ગામ નમુના નંબર: ૭-૧૨, હક્કપત્રક, ૮/અ ના રેકર્ડ અંગેની કાર્યવાહી અને તેમાં અધિકારીઓની કેવી ભૂમિકા હોય છે?
તમારી જમીન, તમારી મિલકત |
નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
ગુજરાત રાજ્યમાં જમીન-મિલકતના રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ધરામાં ગામ નમુના નંબર: ૭-૧૨, હક્કપત્રક, ૮/અ ના રેકર્ડ અંગે અનુસરવાની કાર્યવાહી અને રેવન્યુ અધિકારીઓની ભૂમિકા અંગેના અભ્યાસની વિગતો અગાઉના લેખમાં જોઇ, જે અનુસંધાને આગળની કાર્યવાહી-પદ્ધતિઓ આ લેખમાં વિગતવાર અને ક્રમવાર જાણીશું.
ડેટા ઓપરેટરની ભૂમિકાઃ
(૧) મ્યુટેશન અરજીની પ્રાથમિક વિગતો જેવી કે સંબંધિત સરવે નંબર, ખાતા નંબર, ખાતા નંબરની વિગતો ફ્રન્ટ ઓફિસની યુટિલિટીથી ભરાશે.
(૨) યુનિક નંબરવાળી જનરેટ થયેલી પહોંચ ખાતેદારને આપશે, એક નકલને કેસ પેપર્સ સાથે રાખશે.
(૩) ફેરફાર અરજી માટે નવી ફાઈલ બનાવશે. ફાઈલ પર યુનિક નંબર લખશે, કેસ પેપર્સ, પહોંચની નકલ વગેરે કાગળો ફાઈલમાં રાખશે.
(૪) ઈ-ધરા ના. મા. પ્રાથમિક વિગતોને પ્રમાણિત કરે એટલે જમીન મહેસુલ કાયદાની કલમ ૧૩૫-ડી નોટીસના ૩ સેટમાં જનરેટ કરશે.
(સેટ-૧) સંબંધિત ખાતેદાર / વ્યકિત માટેની જુદી જુદી નોટીસ. (સેટ-૨) પ્રજાની જાણકારી માટે ચાવડી પ૨ ચોંટાડવાની ૧૩૫-ડી નોટીસ. (સેટ-૩) ફાઈલમાં રાખવા માટેની ૧૩૫-ડી નોટીસ.
(૫) ૧૩૫-૩ડી નોટીસના ૩ સેટ ફાઈલમાં રાખી, ઈ-ધરા કેન્દ્ર ના. મામલતદારને આપશે.
%) ગામેથી નિર્ણય થઈને આવેલી કેસ ફાઈલ્સની ડેટા એન્ટ્રી માટે સંબંધિત ખાતા / કબાટ / જગાએથી ફાઈલ્સ લેશે.
(૭) એક પછી એક ફાઈલ ડેટા એન્ટ્રી માટે હાથ પર લઈ નીચે મુજબ કાર્યવાહી દાખલ કરેલી વર્ણનાત્મક નોંધ માટે ઈ-ધરા કેન્દ્ર નાયબ મામલતદાર તરફથી સુધારા સૂચવાયા હશે તે સુધારા કરશે.
ગામેથી નિર્ણય થઈ આવેલી ફાઈલમાંથી ૧૩૫-ડી નોટીસ તથા હક્કપત્રક-૦૬ સ્કેન કોપીની પ્રિન્ટ સ્કેન કરી ઈ-ધરા નામ.મામલતદાર પાસે ઓથેન્ટીકેટ કરાવશે. હકક્પત્રક-4 સ્કેન કોપીની કાઢીને ફાઈલમાં રાખશે.
# ફાઈલવાળી યુનિક નંબર માટે સ્ટ્રકચર્ડ એન્ટ્રી કરશે.
# ઈ-ધરા ના. મામ. તરફથી સ્ટ્રક્ચર્ડ એન્ટ્રી માટે સુધારો સૂચવાયો હશે તો સુધારો કરશે.
# એસ ફોર્મ જનરેટ કરશે. સક્ષમ અધિ.ની સહીવાળું એસ--ફોર્મ સ્કેન કરશે. ડોકેટમાં નોંધ કરશે.
# ફાઈલવાળા સંબંધિત ૭/૧૨, ૮અ નો કોમ્પ્યુટરાઈઝડ વીલેજ પ્રિન્ટ કાઢશે. ફાઈલમાં રાખશે. તલાટી હાજર હશે તો ૭/૧૨, ૮અ તથા હકક્પત્રક- ઓફીસ કોપી સુપરત કરી ડોકેટમાં તલાટી પાસે નોંધ કરાવી સહી લેશે.
# ખાતેદારો તરફથી કોમ્પ્યુટરાઈઝડ ૭/૧૨, 4 અને ૮અ ની કોમ્પ્યુટરાઈઝડ નક્લ માટેની અરજી પર ૭/૧૨, ૬% અને ૮અ રેકર્ડ સ્કીન પર અરજદારોને બતાવશે.
# અરજદારની ખાતરી મેળવી નકલ કોમ્પ્યુટરમાંથી જનરેટ કરશે. અરજી માટે રાખી ના. મામલતદારને સુપરત કરશે.
# ઈ-ધરા ના.મામ.ના સહી સિકકા થઈ આવેલ કોમ્પ્યુટરાઈઝડ નકલ,નયુઝર ચાર્જીસ મેળવી, અરજદારને આપશે. રજિસ્ટરમાં સહી મેળવશે.
# કામના કલાકો બાદ ઈ-ધરા કેન્દ્ર ડ્રન્ટ ઓફિસની ડે-બુક યુટિલિટી રન કરીને નકલ ઈશ્યુ યાદી તથા હિસાબની કોપી કાઢશે.
# ઈ-ધરા ના.મામલતદાર સાથે ડે-બુક હિસાબનું મેળવણું કરશે.
# પોતાની દરેક કાર્યવાહી માટે ઓપરેટર રજિસ્ટરમાં જે તે તબકકે નોંધ કરશે.
ઈ-ધરા નાયબ મામલતદારની ભૂમિકાઃ
# ઈ-ધરા કેન્દ્ર ડૂન્ટ ઓફિસ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ છે કે કેમ ? તે તપાસશે.
# ઈ-ધરા કેન્દ્ર પર મ્યુટેશન અરજી ફોર્મ, બિડાણ કાગળોની યાદીનાં ફોર્મેટ પ્રજા માટે પુરત પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ ?
# ફેરફાર કેસ ફાઈલ લેવડ-દેવડ / મુવમેન્ટ રજિ. પર નિયંત્રણ.
# તલાટીશ્રીઓ સંબંધિત ગામની ફેરફાર કેસ ફાઈલર ચોક્કસ સ્થાથેથી મેળવે તે વ્યવસ્થા ચકાસશે.
ખાતેદારની મ્યુટેશન અરજીમાં નીચેની બાબતો તપાસશે / ખાતેદારને સમજુતી કરશેઃ
(૧) ફોર્મેટમાં યોગ્ય રીતે અરજી કરાઈ છે ? (૨) અરજીમાં એક જ ફેરફાર સૂચવાયો છે ને ? (૩) ફેરફાર અરજી સંબંધિત બિડાણના કાગળો સાથે છે ?
ડેટા ઓપરેટર દ્વારા મ્યુટેશન અરજીની પ્રાથમિક વિગતો કમ્પ્યુટરમાં દાખલ થયેથી તે ચકાસશે. જરૂર હશે તો સુધારા કરાવશે અન્યથા બાયોમેટ્રિક પ્રમાણિત કરશે.
અરજી દાખલ પ્રક્રિયા થઈ ફાઈલ આવ્યેથી નીચેની વિગતો ફાઈલમાં ચકાસશે.
(૧) ફેરફાર અરજી સ્વીકારની યુનિક નંબરવાળી કમ્પ્યુટર જનરેટ રસીદની ઓફીસ કોપી સામે છે ? (૨) ૧૩૫--ડી નોટીસના ત્રણેય સેટ યોગ્ય રીતે ફાઈલમાં છે ? (૩) હકકપત્રક- ૬ કોમ્પ્યુટર જનરેટેડ નોંધ સામેલ છે. (૪) ફાઈલ પર મ્યુટેશન યુનિક નોંધ નંબર તથા ગામનું નામ દર્શાવેલ છે. (૫) ફાઈલમાં ડોકેટ દાખલ થયેલ છે ?
# તલાટી ઈ-ધરા કેન્દ્ર મુલાકાત વખતે ફેરફાર નોંધ ફાઈલ તલાટી રજિ. માં નોંધ કરી મેળવે તે જોશે.
# તલાટી વધારાની ૧૩૫-ડી નોટીસ કાઢવાનું સૂચવે તો ફાઈલમાં યોગ્ય નોંધ રાખી સુધારેલ ૧૩૫-ડી નોટીસના ત્રણ જનરેટ કરાવશે. ફાઈલમાં રખાવશે. ડોકેટમાં નોંધ કરશે.
# ફાઈલમાંના જુના કલમ ૧૩૫--ડી નોટીસના ત્રણ સેટને કેન્સલ કરશે પરંતુ ફાઈલમાં રહેવા દેશે.
# ફેરફાર ફાઈલને ગામે કાર્યવાહી માટે લઈ જવા તલાટીને સુપરત કરશે. સંબંધિત રજી. માં તલાટીના સહી/નામ/ તારીખ નોંધાવશે.
# ડોકેટમાં યોગ્ય નોંધ કરશે.
# ફેરફાર ફાઈલ, નિર્ણય અંગેની કાર્યવાહી થઈને ગામેથી પરત આવે ત્યારે તે અંગેની નોંધ રજિ.માં કરાવશે.
ગામેથી કાર્યવાહી થઈને આવેલ ફાઈલમાં નીચેની વિગત તપાસશે.
(૧) ડોકેટમાં દરેક તબકકાની નોંધ છે કે કેમ ?
(૨) ફાઈલમાં દરેક તબ્બકાની નોંધ છે કે કેમ ?
(૩) સક્ષમ અધિકારી દ્વારા કોમ્પ્યુટર જનરેટેડ હકકપત્રક ૬ નોંધ પણ યોગ્ય નિર્ણય લેવાયો છે ? સક્ષમ અધિકારીના સહી/ના/ તારીખ દાખલ કરેલા છે ?
(૪) નિર્ણય બાદ ફાઈલ ગામેથી તાલુકા મથકે આવે ફાઈલમાં ડોકેટ પર યોગ્ય શેરો નોંધે છે ?
# ગામેથી કાર્યવાહી થઈને આવેલી ફેરફાર ફાઈલ ડેટા ઓપરેટર દ્વારા સ્ટ્રક્ચર્ડ એન્ટી ડેટા એન્ટ્રી કાર્યવાહી માટે હાથ પર લેવાય તે જોશે.
# ૧૩૫-ડી નોટીસ તથા હક્કપત્રક ૬ નોંધની ઓફિસ કોપી ઓપરેટ દ્વારા સ્કેન થયેથી ઓથેન્ટીકેટ કરશે. હકકપત્રક -૬ નોંધની સ્કેન કોપીની પ્રિન્ટ કઢાવી ફાઈલમાં રાખશે.
# ડેટા ઓપરેટર સ્ટ્રકચર્ડ એન્ટ્રી કરશે તે ઈ-ધરા ના.મામલતદાર ચકાસશે. જરૂરી હશે તો સુધારો કરાવશે.
# નોંધ મંજુર કરનાર સક્ષમ અધિકારીની સહીવાળું એસ—ફોર્મ સ્કેન કરાવશે. બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરશે. ડેટામાં ઈફેક્ટ આપશે.
# ઓથેન્ટિકેટ થયેલ સ્ટ્રકચર્ડ ડેટા ઓપરેટર ફાઈલ ડોકેટમાં યોગ્ય નોંધ કરી ફાઈલ ડેટા ઓપરેટશને મોકલશે.
# ઓપરેટરે જનરેટ કરેલ અદ્યતન ૭/૧૨, ૮અ ની વિલેજ કોપી પ્રિન્ટ ફાઈલમાં રખાવશે. ફેરફાર ફાઈલના ડોકેટમાં યોગ્ય નોંધ કરશે.
# અદ્યતન ૭/૧૨, ૮અ સાથે ફાઈલને પીઝન હોલમાં સંબંધિત રજિ. સાથે મુકાવશે.
# તલાટીની ઈ-ધરા કેન્દ્ર મુલાકાત સમયે અદ્યતન ૭/૧૨, ૮અ તથા હક્કપત્રક- ૬ નોંધની ઓફિસ કોપી તલાટીને સુપરત કરી રજિ. તથા ફેરફાર ફાઈલ ડોકેટમાં નોંધ કરાવી, તલાટીની સહી મેળવી, પોતાનો યોગ્ય શેરો કરશે.
# કાર્યવાહી પૂર્ણ થયેલી આવી ફેરફાર ફાઈલને રેકોર્ડ રૂમમાં કાયમી રેકર્ડ તરીકે દાખલ કરાવશે. તે અંગેના રજિ. માં યોગ્ય નોંધ સહી/તારીખ દાખલ કરાવશે. રેકર્ડ રૂમના રજિ. નંબર કોમ્પ્યુટરમાં કોસ રેફરન્સ તરીકે દાખલ કરાવશે.
# અદ્યતન ૭/૧૨, ૮અ કે ફેરફાર નોંધ નમુના - ૬ની નકલ માટે માગણી થયેથી અરજદારને સ્કીન પર દર્શાવી, ખાતરી કરાવી, ઓપરેટર પ્રિન્ટ કાઢે તે જોશે.
# જરૂરી ચકાસણી કરી પ્રિન્ટ પર પોતાના સહી સિક્કા કરી ઓપરેટરને આપશે. ઓપરેટર, રિયત ફી લઈને તથા રજિસ્ટર પ્રકરણ-૧૧ ના અંતે દર્શાવેલ નમુનાના રજીસ્ટરમાં અરજદારની સહી મેળવી નકલ આપે તે જોશે.
# અરજદારે ૭/૧૨, ૮ એ રેકર્ડ, સ્કીન પર જોવા માગણી કરેલી હશે તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરાવશે.
# કામના કલાકો બાદ ઈ-ધરા કેન્દ્ર ડ્રન્ટ ઓફિસની ડે-બુક યુટિલિટી, ડેટા ઓપરેટર ધ્વારા રન કરાવી નકલ ઈસ્યુ લિસ્ટ, હિસાબ કોપી ક્ઢાવશે. હિસાબ / રોકડનું મેળવણું કરશે. નકલ ઈશ્યુ લસ્ટ, હિસાબ કોપી રજિ.માં પોતાની સહી કરશે.
# દરરોજ સાંજના અથવા જરૂર હશે તો દિવસના બે વાર ફ્રન્ટ ઓફિસ યુટિલિટી મુજબ થયેલ આવકને સરકારશ્રીએ નિય કરેલ ફંડ વ્યવસ્થામાં જમા કરાવશે તે અંગેની ફાઈલમાં રાખશે. રજિસ્ટરમાં નોંધશે. સહી કરશે