At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe
2.22.2021
1.25.2021
નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેઃ જાણો પિતાની સંપત્તિ પર કેટલો હક? દરેક દીકરીના કામની છે આ કાનૂની સલાહ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગયા વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે પુત્રીને પુત્રની જેમ તેના પિતાની પૂર્વજોની સંપત્તિ (Hindu Undivided Family property) પર એટલો અધિકાર જ હશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીને પણ તેના પિતાની સંપત્તિમાં બરાબરનો અધિકાર છે. ભલે હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ 2005 (amendment in the Hindu Succession Act, 2005)ને લાગુ કર્યાં પહેલાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય. ચાલો જાણીએ આવી જ 10 કાનૂની સલાહ વિશે જે દરેક દીકરીઓ માટે ઉપયોગી છે.
પૈતૃક સંપત્તિ પર અધિકાર
હિન્દુ લો (Hindu Law) માં સંપત્તિને બે વર્ગોમાં વહેંચવામાં આવી છે- પૈતૃક અને સ્વઅર્જિત. પૈતૃક સંપત્તિમાં ચાર પેઢી પહેલાં એવી સંપત્તિઓ આવે છે જે પહેલાં ક્યારેય વહેંચાયેલી નથી. આવી સંપત્તિઓ પર બાળકોનો, પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી, જન્મસિદ્ધ અધિકાર છે. 2005 પહેલાં ફક્ત આ પ્રકારની સંપત્તિઓ માટે પુત્રો જ હકદાર હતા. જો કે સુધારા પછી પિતા આવી સંપત્તિનું મનસ્વી રીતે ભાગલાં કરી શકતા નથી. તે પુત્રીને હિસ્સો આપવાનો ઇનકાર કરી શકતો નથી. કાયદો પુત્રીના જન્મ થતાંની સાથે જ તે પૂર્વજોની સંપત્તિ માટે હક થઈ જાય છે.
પિતાની સ્વઅર્જિત સંપત્તિ
સ્વઅર્જિત સંપત્તિના કિસ્સામાં પુત્રીનો પક્ષ નબળો થઈ જાય છે. જો પિતાએ પોતાના પૈસાથી જમીન ખરીદી છે, ઘર બનાવ્યું છે અથવા ખરીદ્યું છે, તો તે આ સંપત્તિ જેને ઈચ્છે તેને આપી શકે છે. સ્વઅર્જિત સંપત્તિને પોતાની મરજીથી કોઈને પણ આપવી તે પિતાનો કાનૂની અધિકાર છે. એટલે કે જો પિતાએ પુત્રીને તેની પોતાની સંપત્તિમાં ભાગ આપવાનો ઇનકાર કર્યો, તો પુત્રી કંઈ કરી શકશે નહીં.
જો વસિયત લખ્યા વગર પિતાનું મોત થઈ જાય તો
જો પિતાનું મોત વસિયત લખતાં પહેલાં થાય છે, તો બધા કાનૂની વારસોને તેમની મિલકત પર સમાન અધિકાર હશે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદો પુરૂષ વારસીઓને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરે છે અને પિતાની સંપત્તિ પરનો પ્રથમ અધિકાર પ્રથમ વર્ગના વારસદારોનો છે. આમાં વિધવા, પુત્રીઓ અને પુત્રો તેમજ અન્યનો સમાવેશ થાય છે. દરેક અનુગામીને સંપત્તિ ઉપર સમાન અધિકાર હોય છે. આનો અર્થ એ છે કે પુત્રી તરીકે તમને તમારા પિતાની સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર છે.
જો દીકરી વિવાહીત હોય તો
2005 પહેલાં પુત્રીઓ હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં દીકરીઓ ફક્ત હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના સભ્યો તરીકે ગણવામાં આવતી હતી, સમાન વારસદારો નહીં. હમવારિસ અથવા સમાન વારસો તે છે કે જેઓ તેમની પહેલાંની ચાર પેઢીઓની અવિભાજિત સંપત્તિનો હક ધરાવે છે. જો કે એકવાર પુત્રીના લગ્ન થયા પછી તેણીને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)નો ભાગ પણ માનવામાં આવશે નહીં. 2005ના સુધારા પછી પુત્રીને સમાન વારસદાર માનવામાં આવી છે. હવે પુત્રીના લગ્નથી પિતાની સંપત્તિ પરનો અધિકાર બદલાતો નથી. એટલે કે લગ્ન પછી પણ પિતાની સંપત્તિ પર પુત્રીનો અધિકાર છે.
જો 2005 પહેલાં દીકરીનો જન્મ થયો હોય, પણ પિતાનું મૃત્યુ થયું હોય
હિન્દુ ઉત્તરાધિકાર કાનૂનમાં સુધારો 9 સપ્ટેમ્બર 2005થી અમલમાં આવ્યો. કાયદો કહે છે કે આ બાબતથી કોઈ ફરક પડતો નથી કે પુત્રીનો જન્મ આ તારીખ પહેલા થાય કે પછીની, તેના પિતાની સંપત્તિમાં તેના ભાઈ તરીકે સમાન ભાગ હશે. પછી ભલે તે સંપત્તિ પૈતૃક હોય અથવા પિતાની સ્વઅર્જિત. બીજી તરફ પુત્રી 9 સપ્ટેમ્બર, 2005 ના રોજ પિતા જીવતા હતા ત્યારે જ પિતાની સંપત્તિમાં પોતાનો હિસ્સો દાવો કરી શકે છે. જો આ તારીખ પહેલા પિતાનું મોત નીપજ્યું હોત, તો પુત્રીને પૈતૃક સંપત્તિ પર કોઈ અધિકાર ન હોત અને પિતાની સ્વ હસ્તગત સંપત્તિ તેની ઇચ્છા મુજબ વહેંચવામાં આવશે.
શું ભાઈની સાથે જોઈન્ટ હોમ લોન લેવી જોઈએ?
ઘણીવાર એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે જ્યારે ભાઈ-બહેનો સાથે મળીને ઘર ખરીદવાનું વિચારે છે. શું કોઈએ ભાઈ-બહેન સાથે સંયુક્ત નામે ઘર ખરીદવું જોઈએ? નિષ્ણાતો કહે છે કે એપાર્ટમેન્ટ ખરીદવાનો અંતિમ નિર્ણય લેતાં પહેલાં તેમને ઘરની આર્થિક બાબતોની કાળજી લેવાની જરૂર છે. તેઓએ એવું પગલું ભરવું જોઈએ જે પાછળથી બંનેને લાભ થાય. ભાઈઓ અને બહેનો મળીને હોમ લોન માટે અરજી કરી શકે છે. આ માટે ઘરના માલિકીના હકદાર દસ્તાવેજમાં બંને નામ હોવા જરૂરી છે.
પતિની સેલરી જાણવી પત્નીનો કાનૂની અધિકાર
એક પરિણીત પત્ની હોવાથી, દરેક પત્નીને તેના પતિના પગાર વિશે જાણવાનો અધિકાર છે. તે આવી માહિતી ખાસ કરીને મેઈન્ટેઈન્સ એલાઉન્સ મેળવવાનાં હેતુથી લઈ શકે છે. જો પત્ની ઇચ્છે તો તે આ માહિતી આરટીઆઈ દ્વારા પણ મેળવી શકે છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના 2018ના આદેશ મુજબ પત્ની તરીકે લગ્ન કરેલી સ્ત્રીને તેના પતિના પગારને જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.
પત્ની-પુત્રીની સહમતિ વગર પુત્રને સંપત્તિ ગિફ્ટમાં આપી શકાય છે
એક પિતાએ તેની કમાયેલી સંપત્તિ તેની પત્ની અને પુત્રીઓની જાણકારી વિના પુત્રને ભેટ આપી. પુત્રીઓનાં લગ્ન થયાં હતાં અને પત્નીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આવી સ્થિતિમાં માતા અને પુત્રીના હક શું છે. નિષ્ણાતો કહે છે કે જાતે મેળવેલી સંપત્તિ ગિફ્ટ કરવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ આ કિસ્સામાં કાનૂની વારસદાર હોવાને કારણે, માતા અને પુત્રીઓ આ ભેટ પર સવાલ કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિની પત્ની પતાવટની માંગ કરી શકે છે.
પતિ સાથે જોડાયેલ હક
સંપત્તિ પર લગ્ન પછી સ્ત્રીનો પતિની સંપત્તિમાં માલિકીનો હક હોતો નથી. પરંતુ પતિની સ્થિતિ અનુસાર સ્ત્રીને ખાધાખોરાકી ચૂકવવામાં આવે છે. સ્ત્રીને એ અધિકાર છે કે તેનું ભરણપોષણ તેનો પતિ કરે અને પતિની જે ક્ષમતા છે તે હિસાબથી ભરણપોષણ થવું જોઈએ. વૈવાહિક વિવાદોથી સંબંધિત બાબતોમાં ઘણી કાનૂની જોગવાઈઓ છે, જેના દ્વારા પત્ની પતાવટની માંગ કરી શકે છે. કાનૂની નિષ્ણાતો (Law Expert) કહે છે કે સીઆરપીસી, હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ એડોપ્શન એન્ડ મેઇટેનન્સ એક્ટ અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણપોષણ ભથ્થાઓની માંગ કરી શકાય છે.
સરકાર દરેક ખાનગી સંપત્તિ જાહેર હિતો માટે હસ્તગત કરી શકે નહીં
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદામાં 46 વર્ષ જૂનો નિર્ણય પલટયો - આજના આર્થિક માળખામાં ખાનગી સંપત્તિની સ્થિતિ, જાહેર હિતમાં જરૂરિયાત, તેની અછત...
-
For Download Stamp Duty Calculator App C lick here જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? for pdf click here ...
-
પડોશીએ ગેરેકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કર્યું હોય તો શુ કરવું ?? For Download Stamp Duty Calculator App C lick here if you ha...
-
ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલIA...
-
ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972(ગુજરાતી અનુવાદ) for pdf clik here For Download Stamp Duty Calculator App C lick here
-
વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવ...