6.01.2024

જમીન મિલકતના રેકર્ડ્સની જાળવણી માટે હવે તલાટીની ભૂમિકા કેવી રહી છે?

 

જમીન મિલકતના રેકર્ડ્સની જાળવણી માટે હવે તલાટીની ભૂમિકા કેવી રહી છે?


ગા.ન.નં. ૬ તથા ૭/૧૨ ના રેકર્ડ / પ્રમાણિત નકલ હવે મામલતદાર કચેરીમાંથી મેળવવાની હોઈ તલાટીએ આવી નકલ ફી મેળવવાની રહેતી નથી

તમારી જમીન, તમારી મિલકત |

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 હિન્દુસ્તાનમાં મોગલ સામ્રાજય, ત્યારબાદ બ્રિટીશ રાજ, તેમજ રાજા-રજવાડાઓમાં જમીનોનો રેકર્ડ રાખવામાં આવતો હતો અને ત્યારબાદ ભારત દેશ આઝાદ થયા પછી પણ જમીન-મિલકતના રેકર્ડ સરકાર તરફથી રાખવામાં આવે છે અને તેવા રેકર્ડ માટે તલાટી કમ મંત્રીની ભૂમિકા મહત્વની રહે છે. જો કે હાલમાં તો ડિજિટલ કોમ્પ્યુટરાઈઝડ રેકર્ડ સરકારી કચેરીમાં રાખવામાં આવે છે.

તલાટીની નિમણૂક ફરજો સત્તાઓ અને જવાબદારીઓ ઃ (૧) ગામની જમીન, જમીન મહેસૂલ તથા હક્કપત્રક અને ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીનાં સાધનો, તથા રોગચાળા વિગેરેની માહિતી રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલના નિયત થયેલા ૧૮ નમૂનામાં અદ્યતન રાખવાની હોય છે. તલાટી ગ્રામ્ય કક્ષાનો રાજ્યનો જવાબદાર સેવક છે. ગામની સાચી પરિસ્થિતિ, જરૂરિયાતો તથા મુશ્કેલીઓની વિગતો તેણે તાલુકા મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી સમક્ષ યથાર્થ રીતે રજૂ કરવાની હોય છે. પહાણી પત્રક (ગામ નમુના નં. ૧૨ માં નોંધ) ખેતરે ખેતરે ફરીને કરવાનું હોય છે તથા આનાવારીની કામગીરી પણ કરવાની હોય છે.

(૨) જમીન મહેસૂલ કાયદો ૧૮૭૯ ની કલમ ૧૬ તથા ૧૭ માં જણાવ્યા મુજબ તલાટીએ કામગીરી કરવાની હોય છે તથા રાજય સરકાર નક્કી કરે તે મુજબના રજિસ્ટર્સ તથા હિસાબો રાખવાના હોય છે. તલાટીશ્રીની નિમણૂક તથા મુખ્ય ફરજો નીચે મુજબ છે.

(એ) તલાટીની નિમણૂક : (૧) જમીન મહેસુલનો કાયદો - ૧૮૭૯ ની કલમ-૧૬ મુજબ:- (૧) રાજય સરકાર કોઈ એક ગામ અથવા ગામોનાં જુથ માટે તલાટીની નિમણૂકરે છે. આ કાયદામાં, જણાવેલી અથવા તે સમયે અમલમાં હોય તેવાં કોઈ

બીજા કાયદાથી ઠરાવવામાં આવેલી તમામ ફરજો તલાટી બજાવશે. તથા કલમ-૧૭ મુજબ જિલ્લા કલેક્ટરશ્રી જે રેકર્ડ રાખવાનું ફરમાવે તે તલાટીએ રાખવું અને સરકારી લખાણો તૈયાર કરવાં તલાટીએ કયા રજિસ્ટરો, હિસાબ તથા બીજા રેકર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી કલેકટર વખતો વખત ઠરાવે છે.

ગામનાં કામ અંગેના લખાણો જેવાં કે, નોટીસો, મૃત્યુ વિષયક તપાસના રીપોર્ટો અને ફોજદારી પ્રકરણોની જુબાનીઓ તથા રાજય સરકારના અથવા લોકોના ઉપયોગ સારુ જરૂરનાં હોય તેવા લખાણો, તલાટી જે ગામનું કામ કરતા હશે તે ગામના પટેલે અથવા તાલુકાના અથવા જિલ્લાના કોઈ ઉપર, મહેસુલી અથવા પોલીસ અધિકારીએ તૈયાર કરવાનું ફરમાવ્યું હોય તો તે તૈયાર કરવાની ફરજ પણ તલાટીની છે.

તલાટીની ફરજો:-

મહેસુલ વસુલ કરવામાં તકેદારી રાખવાની અને લોકોને મહેસુલ ભરવાની તારીખોની સમયસર યાદી આપવાની છે.

તેમણે હકકપત્રક અદ્યતન રાખવાના હતા પરંતુ હવે મામલતદાર ઈ-ધરા કેન્દ્રમાં જમીન દફતરનું કોમ્પ્યુટરાઈઝેશન થતાં, ગામ નમુના નં.૬ ની નોંધ પાડવાની કામગીરી મામલતદાર કચેરીમાં થાય છે. અને તલાટીએ ઈ-ધરા મેન્યુઅલ અંતર્ગત કામગીરી કરવાની રહે છે.

૭/૧૨ માં પાકની નોંધ તેણે સ્થળે જઈ તપાસ કરી, કરવાની હોય છે.

જમીના મહેસુલના હિસાબો રાખવાની તેની જવાબદારી છે. ઉપરાંત અન્ય આંકડા એકઠા કરવાનું તથા રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલમાં ઠરાવ્યા મુજબનાં નમુના રાખવાની તેની જવાબદારી છે. તલાટીની બીજા ખાતાઓની લેણી રકમ વસુલ કરવાની જવાબદારી છે. અને આવા લેણાંની માગણીની વિગત તાલુકે બીજા મામલતદારશ્રીના મારફતે આવે છે. જે ગામની મહેસુલ હોય તે, તે ગામનાં તલાટીને સામાન્ય રીતે ભરવાની હોય છે. તલાટી તેના માટે ગ્રામ પંચાયત કચેરીએ બેસી વસુલાત કરે છે અને રકમ ભરનારાને તુરંત જ સહી-સિકકાવાળી પાકી છાપેલી આપે છે. પરંતુ કાચી આપવાની સખ્ત મનાઈ છે. એટલે તલાટીએ દરેક રકમ માટે પાડી છાપેલી સિકકાવાળી પહોંચ આપવાની પોતાની પાસેના ગા.ન.નં. ૬ તથા ૭/૧૨ ના રેકર્ડ / દફતરની પ્રમાણિત નકલ હવે મામલતદાર કચેરીમાંથી મેળવવાની હોઈ તલાટીએ આવી નકલ ફી મેળવવાની રહેતી નથી.

આગ, પૂર, અછત કે આવી આપત્તિ અંગે તેણે તુરંત ઉપરી અધિકારીને અહેવાલ મોકલવાનો હોય છે. તેમણે અછતની કામગીરી, નાગરિક પુરવઠા ખાતાની કામગીરી વગેરે કરવાની હોય છે. તલાટીએ તુલની તપાસ માટે વર્ષમાં બે વખત ખેતરે ખેતરે સીમમાં જવાનું હીય છે. તે વખતે તુલની નોંધ સાથે ગણોતીયાના સંબંધોના દફતરની ખરાઈ કરવાની, હદ નિશાનોની સ્થિતિ જોવાની, સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામના રસ્તા, કેડી વિગેરે ઉપરનાં દબાણો થયા હોય તો તે શોધી કાઢવાની અને તાલુકે રીપોર્ટ કરવાની તેની જવાબદારી છે.

જમીન સતત પડતર રખાતી હોય તો ગણોતધારાના કાયદા મુજબ તેવી જમીનો સરકારી વહીવટમાં લેવાની થાય તે અંગે તલાટીએ પહાણીપત્રક વખતે જમીન કૌણ ખેડે છે. તેની પણ તપાસ કરીને અહેવાલ તાલુકે મોકલવાનો હોય છે. આમ તલાટીની મુખ્ય ફરજ સરકારી મહેસુલ ઉઘરાવવાની તથા તેનો હિસાબ રાખવાની છે. તદુઉપરાંત જમીન મહેસુલ નિયમોના વહીવટી હુકમો મુજબ કામગીરી કરવાની રહે છે.

પંચાયત મંત્રીના કાર્યો અને ફરજો ક્લમ-૧૧૪ (૨) મુજબ મંત્રીએ સરપંચના નિયંત્રણને આધીન રહી પોતાની ફરજો બજાવવાની છે. ગુજરાત ગ્રામ અને નગર પંચાયતના મંત્રીઓનાં કાર્યો અને ફરજો બાબતના [િયમો-૧૯૬૩ ના નિયમ ૩(૨) મુજબ પંચાયતના મંત્રીએ પંચાયતના મંત્રી હોવા ઉપરાંત ગ્રામસભા, પંચાયતની સભા તથા પંચાયતની સભા તથા પંચાયતની દરેક પેટા સમિતિઓના પણ મંત્રી હોવાથી ગ્રામ પંચાયતના વહીવટમાં ગુજરાત પંચાયત અધિનિયમ અને તે અન્વયે સરકારે બહાર પાડેલા નિયમો, હુકમો, ઠરાવો, પરિપત્રો વગેરેની જોગવાઈઓનો અમલ થાય તે મુજબના બધા કાર્યો અને ફરજો બજાવવામાં આવે, નાણાંકીય ઓચિત્યના સિદ્ધાંતોનો ચુસ્તપણે અમલ થાય તે માટે ઉપરોક્ત જોગવાઈઓ વિરુધ્ધ કોઈ ઠરાવ અથવા આદેશ થતો જણાય તો મંત્રીએ જે તે જોગવાઈ સરપંચ અથવા ગ્રામસભા અથવા પંચાયતની સભા અથવા પંચાયતની સમિતિના ધ્યાને મૂકવી જોઈએ. ઉપરોક્ત કલમ ૧૧૪(૨) તથા નિયમ-૩(૨) મુજબની ફરજો અને કાર્યો નીચે મુજબ છે.

પંચાયતના દફતરો અને રજીસ્ટરો પોતાની કસ્ટડીમાં રાખવાં, પહોંચબુકો, ચેકબુકો વગેરે મંત્રીએ પોતાના કબજામાં તાળાકુચીમાં સુરક્ષેત રાખવાં. પંચાયત વતી તેને મળેલી નાણાંની રકમો બદલ પોતાની સહીવાળી પહોંચ આપવી.

અધિનિયમ હેઠળના સઘળાં પત્રકો અને જરૂરી રિપોર્ટ તૈયાર કરવા અને પંચાયતના હિસાબો નિયત નમૃનાઓમાં વ્યસ્થિત નિભાવવા. પંચાયતના સઘળા કારોબારી આદેશોનું પાલન ડરવું. પંચાયતના બીજા કર્મચારીઓના પર્યવીક્ષણ, નિર્દેશ અને નિયંત્રણ માટે જવાબદાર છે.

પંચાયતના વેરા અને બીજા લેણાં તથા સરકારી લેણાંની ઝડપી વસૂલાત કરવી. તાલુકા પંચાયત, અથવા જિલ્લા પંચાયત અથવા ઓડિટ તરફથી જણાવાયેલ નિયમ બાહયતાઓ દૂર કરવા પગલાં લેવાં. પંચાયતનાં નાણાં અથવા મિલક્ત સબંધી કપટ, ઉચાપત, ચોરી, ખોટના કિસ્સાઓનો અહેવાલ સરપંચને આપવો અને નકલ તાલુકા પંચાયતને મોકલવી આવી જાણ જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબ અને કલેક્ટરને પણ કરવા જોગવાઈ છે. પોતાના મુખ્ય મથક સિવાયના સ્થળે રહેવાની તાલુકા વિકાસ અધિકારીએ મંજુરી આપી હોય તે સિવાય મુખ્ય મથકે રહેવું. તાબાના કર્મચારીઓ અથવા કોન્ટ્રાકટરોના પક્ષે થયેલ ગફલત ગેરકાયદેસરપણું, નિયમોનું ઉલ્લંઘન અને અવજ્ઞાના કિસ્સાઓ પંચાયતના ધ્યાને મૂકવા. અધિનિયમ, નિયમો, ઉપવિધિઓના ઉપબંધો અને સ્થાયી આદેશોનું ઉલ્લંઘન થયાના કિસ્સા નિયંત્રણ અધિકારીઓના ધ્યાને મૃડવાં.

મરામત, સુધારણા, નવા કામો અથવા બીજા જરૂરી પગલાંના કિસ્સામાં નિયંત્રણ અધિકારીઓના ધ્યાને મૃકવા.

(૧૩) પંચાયતની સઘળી “મિલકતોની દેખરેખ રાખવી.

(૧૪) પંચાયતના મંત્રી પંચાયતની દરેક સમિતિના પણ મંત્રી હોવાથી ગ્રામસભા પંચાયતની તથા તેની દરેક સમિતિની દરેક સભામાં હાજરી આપવી તથા ખુલાસા પુરા પાડવા.

(૧૫) સરપંચ, ઉપસરપંચ, સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, કલેકટરશ્રી ફરમાવે તેવી માહિતી પૂરી પાડવી.

(૧૬%) દરેક સભાઓની કાર્યવાહીઓની કાર્યનોંધ રાખવી અને તેની નકલ તાલુકા પંચાયતને મોકલી આપવી.

(૧૭) પંચાયતે અધિકૃત કરેલ હોય તો પંચાયત વતી ફરિયાદો અને દાવા માંડી શકે છે.

(૧૮) કલમ-9૧ અને ગુજરાત પંચાયત કાર્યરીતિ બાબતના નિયમો ૧૯૯૭ ના નિયમ 9૦ મુજબ સરપંચ, ઉપસરપંચ, સભ્યની ખાલી બેઠકોની માહિતી તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટરને મોકલવી.

(૧૯) કલમ-૯૪ મુજબ ગ્રામસભાની પ્રથમ બેઠકમાં વાર્ષિક હિસાબોનું પત્રક રજ કરવું. પાછલા વર્ષનો ચાલુ નાણાંકીય વર્ષ માટે યોજેલ વિકાસ કાર્યો અને કાર્યક્રમોનો વહીવટ અહેવાલ રજૃ કરવો. છેલ્લી ઓડિટ નોંધ અને તેના ઉપર આપેલ જવાબો રજૃ કરવા.

(૨૦) કલમ ૧૨૦(૧) મુજબ પંચાયતના વહીવટનું વાર્ષિક નિવેદન તૈયાર કરી, હિસાબો અને નિવેદન મંજૂરી માટે પંચાયત સમક્ષ મૃકવા.

(૨૧) કલમ ૧૨૦(૨) અને નિયમ ગ-૫ (૨) મુજબ વાર્ષિક નિવેદન અને વાર્ષિક હિસાબોની નકલ પહેલી જુન પહેલા તાલુકા પંચાયતને મોકલવી.

(૨૨) કલમ ૧૨૧ અને ગુજરાત લોકલ ફંડ ઓડિટ એકટની કલમ ૯ મુજબ ઓડિટ નોંધ મળ્યા તારીખથી ચાર માસમાં તેમાં જણાવેલી ખામીઓ અને નિયમ બાહયતાઓ દૂર કરી ખુલાસાઓ તેયાર કરી ઓડિટ કચેરીને ત્રણ નકલમાં પંચાયતની મંજૂરી મેળવી, સરપંચની સહીથી મોકલી આપવા. 

કલોલના ૨૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

  કલોલ શહેરના 25 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ. • ધારાસભ્યની રજૂઆતના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં અમલ, મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી...