપ્ત થાય છે તે સંપત્તિને ‘પૈતૃક સંપત્તિ’ કહેવામાં આવે છે. બાળક જન્મતાંની સાથે જ પૈતૃક સંપત્તિનું વારસદાર બની જતું હોય છે.વીલ દ્વારા મહત્વના લાભ વારસદારને રહે છે કે એમને જે મિલકત, રોકડ, દાગીના કે સ્થાવર કે જંગમ સ્વરૂપે જે-તે વીલ દ્વારા મળશે, તેનો સંપૂર્ણ દસ્તાવેજ પર આધાર રહેશે એટલે કે વારસો સદર મિલકતના માલિક કેવી રીતે બન્યા છે, તે વીલ દ્વારા પુરવાર કરી શકાય છે. આજે અમે તમને વિલ એટલે કે વસિયતનામું શું છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના વિશે વિસ્તારમાં..

શું છે વીલ-વસિયતનામું :- વીલ-વસિયતનામું એટલે જે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની બધી મિલકત કોને મળે અને તેની બધી વ્યવસ્થા અને વહેંચણી કેવી રીતે કરવામાં આવે તે માટેનો કોઈ લેખ અથવા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવી લે તો તેને વીલ-વસિયતનામું કહેવાય.જો કોઈ વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન વીલ-વસિયતનામું તૈયાર કર્યું ન હોય તો તેની મિલકત માટે વારસદાર નો ધારો લાગુ પડે છે. વીલ-વસિયતનામાનો અમલ વીલ કરનાર વ્યક્તિ ના મૃત્યુ થઇ ગયા પછી જ થઈ શકે છે. વિલનો અમલ વ્યક્તિના મરણ બાદ થાય છે. વિલ કર્યા બાદ પોતાની હયાતીમાં સંજોગો વશાત સુધારા વધારા કરી શકાય છે.વીલ-વસિયતનામાના આધારે કોને એનો લાભ મળી શકે :- વીલ-વસિયતનામાંનો બધો લાભ સીધી લીટીના વારસદારો એટલે કે પેઢીના વારસદાર સગીર કે પુખ્ત વયના વ્યક્તિ અથવા વારસદારો ન હોય તેવી વ્યક્તિ. આંધળા, બહેરા વ્યક્તિ, મૂંઢ, ગાંડા કે અપંગ વ્યક્તિ. માતાના ગર્ભમાં રહેલું ગર્ભસ્થ બાળક. વિદેશમાં રહેતી કોઈ વારસદાર વ્યક્તિ. કોઈ વિદેશી નાગરિક. ચેરિટેબલ શૈક્ષણિક સામજિક કે ધાર્મિક કોઈ સંસ્થા. વિદેશીમાં કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ. દુશ્મન હોય તેવી વ્યક્તિ. પશુ-પ્રાણી કે પક્ષી વગેરે કોઈ પણ વીલના આધારે એનો લાભ વારસદારનો લાભ લઈ શકે છે.

વીલના આધારે કોને એનો લાભ ન મળી શકે :- જે વ્યક્તિઓએ વીલમાં સાક્ષી તરીકે હસ્તાક્ષર કર્યા હોય. વસિયતકર્તાનું અપમૃત્યુ એટલે કે કોઈએ ખૂન કર્યું હોય તો તેવા સંજોગોમાં ખૂન કરનાર વ્યક્તિ કે ખૂન કરવામાં મદદ કરનાર વ્યક્તિ, વસિયતકર્તા મૃત્યુ પામે તે પહેલા ઉત્તરદાનગ્રહિતા નું મૃત્યુ થઇ જાય તો તે ઉત્તરદાન એટલે કે એને વારસદારનો લાભ ન મળી શકે. એક્ઝિક્યુટર વહીવટકર્તા ઉત્તરદાન કે વસિયતનામા મેળવવા અયોગ્ય ઠરતા નથી.



IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT


8.10.2021

જમીન મિલ્કતો અંગે ની દીવાની તકરારો માં હાઇકોર્ટો દ્વારા આપવામાં આવેલ અગત્ય ના ચુકાદા ઓ !!!!

જમીન મિલ્કતો અંગે ની દીવાની તકરારો માં હાઇકોર્ટો દ્વારા આપવામાં આવેલ અગત્ય ના ચુકાદા ઓ !!!!



IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

 

8.08.2021

મિલકતના કેસમાં અપીલ, રીવીઝન અને રીવ્યુનો અર્થ શું હોઈ શકે?

 

મિલકતના કેસમાં અપીલ, રીવીઝન અને રીવ્યુનો અર્થ શું હોઈ શકે?



IF YOU HAVE LIKED THE ARTICLE PLEASE  SHARE IT


કલોલના ૨૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

  કલોલ શહેરના 25 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ. • ધારાસભ્યની રજૂઆતના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં અમલ, મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી...